ચન્દ્ર ગ્રહણ 2018: ગ્રહણ કાળમાં જરૂર કરો આ 5 કામ, થશે ખુબ જ ફાયદો….

0

27 જુલાઈ એટલે કે આજે ગુરુપૂર્ણિમા ના દિવસે સદીનું સૌથી લાંબુ ચન્દ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ રાતે 11 વાગીને 54 મિનિટ થી શરૂ થઇ જાશે જે 28 જુલાઈ સવારે 3.49 મિનિટ પર સમાપ્ત થઈ જાશે. ગ્રહણની કુલ અવધિ 3 કલાક 55 મિનિટ ની રહેશે. આવો તોં જાણીએ આ દરમિયાન શું કરવું જોઈએ જેનાથી તમને ફાયદો મળી શકે છે..1. મંત્ર નો જાપ કરો:
ગ્રહણ કાલ મંત્ર નો જાપ કરવા માટે સારો સમય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ કાલના સમયે મંત્રો નું જાપ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. આ દરમિયાન તમે ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો. આવું કરવાથી પણ રાશિ ના દોષોનું નિવારણ બની જાય છે, સાથે જ આ દરમિયાન તમે હનુમાન ચાલીસા અને હનુમાનજી ના મંત્રોચ્ચારણથી પણ વિશેષ લાભ મળી શકે છે.

2. યોગ ધ્યાન કરો:તમે ગ્રહણ કાલના સમયે મેડીટેસન અને યોગ સાધના કરી શકો છો.  આ દરમિયાન સાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

3. દાન કરો:જો કે ગ્રહણના સમયે બહાર નીકળવાની મનાઈ હોય છે, પણ આ દરમિયાન દાન આપવાનું પણ એક વિશેષ મહત્વ છે. તમે ગુરુ, બ્રહ્મણ કે કોઈ અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો. માન્યતા છે કે ગ્રહણના સમયે કે પછી દાન કરવાથી દરેક પરેશાનીઓને દૂર કરી શકાય છે.

4. અભ્યાસ શરૂ કરવા માટે સારો સમય:જો તમે તમારા બાળકને ભણાવા-ગણાવા, લખવા, ચિત્રકલા, સંગીત કે અન્ય કઈ પણ કલા શરૂ કરાવા માંગો છો તો તેના માટે આ સારો સમય છે. તમે તેની શરૂઆત ગ્રહણના કાળમાં કરી શકો છો.

5. મૌન વ્રત કરો:ગ્રહણ કાળમાં ફાલતુ વાર્તાલાપ કરવો ન જોઈએ. કોશિશ કરો કે આ સમયે મૌન સાધના કરી શકાય. ગ્રહણ કાળના દમિયના મૌન વ્રત કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here