ચાણક્ય નીતી : આ 6 પ્રકારના લોકો ક્યારેય ધનવાન નથી રહી શકતા, 11 વર્ષમાં તો થઈ જશે કંગાળ…

0

ચાણક્યની વાત કરીએ તો એવું કહેવાય છે કે જે તેની નીતિ પર ચાલે છે તેને જીવનમાં ક્યારેય તકલીફનો સામનો નથી કરવો પડતો. ચાણક્ય નીતિના કારણે જ એક ગામનો નાનકડો છોકરો આજે ચંદ્રગુપ્ત મોર્યના નામે ઓળખાય છે. તેમના કારણે જ મોર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ છે. નીતીઓના જાણકાર ચાણક્યએ એવા છ લોકો વિષે આજે વાત કરી છે કે જેમના પર ક્યારેય માતા લક્ષ્મીની કૃપા નથી થતી.

નથી મળતું માનસન્માન :

ચાણક્યએ જણાવ્યુ છે કે, જે લોકો ગંદા કપડાં પહેરે છે. અને તેમની આસપાસ સાફ સફાઈ નથી રાખતા આવા લોકો પર ક્યારેય મા લક્ષ્મી એમની કૃપા વરસાવતા નથી. તેમજ આવા લોકોને સમાજમાં પણ ક્યારેય માન સન્માન નથી મળતું.

ગરીબીનો કરવો પડે છે સામનો :

જે લોકો પોતાના દાંતની સફાઈ નથી રાખતા એ લોકોનો માતા લક્ષ્મી ત્યાગ કરે છે. ને એટ્લે જ એ લોકોને ગરીબીનો સામનો કરવો પડે છે. જે લોકો રોજ દાંતની સાફ સફાઈ કરે છે તેમના પર નિત્ય માતા લક્ષ્મીની કૃપા વરસતી જ રહે છે.

આવા વ્યક્તિનું સ્વાસ્થય હમેશા રહે છે ખરાબ :

એક શ્લોકમાં ચાણક્યએ કહ્યું છે કે જરૂરતથી વધારે જે જામે છે તેની પાસે ક્યારેય ધન ટકતું નથી ને તે વ્યક્તિ વધારે પડતાં ભોજનથી સ્વાસ્થયને ખરાબ કરે છે. કેના કારણે તે બીમાર જ રહે છે.

શત્રુથી ધેરાયેલ રહે છે આવો વ્યક્તિ :

ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાની વાણી પર સંયમ નથી રાખતો. આવો વ્યક્તિ વગર વિચાર્યે બધુ બોલયે જ જાય છે. તેનું સમાજમાં માન સન્માન નથી રહેતું. તેમજ આવા વ્યક્તિ સાથે લોકો બોલવાનું પણ ઓછું પસંદ કરશે ને તે વ્યક્તિ ચારે બાજુથી શત્રુઓથી ધેરાયેલ રહે છે.

થતું રહે છે નુકશાન :

જે વ્યક્તિ સવારે અને સાંજે સૂઈ રહે છે. તેનો માતા લક્ષ્મી ત્યાગ કરે છે. પછી ભલે ને તે ગમે તેટલો મોટો ભક્ત કેમ ન હોય, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ.

મૂળ સાથે નષ્ટ થઈ જાય છે ધન :

છલ કપટથી કમાયેલ કરોડોની સંપતિ કેમ ન હોય એ દસ વર્ષમાં જ નષ્ટ થઈ જશે. એક પાઇ પણ નહી રહે તમારી પાસે. માટે ધન મહેનત કમાવું જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here