છપાઈ ગયા ઈશા અંબાણી ના લગ્ન ના કાર્ડ, પહેલું નિમંત્રણ લઈને સિદ્ધિવિનાયક પહોંચ્યા અંબાણી પરિવાર, તસ્વીરો થઇ વાઇરલ….

0

દેશના જ નહિ પણ એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ માના એક મુકેશ અંબાણી ની દીકરી ઈશા ના લગ્ન બિઝનેસમૈન આનંદ પીરામીલ સાથે થવા જઈ રહ્યા છે. આ લગ્ન ના કાર્ડ છપાઈ ચુક્યા છે અને રિવાજો ના અનુસાર પહેલું નિમંત્રણ ગણપતિ બાપા ને આપવામાં આવ્યું છે. સોમવાર ના રોજ મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, માં કોકિલાબેન અને નાના દીકરા અનંત અંબાણી ની સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. જ્યા તેઓએ બાપા ના ચરણોમાં પોતાની દીકરી ના લગ્નનું કાર્ડ રાખ્યું અને પરિવાર ની સુખ, સમૃદ્ધિ ના આશીર્વાદ માગ્યા હતા.

આ દરમિયાન નીતા અંબાણી એકદમ પારંપરિક અંદાજ માં નજરમાં આવી હતી, તેમણે બકયાદા પીળા રંગ નું શરારા સુટ અને લાલ રંગ ની ચૂંદડી પહેરી રાખી હતી, તેના એકે હાથમા એક મોટી થાળી હતી, જેમાં પૂજાનો સામાન અને લગ્ન નું કાર્ડ હતું.ડિસેમ્બર માં થવાના છે ઈશા-આનંદ ના લગ્ન:

જો કે હજી સુધી લગ્ન ની ઓફિશિયલ તારીખ સામે આવી નથી પણ કહેવામાં આવે છે કે આ જ વર્ષ ડિસેમ્બર મહિનામાં ઈશા-આનંદ ના લગ્ન થશે.

ઇટલી ના લેક કોમોમાં થઈ હતી સગાઈ:

જણાવી દઈએ કે ઈશા ની સગાઈ 23 સપ્ટેમ્બર ના રોજ ઇટલી ના લેક કોમોમાં થઇ હતી, આ ભવ્ય સમારોહ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં બૉલીવુડ, હોલીવુડ, બિઝનેસ જગત અને પોલિટિકલ ઇન્ડસ્ટ્રી ની મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા.અજય અને સ્વાતિ પીરામીલ:

આનંદ પીરામીલ ખુબ જ ધનિક અને તાકાતવર પરિવારથી તાલ્લુક રાખે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગ્જ અજય પીરામીલ અને સ્વાતિ પીરામીલ ના દીકરા છે. આનંદ પીરામીલ પોતાના પિતા અજય પીરામીલ ની કંપની માં એગ્જીક્યુટીવ ડાયરેક્ટર ના પદ પર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here