4 કરોડનું દહેજ લેવાની વરરાજાએ ના પાડી દીધી, કહ્યું તમારી દિકરી જ કરોડો રૂપિયાની છે મારે કાઈ નથી જોઈતું…

0

જેમ આપણે દરેક જાણીએ જ છીએ કે હવે લગ્નની સીઝન શરુ થશે અને દરેક શહેર અને ગામમાં લોકો ધામધૂમથી દરેક લગ્ન માણસે અને ખુબ ખર્ચ કરીને પોતાના લગ્ન પાર પાડશે. ફક્ત સામાન્ય લોકો જ નહિ બોલીવુડમાં પણ દરેક લગ્ન એ ધામધૂમથી કરવામાં આવે છે. આજકાલ સમાચારમાં તમે જોતા હશો જે રીતે દિપીકા અને રણવીરના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. પણ આજે અમે તમને એવી વાત જણાવવાના છે એવી જગ્યાઓ વિષે જે જ્યાં આજે લગ્નમાં દહેજ ના કારણે યુવતીઓને આત્મહત્યા કરવા સુધીનો સમય આવી જાય છે. પણ આજે અમે વાત કરવાના છે એક એવા લગ્નની એક એવા વ્યક્તિની કે તમે વાંચીને ગર્વ અનુભવશો અને બીજા લોકોને આ યુવક પરથી પ્રેરણા પણ લેવી જ જોઈએ.

આજે અમે જે વાત કરવાના છીએ એ આખા દેશમાં બધા માટે એક મિસાલ બની ને રહેશે. આ વાત છે હરિયાણાની છે જ્યાં એક લગ્ન થયા હતા અને તે લગ્નના વખાણ કરતા કોઈ થાકતું નથી. ખાસ વાત એ છે કે આ લગ્ન પહેલા વરરાજાએ કરી એક માંગણી કે ત્યાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા. આજે આપણા સમાજમાં બહુ ઓછા આવા દાખલા જોવા મળે છે. દરેક સમાજના લોકોને આ કિસ્સો એ વિચાર કરતો મૂકી દે છે. તમે પણ સાંભળીને ગર્વ લેશો. તમને જાણીને નવાઈ લાગશે પણ આ લગ્ન એ ફક્ત ૧ રૂપિયામાં પૂર્ણ થઇ ગયા હતા.

હા તમે સાચું વાંચ્યું છે આ લગ્ન એ ફક્ત એક રૂપિયામાં પૂર્ણ કરવામાં આવ્યા હતા કારણ કે આમાં ના તો કોઈ બેન્ડ વાજાની જરૂરત પડી હતી ના તો કોઈ ધામ ધૂમ કરવાની. કોઈપણ પ્રકારના ખર્ચ વગર વરરાજા એ થોડા સંબંધીઓને જાનમાં લઈને આવ્યા હતા અને કોઈપણ પ્રકારનું દહેજ કે પછી રોકડા રૂપિયા લીધા વગર આ લગ્ન થયા હતા. લગ્ન પછી આ કપલના અમુક ફોટો અને માહિતી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહી છે. દેશ અને વિદેશમાંથી આ બંનેને અનેક શુભેચ્છાઓ મળી રહી છે.

આ લગ્ન એ હરિયાણાના સિરસા સ્થિત આદમપુર એરિયામાં થયા હતા. જે દરેક સમાજના લોકો માટે એક પ્રેરણા સમાન બની રહ્યા છે. વરરાજા બલેન્દ્રએ લગ્ન પહેલા જ શરત મૂકી હતી કે તે કોઈપણ પ્રકારનું દહેજ લેશે નહિ. કોઈપણ પ્રકારનો ફાલતું ખર્ચ એ કર્યા વગર તેઓ લગ્ન કરશે. બહુ જ ઓછા લોકોની હાજરીમાં આ લગ્ન પૂર્ણ થયા હતા. એટલે સુધી કે વરરાજાએ જણાવ્યું હતું કે તમારી દિકરી જ મારા માટે સૌથી વધુ કિમતી છે આટલું કહીને તેમણે ફક્ત એક રૂપિયો અને નારિયેળ સ્વીકારીને લગ્ન સંપન્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ લગ્નમાં વરરાજાને ૪ કરોડ રૂપિયા દહેજમાં આપવાની તૈયારી હતી પણ વરરાજાએ એ સ્વીકાર કરવાની ના કહી હતી અને કોઈપણ પ્રકારના ખર્ચ કર્યા વગર શાંતિથી લગ્ન કરી લીધા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા સામે થયેલા આ પહેલા લગ્ન છે આવી રીતે પૂર્ણ થયા છે.

દુલ્હા એ આ 4 શરત પણ રાખી

જેવી દુલ્હા એ આ શરત બધા ના કાન ઊંચા થઇ ગયા કોઈએ ધાર્યું પણ ન હતું….પહેલી શરત કે બેન્ડબાજા નહિ વાગે, બીજી શરત કે પંડિત ને નહિ બોલવામાં આવે…. ત્રીજી શરત કે દહેજ નહિ લેવામાં આવે…. ચોથી શરત કે કન્યાદાન ની રસમ માં ફક્ત 1 રૂપિયાના નાળિયર થી પુરી કરવામાં આવે. આ ચારેય શરતો ને બંને પક્ષ માં રાજી ખુશી થી સ્વીકારી લીધી અને દુલ્હાની ડિમાન્ડ પુરી થઇ ગઈ.

સમાચાર અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે વરરાજા એ ચૂલીખુર્દ ગામનો રહેવાસી હતો. તેમના પિતાનું નામ છોટુરામ ખોખર છે અને માતાનું નામ સંતોષ છે. નવવર અને વધુ એ કોઈપણ પ્રકારનો દેખાડો પોતાના ગામમાં પણ કર્યો નથી. ખરેખર આ લગ્ન અને આ વ્યક્તિએ કરેલ કાર્ય એ અમુક વર્ગ અને સમાજના લોકો માટે પ્રેરણાદાયી છે. તમને પણ આ કામ પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં વખાણ જરૂર કરવા.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here