આંખના નંબર બહુ વધી ગયા છે તો નિયમિત કરો આમાંથી કોઈપણ 1 ઉપાય ફાયદો તમે જાતે જ અનુભવી શકશો

0

હંમેશા ની જેમ આજે પણ અમે રોજીંદી જિંદગી ની પરેશાનીઓ થી બચવા માં ઉપાયો વિશે જણાવીશું. આજે અમે તમને આ આર્ટીકલ માં ચશ્મા દૂર કરવા ના ઘરેલુ ઉપાયો વિશે કહેશું. આજે આંખ માં ઓછું દેખાવું કે ધૂંધળું દેખાવું ખુબજ સામાન્ય વાત થઈ ગઈ છે. અને આજે દરેક માણસ ને આપણે ચશ્મા પહેરતા જોઈએ છીએ. કોઈક ને નજીક નું નથી દેખાતું તો કોઈક ને દૂર નું નથી દેખાતું. આંખ નું કમજોર હોવુ એ માયોપિયા અને હાઈપેરોપિયા કહેવાય છે. આ બીમારી જો હોય તો આપણે ઇચ્છતા ના હોઈએ તો પણ ચશ્મા પહેરવા પડે છે. આંખ કમજોર હોવા ના ઘણા કારણો હોય શકે છે, જેમાં ઘણા પોષક તત્વો ની કમી, આનુવાંશિક કારણ , ઉંમર વગેરે.

જ્યારે આપણી આંખ કમજોર હોય ત્યારે આપણ ને માથા નો દુખાવો, આંખ નું દર્દ, આંખ માં પાણી આવવું, ધૂંધળું દેખાવું આ બધી ફરિયાદ રહે છે. અને પછી આપણે ડૉકટર પાસે જવું પડે છે અને ચશ્મા ના લેન્સ નો સહારો લેવો પડે છે. આમ તો અત્યારે આંખ ને ઠીક કરવા ના ઓપરેશનો પણ થવા લાગ્યા છે. જેનાથી આપણ ને ચશ્મા પહેરવા નથી પડતાં અને આંખ પણ ઠીક થઈ જાય છે. પરંતુ આ ઘણું મોઘું હોય છે અને ઘણી વખત તે સફળ પણ નથી થતું. ચાલો તો આજે તમને ચશ્મા ઉતારવા ના ઘરેલુ ઉપાયો વિશે કહેશું. આ પ્રયોગ નો જો તમે ઉપયોગ કરશો તો ક્યારેય તમને આંખ ની સમસ્યા સામે લડવું નહીં પડે.

બદામ અને વરીયાળી નો ઉપયોગ

આંખ ના ચશ્મા ઉતારવા ના ઘરેલુ ઉપાયો માં આ સૌથી પહેલો ઉપાય છે – બદામ અને વરીયાળી. આને આંખ માટે ખૂબ જ સારા ગણવા માં આવે છે. આનો એકવાર પ્રયોગ જરૂર થી કરજો અને તે ખૂબ સહેલાઈ થી ઘર માં પણ મળી રહે છે.

પ્રયોગ – બદામ, વરીયાળી અને મિશ્રી ને સમાન માત્રા માં લો, અને તેને મિકસર માં પીસી લો, અને પછી આ પાઉડર ને એક ડબ્બા માં ભરી લો. હવે રોજ રાતે સૂતા પહેલા 10 ગ્રામ આ મિશ્રણ ને 250ml પાણી ની સાથે ખાવો. સતત 40 દિવસો સુધી આ પ્રયોગ કરવા થી ચશ્મા ના નંબર ઓછા થશે અને આંખ ની રોશની પણ વધશે.

ત્રિફલા

આયુર્વેદ માં ત્રિફલા એક ચમત્કારી તત્વ છે. આને ત્રિફલા એટલા માટે કહેવામા આવે છે કેમ એક તે ત્રણ ફળો થી બનેલું છે અને તેમાં ત્રણ ફળ ના ગુણ રહેલા છે. ત્રિફલા આંખ ના ચશ્મા ઉતારવા માં ઘણો સારો ઉપાય છે.

પ્રયોગ – 1 ચમચી ત્રિફલા પાઉડર ને 1 ગ્લાસ પાણી માં નાખી આખી રાત રહેવા દો, બીજા દિવસે આ પાણી ને ગાળી, તેના થી આંખ ને ધોવી.  1 મહિના સુધી આ પ્રયોગ કરવા થી તેની અસર તમારી આંખ માં દેખાશે.

આંબળા

આંબળા માં વિટામિન સી હોય છે જે આંખ માટે ખૂબ જ સારું હોય છે. આંબળા ને તમે ગમે તે રીતે અથવા એમ જ ખાવા, તેનો પાઉડર, જામ, મુરબ્બો, દવા, કે જ્યુસ કરી ને પણ ખાઈ શકો છો.

પ્રયોગ – આંબળા નું જ્યુસ બજાર માં તૈયાર પણ મળે છે. તમે તેને થોડા મધ સાથે પણ રોજ સવારે પી શકો છો. અથવા એક ચમચી આંબળા પાઉડર ને પાણી સાથે રાતે સૂતા પહેલા ખાવો. આ બંને ઉપાયો તમારી આંખ ની રોશની વધારે છે.

ગાજર

આંખ ની રોશની વધારવા અને ચશ્મા ના નંબર ઉતારવા માટે ગાજર ખાવા ની સલાહ દેવા માં આવે છે. આમાં ઘણા પોષક તત્વ અને વિટામિન હોય છે. ગાજર માં આયર્ન, ફૉસ્ફરસ, વિટામિન એ, કેલ્શિયમ હોય છે. તમે ગાજર ને સલાડ ના રૂપ માં ખાવો કે તેનું જ્યુસ બનાવી પીવો, બંને રીતે તેનું સારું જ પરિણામ આવશે.

આંખ ની કસરત કરો

કસરત ખૂબ જ સારો ઉપાય છે. જેનાથી આંખ તંદુરસ્ત રહે છે, રક્ત સંચાર સારી રીતે થાય છે. રોજ આંખ ની કસરત કરવા થી આંખ ની રોશની વધે છે અને એકાગ્રતા વધે છે.

કસરત – દિવસ માં કોઈ પણ સમયે બેસી પોતાની આંખ ને સતત ફટાફટ 15 થી 20 વખત પટપટાવો. પછી આંખ ને બંધ કરી લો અને આરામ કરો. આ રોજ કરો અને થોડા મહિનામાં તેની અસર દેખાશે.

અન્ય ઉપાય

  • મરી ના પાઉડર ને માખણ ની સાથે મિક્સ કરી ખાવો.
  • ઓછા માં ઓછી દિવસ માં ત્રણ વખત આંખ ને ચોખા પાણી એ ધોવો.
  • પૂરતી નીંદર કરો.
  • રાતે સૂતા પહેલા ગાય ના ઘી ને પોતાની આંખ માં લગાવો.
  • કેમિકલ અને ખતરનાક વસ્તુઓ થી પોતાની આંખ ને બચાવો.
  • પોતાની આંખને હાથ થી વધારે ચોળો નહીં.

 

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here