ચેહરાને માત્ર બે જ દિવસમાં બનાવો સુંદર કેસર પૈક દ્વારા …. આ કામ કરવાનું રહેશે, વાંચો Tips આર્ટીકલમાં

0

ચેહરાનો રંગ કોઈપણ કારણને લીધે કાળો પડી શકે છે. બની શકે કે તમે તડકામાં વધુ સમય વિતાવતા હોય કે પછી તેનું અન્ય કારણ પણ હોઈ શકે છે. પણ આ રંગને લીધે તમારે શરમાવાની જરુર નથી. તમે ઘરે જ ઘણા એવા ફેસપેક બનાવી શકો છો. આયુર્વેદમાં કેસરને પણ ખુબ મહત્વ આપવામાં આવેલું છે અને બતાવામાં આવેલું છે કે તે તમારી સ્કીનમાં ગોરાપન લાવી શકે છે. તો તમારા ઘરે લગ્ન કે પછી પાર્ટી છે તો આ ફેસપેકને લગાવાનું ન ભૂલો. ચેહરો નીખરાઈ આવશે.

1. રૂપાળા થવા માટે મલાઈ અને કેસર ફેસ પેક:

સામગ્રી: 1 ટી સ્પુન મલાઈ, 8-10 કેસર નાં ધાગા.

બનાવાની રીત:

કેસરના ધાગાને દુધની મલાઈમાં અમુક કલાક સુધી પલાળી રાખો. ચહેરો સાફ કરી અને તેના પર આ મલાઈ લગાવો. તેને 20 મનીટ સુધી રહેવા દો. બાદમાં ફેશવોશ થી ફેસ ધોઈ લો.

કેટલી વાર લગાવવું: આ પૈકને અઠવાડીયા માં બે વાર લગાવી શકાય છે.

2. મલાઈ, નારીયેલ તેલ અને કેસર ફેસ પૈક:

દૂધમાં લેક્ટિક એસીડ બંધ પોર્સને સાફ કરે છે. નારિયેળનું તેલ સ્કીનને મોઈસ્ચરાઈજ કરે છે અને શ્યુગર સ્કીનને સ્ક્રબ કરે છે. તેનાથી બ્લેકહેડ્સ પણ ખત્મ થાય છે.

સામગ્રી: 2-3 કેસર નાં ધાગા, 1 ચપટી શ્યુગર, 1 ચમચી દૂધ, 1 ચમચી પાણી, 3 બુંદ નારીયેલ તેલ, 1 સ્લાઈસ બ્રેડ.

બનાવાની વિધિ:

રાતભર પાણીમાં કેસર ને પલાળીને રાખો. સવારે ઉઠીને તેમાં દુધ અને શ્યુગર અને નારીયેલ તેલ મિલાઓ. હવે બ્રેડની સ્લાઈસ તેમાં ડુબાળી રાખો અને પેસ્ટ બનાવો. તેને ચેહરા પર લગાવો. તેને 20 મિનીટ સુધી રહેવા દો અને બાદમાં વોશ કરી નાખો.

કેટલી વાર લગાવવું: તેને અઠવાડીયા માં 4 વાર લગાવી શકાય છે અને જુઓ રીઝલ્ટ.

3. પપૈયા અને કેસર ફેસ પૈક:

પપૈયાનું ફેસ પૈક તમને બજારમાં પણ મળી જાશે જેનાથી ચેહરા પર એન્ટીઓક્સીડેંટ મળશે. તો એવામાં તમારે પપૈયા ફેસ પૈક યુઝ કરવું જોઈએ જેમાં કેસર મેળવેલું હોય. આ ફેસ પૈક કોઈપણ સ્કીનને સુટ થઇ જાય છે.

સામગ્રી: 2-3 પીસ પપૈયા, 7-8 કેસરનાં ધાગા.

બનાવાની વિધિ:

એક બ્લેન્ડરમાં પપૈયા અને કેસર મિલાઓ તથા સ્મૂથ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચેહરા પર 20 મિનીટ સુધી લગાવી રાખો. બાદમાં તેને ઠંડા પાણી થી વોશ કરો.

કેટલી વાર લગાવવું:

આ ફેસ પૈકને હફ્તામાં બે વાર લગાવી શકાય છે.

