ચેતી જજો ખાંડ ખાવા વાળા – અમૃત સમાન ગોળ અને ઝેર સમાન ખાંડ..ફાયદાઓ અને ગેરફાયદાઓ વાંચો

દોસ્તો, આજ કાલ દરેકને ખાવાની બાબતમાં સાવધાની વરતવી પણ નથી અને સાથે જ લોકો ને સવ્સ્થ પણ રહેવું છે. જોવા જઈએ તો આજ લોકો રીચ, સમજદાર અને શિક્ષીત છે તો પછી ખોરાક ની બાબત માં કેમ પોતાનું નોલેજ બતાવતા નથી. ખાવાના શોખીન લોકો એ નથી સમજતા કે તેઓ કોઈક અંશે પોતાના શરીર ની બરબાદી ને જ નોતરે છે.

ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈક નાની એવી ભૂલ મોટી મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે અને નાની એવી સમસ્યા મોટી બીમારીનું કારણ બની જતી હોય છે.

મોટા ભાગે લોકો ગળ્યું ખાવાના શોખીન હોય છે જેને લીધે કફની સમસ્યા વારંવાર થતી હોય છે. કફ મોટા ભાગે વધારે પડતી સ્યુગર(ખાંડ) થી થતી હોય છે. કફ એ કોઈ મોટા પાયાનો રોગ નથી પરંતુ એ ઘણા લોકોના શરીરમાં હંમેશાને માટે વસી જય છે અને તેમાંથી ઘણા અન્ય રોગોનું સર્જન કરે છે.

પણ, ગળ્યું ખાવાના શોખીન લોકો માટે અમે એક એવી ટીપ્સ લાવ્યા છીએ કે જેનાથી તમે કફની સમસ્યા થી બચી શ્ક્શો.

આવા લોકો ગોળ ખાઈ શકે છે. કફની સમસ્યા માં શરીરની અંદર ફોસ્ફરસ નું પ્રમાણ ઘટી જાય છે જે શરીર માટે ઉત્તમ લાભદાયી છે. ગોળ ની અંદર ભરપુર માત્રામાં ફોસ્ફરસ રહેલું છે જેથી ગોળ ખાવાથી કફ ની સમસ્યાને સહેલાઈથી દુર કરી શકાય છે. ગોળ ની અંદર ફોસ્ફરસ ની સાથે સાથે આર્સેનિક પણ હોય છે. જો કે તેની વધુ માત્રા શરીર માટે ઝેર સમાન છે પણ તેની ઓછી માત્રા ફોસ્ફરસનાં લેવલને વધારે છે. ગોળ એક એવી દવા સમાન છે કે માત્ર એક દિવસના નવજાત બાળકને પણ ખવડાવી શકાય છે.

એક ટેસ્ટ નાં આધારે શેરડી નાં રસમાં ફોસ્ફરસ નું પ્રમાણ પણ મળ્યું છે પણ તેમાંથી ગોળ બનતા ફોસ્ફરસનું પ્રમાણ વધી જાય છે.

કેવા પ્રકારનો ગોળ ફાયદાકારક છે…

તમને વિચાર આવશે કે બજારમાં તો ઘણા એવા ગોળ ઉપલબ્ધ છે, તો કેવા પ્રકારનો ગોળ ખરીદવો કે જે ફાયદેમંદ હોય. તમને જણાવી દઈયે કે અસલી અને નકલી એમ બન્ને પ્રકારના ગોળ બજારમાં મળતા હોય છે. જેમ કે,

1. સફેદ કે પીળાશ પડતો ગોળ

2. ઘેરો લાલ કે કાળાશ પડતો ગોળ

જો તમે સફેદ કે પીળાશ પડતો ગોળ ખરીદતા હોવ તો તે તમારા માટે એક ઝેર સમાન છે. કેમ કે ગોળ બનાવવાના સમયે શેરડીના રસ માં ડીટરજન્ટ પાઉડર ઉમેરવામાં આવે છે જેથી તેનો રંગ સફેદ પડતો બને છે. કાળાશ પડતો કે ઘેરો લાલ રંગનો ગોળ જે કોઈ પણ પ્રકારના મિલાવટ વગરનો હોય છે જે શરીર માટે એકદમ ફાયદાકારક છે.

ગોળ એ એવી વસ્તુ છે કે જે શરીરમાં અન્ય ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે.

– દહીં  ની સાથે ગોળ મિક્ષ કરીને ખાવાથી પણ ફાયદો થાય છે.

– તલ અને ગોળ મિક્ષ કરીને ખાવાથી ઘણા રોગો દુર રહે છે.

– મગફળી અને ગોળ ને મિક્ષ કરી ખાવાથી કફ જેવી સમસ્યા દુર રહે છે.

– સાથે જ આ બધા થી શરીરની ચરબી પણ ઘટી જાય છે.

બસ, તમારે માત્ર તમારી ખોરાક લેવાની પદ્ધતિને જ બદલવાની જરૂર છે, શરીર પોતાની જાતે જ સ્વસ્થ અને તંદુરસ્ત બની જશે.

Author: GujjuRocks Team

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!