છાણા બનાવતી યુવતીએ ઉભું કર્યું 700 કરોડનું સામ્રાજ્ય, 1-2 નહિ પણ 8 કંપનીઓની છે માલકીન….

0

”हौसले बुलंद हों तो बंजर जमीन को भी गुलजार किया जा सकता है”. એવું જ કઈક કરી બતાવ્યું છે કલ્પના સરોજે. એક ગરીબ છોકરીની સાચી કહાની, જેણે પતિની યાતનાઓ સહન કરી, સમાજના મેણાને સહન કર્યા અને આ બધાથી કંટાળીને આત્મહત્યા પણ કરવાની કોશિશ કરી. પણ કદાચ કિસ્મતને કઈક બીજું જ મંજુર હતું.કલ્પના આજે 700 કરોડની કંપનીની માલકીન બની ગઈ છે. કલ્પના કરોડોનું ટર્ન ઓવર દેનારી કંપની ‘કમાની ટયુબ્સ’ ની ચેઇરપર્સન અને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત છે. સાથે જ કલ્પના સરોજ કમાની સ્ટીલ્સ, કેએસ ક્રિએશન, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલપર્સ, કલ્પના એસોસિએશન જેવી કંપનીઓની માલકીન છે.
આ કંપનીઓનું રોજનું ટર્ન ઓવર કરોડોનું છે. સમાજસેવા અને ઉદ્યમિતા માટે કલ્પનાને પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન સિવાય દેશ-વિદેશમાં ઘણા એવા પુરસ્કારો મળી ચુક્યા છે. કુલ મિલાવીને જોવામાં આવે તો ક્યારેક રોજના બે રૂપિયા કમાતી કલ્પના આજે 700 કરોડના સામ્રાજ્ય પર રાજ કરી રહી છે. ચાલો તો તમને જણાવીએ તેમણે આ સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું.કલ્પનાનો જન્મ મહારાષ્ટ્ર ના ‘વિદર્ભ’ માં થયો હતો. ઘણી પરિસ્થતિ ખરાબ હતી અને તેના ચાલતા કલ્પના ગોબર(છાણ) ના છાણા(ઉપલે) બનાવીને વહેંચતી હતી. 12 વર્ષની ઉંમર માં જ કલ્પના ના લગ્ન તેનાથી 10 વર્ષ મોટા આદમી સાથે થઇ ગયા હતા. કલ્પના વિદર્ભથી મુંબઈ ની ઝોંપડપેટ્ટીમાં આવી પહોંચી હતી. તેનો અભ્યાસ પણ રોકી દેવામાં આવ્યો હતો. સાસરે ઘરેલુ કામકાજ માં થોડી એવી ભૂલમાં પણ તેને માર આપવામાં આવતો હતો.શરીર પર મારના નિશાન પણ લાગી ગયા હતા. અને જીવવાની તાકાત પણ ખતમ થઇ ગઈ હતી. એકવાર આ નર્કથી ભાગીને કલ્પના પોતાના ઘરે આવી પહોંચી હતી. સાસરે પહોંચવાની સજા કલ્પનાની સાથે-સાથે તેના પરિવારને મળી. પંચાયતે પરિવારનો હુક્કો-પાણી બંધ કરાવી નાખ્યો. જેના ચાલતા કલ્પનાએ જીવનના દરેક રસ્તા પણ બંધ થઇ ગયેલા નજરમાં આવવા લાગ્યા.       કલ્પના પાસે જીવવાની કોઈ જ ઉમ્મીદ બચી ન હતી. તેમણે ત્રણ બોટલ કીટનાશક દવા પી ને આત્મ હત્યા કરવાની કોશીસ કરી હતી પણ તેને બચાવી લેવામાં આવી. કપ્લનાએ જણાવ્યું કે જીવ લેવાનું તેનું આ પગલું તેના જીવનમાં એક નવો મોડ લઈને આવ્યું હતું. ”મેં વિચાર્યું કે હું શા માટે મરવાનું પગલું લઇ રહી છું? હું મારા માટે કેમ જીવી ના શકું, કઈક મોટું મેળવવા વિશે વિચારું, કોશીસ તો કરી જ શકું છું ને”.16 વર્ષની ઉંમરમાં કલ્પના ફરી મુંબઈ આવી પણ આ વખતે બીજાના માર સહન કરવા માટે નહીં પણ એક નવું જીવન શરૂ કરવા માટે. કલ્પના ને કપડા સીવતા આવડતું હતું તો તેના ચાલતા તેમણે મુંબઈમાં ગારમેન્ટ કંપનીમાં નોકરી કરી. અહીં એક દિવસ 2 રૂપિયાની મજૂરી મળતી હતી જે ખુબ જ ઓછી હતી. કલ્પનાએ બ્લાઉઝ સીવવાનું શરૂ કર્યું હતું.