4. ચંદન પાઉડર અને કેસર ફેસ પૈક:

સામગ્રી: 2-3 કેસરનાં ધાગા, 1 ટી સ્પુન ચંદન પાઉડર, 2 ચમચી કાચું દૂધ.

બનાવવાની રીત:

આ દરેક સામગ્રીઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો. બાદ ચેહરાને ધોઈને સુકાવી લો અને તેના પર આ પૈક લગાવો. પછી તેનાથી ધીમે-ધીમે મસાજ કરો. અને 20 મિનીટ સુધી ચેહરાને એમ જ રહેવા દો. બાદ ચેહરાને પાણી થી ધોઈ લો.

કેટલીવાર લગાવવું:

આ પૈકને હફ્તામાં બે વાર લગાવી શકાય છે.

5. કેળા, મધ અને ચંદન પાઉડર ફેસ પૈક:

કેળામાં વિટામીન C હોય છે જે સ્કીનમાં મોજુદ કોલાજેનને બુસ્ટ કરે છે. જો સ્કીનમાં કોલાજેન રહે છે તો તેનાથી ચેહરાની કરચલીઓ પણ દુર થાય છે. સાથે જ મધ તમને ચેહરાને પ્રાકૃતિક રૂપથી મોઈસ્ચરાઈજ કરી શકે છે. તેમાં કેસર મિક્સ કરો જેનાથી તે તમારા ચેહરાને નેચરલ ગ્લો આપશે.

સામગ્રી: 5-6 કેસરના ધાગા, 1 ટી સ્પુન મધ, 2 ટી સ્પુન મૈશ કેળા.

બનાવાની રીત:

દરેક સામગ્રીઓને મિક્સ કરો અને ચેહરા પર સારી રીતે લગાવો. પછી તેને કમસે કમ 20 મિનીટ સુધી સુકાવા દો અને પછી પાણી થી ધોઈ લો.

કેટલી વાર લગાવવું:

આ પ્રોસેસને હફ્તામાં ત્રણ વાર લગાવી શકાય છે.

6. લીમડો, તુલસી અને કેસર ફેસ પૈક:

નીમ અને તુલસી એક ખુબ જ મજબુત એન્ટીબેકટેરીયલ પ્રોડક્ટ છે જે તમને તમારા ઘર પર જ મળી જાશે. ચેહરાના એકને થી લડવામાં લીમડો ખુબ ઉપીયોગી છે અને સ્કીનની દરેક સમસ્યા ને પણ દુર કરે છે. જો તમારી સ્કીન ખુબ જ સંવેદન શીલ છે તો તમારે રોજ વોટર યુઝ કરવું જોઈએ.

સામગ્રી: 3-4 કેસરનાં ધાગા, 8-10 લીમડોનાં પાન.

બનાવાની વિધિ:

લીમડો અને તુલસીના પીસ કરીને ગુલાબજલ મિલાઓ અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર લગાવો. જ્યારે તે પૂરી રીતે સુકાઈ જાય તો બાદમાં તેને વોશ કરી લો.

કેટલી વાર લગાવવું: આ પ્રોસેસને હફ્તામાં 2 થી 3 વાર લગાવો.

7. સુરજમુખીનાં બીજ અને કેસર ફેસ પૈક:

સુરજમુખીમાં  polyunsaturated fatty acids અને આમેગા 3 ફૈટી એસીડ હોય છે જે સ્કીનની નમી સુધી પહોંચે છે. આ પૈક ડ્રાઈ સ્કીન થી લઈને કોમ્બીનેશન સ્કીન વાળાઓ માટે ખુબ જ સારો છે.

સામગ્રી: 2-3 કેસર ના ધાગા, 5-6 સુરજમુખી ના બીજ, 1/4 કપ દુધ.

બનાવાની વિધિ:

કેસર અને સુરજમુખી નાં બીજ રાતભર દૂધમાં મિલાવીને રાખો. બીજા દિવસે તેને પીસી લો અને પેસ્ટને ચેહરા પર લગાવો. તેને પૂરી રીતે સુકાયા બાદ ફરીથી ધોઈ લો.

કેટલી વાર લગાવવું:

આ પૈકને હફ્તામાં બે થી ત્રણ વાર લગાવી શકાય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!