પ્રતાપગઢ માં બે રૂમ માં રહેતો હતો 6 લોકોનો પરિવાર આજે ચાર બની ગયા છે IAS-IPS અધિકારી…

0

દરેક માં-બાપ ઈચ્છતા હોય છે કે તેઓના બાળકો મોટા થઈને કામિયાબી મેળવે જેથી તેઓને તેઓના જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે, દરેક માં-બાપ ઇચ્છતા હોય છે કે તેઓના બાળકો કઈક એવું કરે જેથી તેઓનું રામ રોશન થાય, અને લોકો તેને તેના બાળકો ના નામથી ઓળખે. આજે અમે તમને એક એવા પરિવાર ની કહાની વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓએ પોતાના માં-બાપ નું સપનું પૂરું કર્યું. જણાવી દઈએ કે આ પરિવાર ના ચારે બાળકો એ પોતાના માં-બાપ ને તે સમ્માન અપાવ્યું જેનું સપનું દરેક કોઈ માં-બાપ જોતા હશે.

આ કહાની પ્રતાપગઢ ના લાલગંજ તહસીલ ના રહેનારા અનિલ મિશ્રા ની છે જેનું પણ સપનું બાકી ના માતા-પિતા ની જેમ હતું કે તેના ચારે દીકરાઓ મોટા થઈને તેનું નામ રોશન કરે. તેના પરિવાર માં કુલ છ લોકો હતા, અનિલ તેની પત્ની અને તેના ચાર બાળકો(બે દીકરા, બે દીકરીઓ), બે રૂમ વાળા આ ઘરમાં પૂરો પરિવાર રહેતો હતો. એવામાં જયારે કોઈ મહેમાન તેના ઘરે આવતા હતા તો જગ્યા ના અભાવ ને લીધે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હતો.જેને લીધે તેઓને મોટાભાગે અભ્યાસ કરવામાં સમસ્યા આવતી હતી. આ ચારે એ 12 માં ધોરણ નો અભ્યાસ પોતાના ગામ લાલગંજ માં રહીને જ કર્યો હતો.અનિલ ના સૌથી મોટા દીકરા નું નામ યોગેશ, યોગેશે મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાન થી બીટેક પાસ કર્યું જેના પછી તેને સોફ્ટવેયર ની નોકરી મળી ગઈ અને તે નોએડા ચાલ્યો ગયો. પણ તેને સિવિલ સર્વિસીસ નો અભ્યાસ યથાવત રાખ્યો અને આઈએસ ની પરીક્ષા પાસ કરી લીધી. આ સમયે યોગેશ કલકતા માં રાષ્ટ્રીય ટોપ અને ગોળા નિર્માણ માં પ્રશાસનિક અધિકારી છે. અનિલ ની આ સફળતા થી પૂરો પરિવાર ખુબ જ ખુશ હતો.
યોગેશ પછી તેની બહેન ક્ષમા મિશ્રા એ આઇપીએસ ની પરીક્ષા પાસ કરી છે, જે હાલના સમયે કર્ણાટક માં પોસ્ટેડ છે. એના પછી અનિલ નું ત્રીજુ સંતાન માધવી મિશ્રા એ આઈએએસ ની પરીક્ષા પાસ કરી અને તે હાલના દિવસોમાં માં ઝારખંડ કૈડર ની આઈએએસ છે. હાલ તે કેન્દ્ર ના વિશેષ પ્રતિનિયુક્ત પર દિલ્લી માં કાર્યરત છે.

જયારે ચોથા નંબર પર લોકેશ મિશ્રા એ પણ આઈએએસ ની પરીક્ષા પાસ કરી છે, યોગેશ ને જયારે તેના પરિવાર ની આ સફળતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જે સમયે તે નોઈડા માં નોકરી કરી રહ્યા હતા તે સમયે તેની બંને બહેનો ક્ષમા-માધવી દિલ્લી માં આઈએએસ ની તૈયારી કરી રહી હતી. રક્ષાબંધ ના એક દિવસ પહેલા બંને ની પરીક્ષા નું પરિણામ આવવાનું હતું, જેને તે પાસ ન કરી શકી જેને લીધે તે ખુબ જ દુઃખી થઇ ગઈ હતી.પોતાની બહેન ને દુઃખી જોઈને તેનો ભાઈ યોગેશ તેની પાસે ગયો અને અને તેઓને હિંમત આપી અને સાથે જ યોગેશે પણ નક્કી કરી લીધું કે સૌથી પહેલા તે પોતે આઈએએસ બનીને દેખાડશે અને પછી તે પોતાના ભાઈ બહેનોને માગરદર્શન કરશે. પછી તેણે તૈયારી કરવાની શરૂ કરી દીધી અને આઈએએસ ની પરીક્ષા પાસ કરી લીધી. અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તેના ત્રણે ભાઈ-બહેન અધિકારી છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here