રોજ સવારે ચા પીવા વાળા આ ખબર જરૂર વાંચો, થઈ શકે છે અનેક સમસ્યા…

ઘણા એવા લોકો હશે કે જેની સવારની શરૂઆત ચા ની સાથે થતી હોય છે, અને જો સવારે ચા ન મળે તો જાણે કે દિવસ અધુરો લાગે છે. ચા પીવી એક શોખ નથી પણ ઘણા લોકોને ચા ની એવી લત હોય છે જે શરીર માટે હાનીકારક સાબિત થઈ શકે છે. તમને તો ખબરજ હશે કે કોઈ પણ ચીજ ની વધારે પડતી લત ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ચા પીવાના ફાયદા અને નુકસાન..

જો તમે કડક ચા પીઓ છો તો તે તમારા સ્વાથ્ય માટે તે ખુબજ નુકસાનકારક છે. જ્યારે તમે ચા બનાવો ત્યારે મહેરબાની કરીને તેમાં ચા પત્તી વધુ ન ઉમેરો. કેમ કે વધુ પડતી ચા પત્તી ને લીધે તબીયત બગડી શકે છે, આપળે બીમાર પડી શકીએ છીએ, ચેહરા પર ડાઘ કે ધબ્બા પણ આવી શકે છે. તેના સિવાય તમારા પેટમાં ગેસ પણ બની શકે છે.

સાથે જ ચા પીવાનું બીજું પણ નુકસાન છે, જો તમે દિવસમાં 3 વખત ચા પીઓ છો તો તે ખુબ હાનીકારક છે. ચા પીવી કાઈ ખરાબ બાબત નથી પણ ચા પીવાના અમુંક નિયમ પણ હોય છે જેને અનુસરવા તમારા માટે ફાયદામાં રહેશે.

ક્યારેય પણ ઠંડી પડેલી ચા ને ગરમ કરીને પીવી શરીરને ખુબજ નુકસાન પહોચાડી શકે છે. કોશિશ કરો કે ચા ને ઠંડી થયા પહેલાજ પી લો, જેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ પ્રતિકુળ અસર પડશે.

ચા પીવાનો સૌથી વધારે ફાયદો છે સવારે ઉઠીને. જો તમેં સવારના સમયે ચા પીશો તો તમારા સ્વાસ્થ્ય પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર થશે નહિ. જેનાથી આપળા મગજને તાજગી મળે છે અને મગજ પણ સારી રીતે ચાલે છે, કોઈ પણ વાતનું ટેન્શન દુર થઈ જાય છે સાથે જ કામમાં મન લાગે છે.

સાથે જ જો તમે દિવસમાં માત્ર 2 વારજ ચા પીઓ છો તો તે સ્વાથ્ય માટે ખુબ સારી બાબત છે. એક વાર સવારે અને સાંજે એમ બે વાર ચા પી શકો છો. જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સાથે જ તાજગી પન અનુભવાશે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!