છેલ્લા 40 વર્ષ થી આ સાધુએ પોતાના હાથ ને અદ્ધર પકડી રાખ્યો છે, શું છે આ હકીકત પાછળ નું કારણ, વાંચો પૂરી બાબત…

0

દોસ્તો, આપણા દેશ માં રોજ બરોજ ઘણા અજબ ગજબ કિસ્સાઓ બનતા હોય છે. આવા કિસ્સાઓ ને આપણે હર રોજ સમાચાર, ટેલીકાસ્ટ, ન્યુઝ વગેરે માં સાંભળીયે છીયે. આવા અજબ કિસ્સાઓ જાણે કે હર રોજ એક સામન્ય બની ગયા છે. તેમાંના કેટલાક તો એવા હોય છે કે જે કલ્પના ની બહાર ના હોય છે જેની કલ્પના કે વિચાર આપણે સપનામાં પણ ના કરી શકીયે.

જો કે હર રોજ આપણને ક્રાઈમ, લુંટ, મર્ડર વગેરે જેવા કિસ્સાઓ સાંભળવામાં આવે છે પણ આજે અમે એવી કાઈક સત્ય વાત કહેવા જઈ રહ્યા છે જે જાણી ને જાણે કે તમારા હોંશ જ ઉડી જાશે. આ કિસ્સો કોઈ ક્રાઇમ નો નથી પરંતુ દેશ શાંતિ માટે નો છે.

આ કિસ્સા ની બાબત ભારત ના એક સાધુ “મહંત શ્રી અમર ભારતીજી” એ હાથ ધરી હતી.

ચોકાવનારી વાત એ છે કે, રીપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે મહંત નામના આ સાધુ એ છેલ્લા 45 વર્ષ થી પોતાના જમણા હાથ ને અદ્ધર(ઉપર) રાખ્યો છે અને તેને આજ સુધી માં એક વાર પણ નીચે કર્યો નથી.

આ ઘટના તેમણે 1973 ની સાલ માં અજમાવી હતી અને એક વખત હાથ ઉપર કર્યા પછી એવો નિર્ણય લીધો કે હવે પોતે ક્યારેય પણ પોતાના હાથ ને નીચે કરશે નહી.

વિચારો જરા, આટલા વર્ષો થી પોતાના હાથ ને અદ્ધર રાખવો એ પણ કોઈ સપોર્ટ વગર એ તો કોઈ હિમ્મતવાન વ્યક્તિ જ કરી શકે.

આ હેતું પાછળ નું કારણ મહંત જણાવે છે કે પોતે સમ્રગ વિશ્વ ની શાંતિ માટે આ પગલું લઈ રહ્યા છે. જો કે આ બાબત પાછળ ના ઘણા એવા કારણો બતાવવામાં આવ્યા છે.

તે સમયે મહંતે પોતાની સારી એવી ક્લાર્ક ની નોકરી, કુટુંબી જનો, મિત્રો થતા પોતાનો સમગ્ર સંસાર વગેરે ને છોડી ને પોતાનું સમગ્ર જીવન ભક્તિ ભાવ, અધ્યાત્મ અને ધર્મ નાં નામે સમર્પિત કરી સન્યાસ લેવાનું પગલું લીધું હતું. છતાં પણ તેમને લાગતું હતું કે પોતાના હૃદય ના કોઈક ખૂણે તો પોતે પોતાના સંસાર થી જોડાયેલા છે. આ વિચાર ને ત્યાગ કરવા માટે નિશાની તરીકે તેમણે સન્યાસ લીધાના ત્રણ વર્ષ બાદ પોતાના હાથ ને અદ્ધર કર્યો અને તેને આજ સુધી યથાવત જ રાખ્યો છે.

જો કે તેના આ નિર્ણય થી તેમણે પોતાનો આ હાથ ગુમાવ્યો હતો જેથી માત્ર એક હાથે જ કામ કરવાથી શરૂઆત માં તેમણેને  ઘણી તકલીફ અને દર્દ નો સામનો પણ કરવો પડયો હતો, પરંતુ હવે મહંત આ નિર્ણય થી ટેવાઈ ગયા છે અને હવે તેને કોઈ પણ પ્રકાર ની સમસ્યા થતી નથી. સાથે જ એક હાથ ગુમાવ્યા નો તેને કોઈ જ પ્રકાર નો અફસોસ કે અણગમો નથી ઉલટાનું તે પોતાની જાત ને મહાન અને કાબીલીયત સમજે છે.

મહંત સાધુ એ આ પગલું દેશના ભાવી કલ્યાણ અને શાંતિ માટે લીધું હતું.

આ નિર્ણય પર સાધુ મહંત જણાવે છે કે પોતે આવું કરી ને આખા વિશ્વ ને શાંતિ કલ્યાણ માટે નો સંદેશ આપવા માંગે છે.

મહંત આ બાબત અંગે એવું પણ જણાવે છે કે, આપણે બધા લોકો એક જ માટી નાં બન્યા છીયે અને બધા માં એક સમાન જ લોહી વહે છે તો પછી આ વેર-ઝેર, ભેદ-ભાવ, ઊંચ-નીચ, જગડા શા માટે? શું આપણે બધા એક સમાન સુખ શાંતિ થી એક બીજાની મદદ કરી ને જીવી નાં શકીયે? શા માટે આપણે એકબીજા પ્રત્યે દ્વેષ, ક્રોધ, ઈર્ષા, મતભેદ, નફરત તથા અણગમો વ્યક્ત કરીએ છીએ? આ બધી નકારાત્મક અને ખોટી ભાવના ને મારીને એકબીજા ને પ્રેમ કરી ને જીવન માં આગળ વધી નાં શકીયે?

આ સાથે મહંત નાં અમુંક માનનારા સાધુઓ તથા અન્ય લોકો એ પણ ઘણા સમય થી પોતાનો હાથ અદ્ધર રાખી ને મહંત ને સપોર્ટ આપ્યો હતો.

જો આ એક સામાન્ય સાધુ પોતાના જ શરીર ને આવી રીતે કસ્ટ, પીડા આપીને સમગ્ર વિશ્વ નાં કલ્યાણ માટે નાં પગલા લેતા હોય તો આપણા જેવા લોકો વિશ્વ નાં કલ્યાણ માટે એક નાનુ એવું કામ ના કરી શકે ?

બસ બધાને એક બીજા સાથે હળીમળી ને પ્રેમ અને સુખ શાંતિ થી જ રહેવાની જરૂર છે,  વિશ્વ નું કલ્યાણ આપમેળે જ થઈ જાશે. સાચું કહ્યું ને?

આવો તો તમે પણ આજે જ નિર્ણય કરી લો અને અન્ય લોકો પ્રત્યે ની અણગમતી ભાવના ને દુર કરી દફન કરો દો.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here