એક બ્લાઉઝ ના 10 રૂપિયા મળતા હતા. આ દરમિયાન કલ્પનાની બીમાર બહેન નો ઈલાજ ન થતા તેની મૃત્યુ થઇ ગયું હતું. કલ્પના ખરાબ રીતે તૂટી ગઈ. તેમણે વિચાર્યું કે જો રોજ 4 બ્લાઉઝ સીવવામાં આવે તો 40 રૂપિયા મળશે અને ઘરની મદદ પણ થશે. તેમણે વધુ મેહનત કરી, દિવસમાં 16 કલાક કામ કરીને કલ્પનાએ પૈસા જોડીને ઘરના લોકોની મદદ કરી.
આ દરમિયાન કલ્પનાએ જોયું કે સિલાઈ અને બુટિક ના કામમાં પણ ખુબ જ સ્કોપ છે અને તેણે તેનાથી એક બિઝનેસ ના તૌર પર સમજવાની કોશીસ કરી. તેમણે દલિતો દ્વારા મળનારા 50,000 ની સરકારી લોન લઈને એક સિલાઈ મશીન અને અમુક અન્ય સામાન ખરીદ્યો અને એક બુટિક શોપ ખોલી. દિવસ રાતની મહેનતથી બુટિક ખુબ ચાલી નીકળી તો કલ્પના પોતાના અપરિવાર વાળા લોકોને પણ પૈસા મોકલવા લાગી.
બચતના પૈસાથી કલ્પનાએ એક ફર્નિચર સ્ટોર પણ સ્થાપીત કરી જેનાથી તેને ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. તેની જ સાથે તેમણે બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેનારી છોકરીઓને પણ કામ શીખડાવ્યુ. કલ્પનાએ ફરી લગ્ન કર્યા પણ પતિની સાથે લાંબો સમય ન મળી શક્યો. બે બાળકોની જવાબદારી છોડીને બીમારીથી તેના પતિની મૌત થઇ ગઈ હતી.
કલ્પનાના સંઘર્ષ અને મહેનતને લોકો તેને જાણવા લાગ્યા અને આજ જાન-પહેચાનના બલ પર કલ્પનાને જાણ થઇ કે 17 વર્ષથી બંધ પડેલી ‘કમાની ટ્યુબ્સ’ ને સુપ્રીમ કોર્ટે તેમના કામગારો થી શરૂ કરવાનું કહ્યું છે. કંપનીના કામગાર સાથે કલ્પના મળી અને કંપની ફરીથી શરૂ કરવાં  મદદ કરવાની અપીલ કરી. આ કંપની ઘણા વિવાદોને લીધે 1988 થી બંધ પડી હતી.
કલ્પનાએ વર્કરોની સાથે મળીને મહેનત અને હોંસલાના બલ પર 17 વર્ષોથી બંધ પડેલી કંપનીમાં એક નવો જીવ ભર્યો. કલ્પનાએ જયારે કંપની સંભાળી તો કંપનીના વર્કરોએ ઘણા વર્ષોથી સેલેરી મળી ન હતી, કંપની પર કરોડોનો સરકારી કરજો હતો, કંપનીની જમીન પર કારીગરો કબ્જો કરીને બેસી ગયા હતા, મશીનો પર કાટ લાગી ગયો હતો અને અમુક ચોરી પણ થઇ ગયા હતા.
કલ્પનાએ હિંમત ન હારી અને દિવસ રાત મેહનત કરીને આ દરેક વિવાદ સુલજાવ્યા અને મહારાષ્ટ્ર ના વાડા માં નવી જમીન પર ફરીથી સફળતાની શરૂઆત કરી. કલ્પનાની મેહનતનો કમાલ છે કે આજે ‘કમાની ટ્યુબ્સ’ કરોડોનો ટર્નઓવર આપી રહી છે. કલ્પના જણાવે છે કે તેને ટીબી બનાવા વિશેં બિલકુલ પણ જાણકારી ન હતી અને મેનેજમેન્ટ તેને નથી આવડતું, પણ વર્કરોના સહયોગ અને શીખવાની તલપથી આજે તે એક સફળ યુવતી બની ગઈ છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here