વર્ષ માં માત્ર 12 કલાક માટે જ ખુલે છે આ મંદિર, માન્યતા છે કે નિ:સંતાનને આપે છે ખોળાનો ખૂંદનાર….

0

ભારતમાં ઢગલો પુરાતન મંદિરો આવેલા છે. જે ઘણા પ્રસિદ્ધ પણ છે. તો કેટલાય મંદિરોની પોતાની અલગ જ વિશેષતા છે. એવું જ એક મંદિર આવેલું છે છતીસગઢમાં. જે વર્ષમાં માત્ર એકવાર અને ખાલી 12 કલાક માટે જ ખૂલે છે. એટલું જ નહી આ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવી પહોંચે છે.

આ મંદિર છ્તીસગઢના નક્સલી થી પ્રભાવિત એરિયામાં એટ્લે કે કોંડાગાંવ જીલ્લામાં સ્થિત છે. ગ્રામ આલોરના કિનારે એક પહાડી પર પથ્થરોનું કુદરતી રીતે જ નિર્માણ તહયું છે. જેના દ્વાર પર એક નાનો એવો પથ્થર રહે છે. એને દૂર કરીને જ પ્રવેશ કરવામાં આવે છે. અંહિયા મૌજૂદ શિવ શક્તિના સમન્વિત સ્વરૂપને લોકો લીંગેશ્વરી ના નામથી ઓળખે છે.

ગણેશ ચતુર્થીના ઉત્સવ પછી ખૂલે છે આ મંદિર:
આ મંદિરમાં એક શિવલિંગ છે. એવી માન્યતા છે કે અહીંયા માતા લિંગ સ્વરૂપ બેરજમાન છે. આ મંદિરની એક ખાસીયત છે કે ગણેશ ચતુર્થી જેવી પૂર્ણ થાય કે તરત જ ભક્તો માટે આ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર એક જ વાર અને એ પણ 12 કલાક માટે ખુલ્લુ મૂકવામાં આવે છે અને માતાના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અને માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દૂર દૂરથી આવે છે ભક્તો
એવી માન્યતા છે કે અહીંયા ખીરાનો પ્રસાદ માતાને અર્પિત કરવાથી માતા ખુશ ખુશ થઈ જાય છે. અને ભક્તોને મનગમતું વરદાન આપે છે. ખાસકાર એવા વિવાહિત કપલ કે જે સંતાન ની ઈચ્છા રાખે છે.એવા લોકો આખા રાજયમાંથી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે. એક પહાડની સૌથી ઊંચી ટોંચ પર બીરજમાન માતાના દર્શન કરવા લોકો ધીરે ધીરે પહાડમાંથી સરકીને જવું પડે છે.આ મંદિર નક્સલ પ્રભાવિત સ્થળે હોવાથી કારણ જિલ્લા પ્રશાસન તરફથી જ અહીંયા સુરક્ષાની બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે. ભક્તોના રહેવાની અને જમવા બેસવાની બધી જ વ્યવસ્થા આ મંદિરના ટ્રસ્ટીઑ અને પ્રસાસન વિભાગ બંને મળીને જ કરે છે. આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે આખા છ્તીસગઢના લોકો તો આવે જ છે એ ઉપરાંત ઉડીસા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ,અને મધ્યપ્રદેશથી દર્શનાર્થી આવે છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here