ચેન્નાઇના 2 યુવાનોએ દેવી-દેવતાની આ અદભુત તસવીરો પર ઉઠાવ્યો મહત્વનો સવાલ જે વાંચીને તમને પણ નવાઈ લાગશે

0

આજ સુધી તમે જેટલા પણ દેવી-દેવતાઓની તસ્વીરો કે મૂર્તિ જોઈ છે તેમાં તેઓ રૂપાળા, સુંદર અને ઘરેણાથી સજેલા હોય છે. સાથે જ આ દેવી-દેવતાઓની મન માં જ કલ્પના કરતા પણ આપણને તેઓની રૂપાળી સુંદર છબી જ નજરમાં આવે છે. આવું કરવું કાઈ ખોટું નથી, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાનની તસ્વીરો સાંવલા રંગની કેમ નથી હોતી.

તમે કદાચ ક્યારેય આવું વિચાર્યું પણ નહી હોય, પણ ચેન્નાઈના બે યુવાનોના મનમાં એવો વિચાર આવ્યો અને બાદમાં તેઓ જે કર્યું તે ખરેખર તમારી કલ્પનાની બહારનું છે.

ચેન્નાઈના પ્રોડક્શન હાઉસ સ્લિંગશોટ ક્રિએશન્સના કો-ફાઉન્ડર ભારદ્વાજ સુંદરના મનમાં એ વિચાર આવ્યો કે આખરે દરેક દેવી-દેવતાઓની સ્કીન ગોરી જ કેમ હોય છે. તેને એ વાત પર પણ હેરાની થઇ કે કૃષ્ણ અને ભગવાન રામની અમુક તસ્વીરોમાં તેમનો રંગ નીલો કેમ હોય છે, પણ કોઈ પણ તસવીરોમાં તેઓ સાંવલા નથી દેખાતા.

આ વિચાર બાદ જ સુંદરના મગજમાં એ વિચાર આવ્યો કે શું આપણા ભગવાન સાંવલા ન હોઈ શકે? સુંદરે પોતાના એક સહિયોગી ફોટો ગ્રાફર નરેશ નીલ, જે સ્લિંગશોટ ક્રિએશન્સના બીજા કો-ફાઉન્ડર છે, તેની સાથે મળીને એક ફોટો સીરીઝના માધ્યમથી આ સવાલ લોકોને પૂછ્યો હતો.

‘ડાર્ક ઈઝ ડિવાઈન’ નાં ટાઈટલની આ સીરીઝમાં તેમણે દેવી-દેવતાઓની સાત એવી તસ્વીરો શામિલ કરી, જે આની પહેલાં તમે ક્યારેય પણ નહી જોઈ હોય. પોતાની ફોટો સીરીઝ વિશે ન્યુ ઇન્ડિયન સાથે વાતચીત કરતા સુંદર કહે છે કે…

‘પહેલા હું કહેવા ઈચ્છું છું કે અમે નાસ્તિક નથી અને અમારો ઈરાદો ભગવાનની મજાક ઉડાળવાનો પણ નથી. અમે તો બસ એ બતાળવા માંગીએ છીએ કે સાંવલો ઘેરો રંગ સુંદર હોય છે અને એવા રંગ વાળાને શરમ અનુભવવાની જરૂર નથી’.

નરેશ અને સુંદરે અલોહા આર્ટસ એંસ સાઈન્સ કોલેજ માંથી ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે અને આ બંને સ્લિંગશોટ ક્રિએશન નામથી કંપની ચલાવે છે.

સુંદર કહે છે કે ફોટો સીરીઝના માધ્યમથી તેઓ ઈચ્છે છે કે લોકો ભગવાનને એક બીજા નજરિયાથી જોવે. સીરીઝમાં શામિલ સાત ફોટોસમાં દેવી લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, શિવ જી, મુર્ગુન, કૃષ્ણ અને લવ-કુશની સાથે માતા સીતાની ફોટો શામિલ કરવામાં આવી છે.

આ ફોટો નરેશ નીલ ફોટોગ્રાફીના ફેસબુક પેઈજ પર શેઈર કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પણ ખુબ લોકપ્રિય બની છે.

ભગવાનના આ અલગ રૂપને જોઇને લોકો મીડિયા પર પોતાની રાય જણાવી રહ્યા છે. શું તમને પણ લાગે છે કે આપણા દેશમાં લોકો ગોરી ત્વચા પાછળ વધારે પડતા જ દીવાના છે અને શું આ ફોટો સીરીઝ લોકોના વિચારને બદલી શકશે?

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.