ચપટી ભર જીરુંના ચમત્કારિક ફાયદા જાણીને રહી જાશો હેરાન…માહિતી વાંચો

0

મોટાપો કોઈને પણ પસંદ નથી હોતો. છોકરો હોય કે છોકરી, વૃદ્ધ હોય કે યુવાન હર કોઈ ઇચ્છતું હોય છે કે તેઓ એકદમ ફિટ એન્ડ ફાઈન દેખાય. પણ દરેકની આ ઈચ્છા પુરી થઇ શક્તિ નથી.જીરું એક એવો મસાલો છે જેની ખુશ્બુ અને સુંગન્ધ બન્ને લાજવાબ હોય છે. તેનો ઉપીયોગ મોટાભાગે શાક બનાવતા સમયે વઘાર કે તડકા કરવાના સમયે કરવામાં આવે છે પણ તે સ્વાદ જ નહિ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.
આયુર્વેદ ચિકિત્સકના અનુસાર જીરુંના ઉપીયોગથી વજન પણ ઓછું કરી શકાય છે. જીરુંનું નિયમિત સેવન શરીરની પ્રક્રિયાને તેજ કરે છે. મોટાપો ઓછું કરવાની સાથે-સાથે જીરું ઘણા પ્રકારની બીમારિઓ માટે પણ લાભદાઇ છે.

કેવી રીતે કરવું જીરુંનું સેવન:

એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી જીરું રાતે પાણીમાં પલાળી મૂકી દો. સવારે તેને ઉકાળો અને ચા ની જેમ આ પાણીને પીઓ. બચેલું જીરું ખાઈ લો. તેનું રોજ સેવન કરવાથી શરીરની વધારાની ચરબી નીકળી જાશે પણ તે વાતને ધ્યાનમાં રાખો કે આ પાણીને પીધા પછી 1 કલાક સુધી કઈ જ ન ખાઓ. સેકેલી હિંગ, કાળું નિમક અને જીરૂને સમાન  ચૂરણ બનાવી લો. તેને 1 થી 3 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વાર દહીંની સાથે લેવાથી પણ મોટાપો ઓછો થઇ શકે છે. તેનાથી શરીરની વધારાની ચરબી નીકળી જાય છે સાથે જ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે અને લોહીનું ભ્રમણ પણ તેજીમાં થાય છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન:

જીરુંથી બનેલી આ દવાને લીધા પછી રાતે કોઈ અન્ય ખાદ્ય સામગ્રી ન ખાઓ. જો કોઈ વ્યક્તિ સિગરેટ પીવે છે કે, તમાકુ-ગુટખા કે માંસાહારી ભોજન ખાય છે તો તેઓને આ ચીજોને છોડવા પર જ આ દવાનો ફાયદો મળશે.સાંજે ભોજન કરવાના ઓછામાં ઓછા 2 કલાક પછી જીરાથી બનેલા ચૂરણનું સેવન કરો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!