છોકરાઓની આ GOOD FLIRTING થી ઈમ્પ્રેસ થાય છે છોકરીઓ, જાણો આ 8 જબરજસ્ત ટીપ્સ….

0

કોઈની સાથે ફ્લર્ટીન્ગ કરવું એક આર્ટને સમાન છે. જો યોગ્ય તરીકા, અને સાફ મનથી કરવામાં ન આવે તો તે ખોટું રૂપ ધારણ કરી લેતું હોય છે. છોકરીઓને ફ્લર્ટીન્ગ પસંદ આવતું હોય છે જો તેના મન સુધી પહોંચી જાય તો. જબરજસ્તી ની દોસ્તી, પાછળ પડવું, કમેન્ટ પાસ કરવી વગેરે જેવી બાબતો તેઓને બિલકુલ પણ પસંદ નથી હોતી. જો તમે પણ તમારા ઓફીસ,કોલેજ કે આસપાસ રહેતી કોઈ છોકરીને પસંદ કરો છો તેને એક ગુડ  ફ્લર્ટીન્ગથી પોતાના તરફ આકર્ષિત કરો. પણ આ ગુડ  ફ્લર્ટીન્ગ માટે તમારે શું કરવાની જરૂર છે એ અમે તમને જણાવીશું.

1. તાંકીને જોવાનું બંધ કરવું:  ફ્લર્ટીન્ગની શરૂઆતમાં સામેવાળીને તાંકી તાંકીને જોવું ન જોઈએ. જ્યારે આંખ થી આંખ મળે ત્યારથી જ  ફ્લર્ટીન્ગની શરૂઆત થઇ જાતી હોય છે.

2. જોક ન બનાવો: છોકરીઓની ઈનસલ્ટ ન કરો, એવું કોઈ મજાક ન કરો જેનાથી તે અસહજ થઇ જાય અને તમારાથી દુર ચાલી જાય.

3. તેના સોશિયલ એકાઉન્ટ પર તરત લાઈક કે કમેન્ટ ન કરો: છોકરીની પાછળ હાથ ધોઈને ન પળો, તેને થોડો સમય આપો. તેવું કરવાથી તે તમારા વિશે વિચાર કરવા પર મજબુર થઇ જાશે અને તમારા પર વધુ આકર્ષિત થવા લાગશે.

4. વધુ ક્લોજ ન થાઓ: તમારા વારંવાર ક્લોજ થવા પર કે ફીઝીકલ ટચ કરવાથી છોકરીઓ અનસેફ મહેસુસ કરવા લાગશે. આવું કરવાથી બચો. માત્ર વાતોથી તેમનું દિલ જીતવાની કોશિશ કરો.

5. અળધી રાતે કોલ ન કરો: છોકરીનો નંબર ખુદ તેની પાસેથી જ માંગો, જ્યાં ત્યાં થી નંબર મેળવવાનો જુગાડ ન કરો. તેવું કરવાથી તમે તેના વિશ્વાસને પણ જીતી શકશો. નંબર મળ્યા બાદ તેને અળધી રાતે કોલ કે મેસેજ ન કરો. તેવામાં તે તમારાથી ડરી જાશે અને તમારી સાથે વાત કરવાનું પણ પસંદ નહિ કરે.

6. તમારી વાત ખુદ તેને જણાવો: તમારી ફીલિંગ ખુદ તેની સાથે શેઈર કરો. કોઈ દોસ્તના સહારે મેસેજ પહોંચાડીને નહી. આવું કરવાથી તે તમારી ફીલિંગની કદર કરશે અને કદાચ તમારી વાત માની પણ જાય.

7. શો ઓફ ન કરો: એક્સ્ટ્રા સ્ટાઈલ મારીને, પૈસા નો રોબ ઉડાવીને તેને ઈમ્પ્રેસ કરવાની કોશીસ ન કરો. તેને તમારી સાદગી જ ખુબ પસંદમાં આવતી હોય છે.

8. બૈડ પ્લાનિંગ ન કરો: જો તેને તમારી વાત કે તમારો સાથ પસંદ નથી આવી રહ્યો તો તેની સાથે જબરજસ્તી ન કરો. બૈડ ફ્લર્ટીન્ગથી તમે તમારા ચરિત્રને દાગદાર તો કરશો જ પણ સાથે તમારું અને તેમનો સમય પણ બરબાદ કરશો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!