7 પ્રકારની ગંભીર બીમારી દૂર કરે છે કાબુલી ચણા , બસ એને ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ …જાણો સાચી રીત

0

તમે શેકેલાં ચણા તો ખાધા જ હશે. જો તમે ખાલી ટેસ્ટ માટે ક્યારેક જ શેકેલાં ચણા ખાતા હોય તો હવેથી કાયમ ખાવાનાં શરૂ કરી દો. કેમકે, શેકેલાં ચણા શરીર માટે ખૂબ જ ફાયદા કારક છે. એવું પણ બની શકે કે, ચણા ખાવાથી થતાં ફાયદાઓ વિશે આપ અજાણ હોય. ધ્યાન રાખો બજારમાં ચણા બે પ્રકારનાં મળે છે. એક ફોતરાવાળાં ને બીજા ફોતરાં વગરનાં.   શેકેલાં ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, અને ભરપૂર માત્રમાં વિટામીન જોવાં મળે છે.  શેકેલાં ચણા ખાવાથી થતાં ફાયદાઓ વાંચીને તમને એમ તો જરૂર થશે કે વ્યક્તિએ રોજનાં કેટલાં પ્રમાણમાં ને કેવી રીતે ચણા ખાવા જોઈએ.  એક સ્વસ્થ વ્યક્તિ દીઠ રોજ 50 થી 60 ગ્રામ ચણાનું સેવન કરવું જોઈએ.આટલાં ચણા વ્યક્તિની હેલ્થ માટે ઘણાં ફાયદાકારક છે.

વધે છે રોગપ્રતિકારક શક્તિ :

રોજ સવારે નાસ્તામાં અથવા બપોરે જમ્યા પહેલાં 50 ગ્રામ શેકેલાં ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થવાથી તમે કેટલીય બીમારીમાંથી બચી શકશો.  સાથે સાથે મોસમ બદલવાથી થતી બીમારીઓથી અને એની તકલીફોમાંથી પણ છૂટકારો મેળવી શકશો .

વજન ઓછું કરે :

જો તમારાં પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ મોટાપાનાં કારણે પરેશાન છે. તો, એમનાં માટે શેકેલા ચણા ખૂબ જ ફાયદાકારક છે. રોજ શેકેલાં ચણા ખાવાથી  એમની મોટાપાની સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે. આના રોજનાં સેવનથી મોટાભાગની ચરબી ઓગળવા લાગે છે.

પેશાબને લગતા રોગોમાથી મુક્તિ :

શેકેલાં ચણાનાં સેવનથી પેશાબને લગતી બીમારીમાંથી તમે આરામથી છૂટકારો મેળવી શકો છો. જેમને વારે વારે પેશાબ કરવાં જવું પડે છે. એવા લોકો જો ગોળ સાથે શેકેલાં ચણાનું સેવન નિયમિત કરે તો એમને થોડાં જ जिદિવસોમાં એમને આ તકલીફમાંથી રાહત મળશે.

નંપુસકતા દૂર કરે :

શેકેલાં ચણાને દૂધ સાથે લેવાથી વીર્ય ગાઢ અને ઘાટું બને છે. જો કોઈ પુરુષનું વીર્ય એકદમ પાતળું હોય તો રોજ  ચણા ખાવાથી વીર્ય ઘટ્ટ થશે. શેકેલાં ચણાને મધ સાથે લેવાથી નંપુસકતા દૂર થાય છે અને એનાં પૌરૂષતત્વમાં વૃદ્ધિ થાય છે. શેકેલાં ચણા ખાવાથી  કોઢ પણ મટી શકે છે.

કફ દર્દમાં રાહત :

જે લોકોને કફની સમસ્યા છે. એ લોકોને ચણા ખાવાથી થોડો આરામ રહે છે. કફ એ શરીરની કેટલીય બિમારીનું કારણ બની શકે છે. જો શરીરમાં કફની તકલીફ રહે તો વ્યક્તિ દિવસભર આળસનો જ અનુભવ કરશે ને પરેશાન જ રહ્યાં કરે છે.

પાચન શક્તિમાં વધારો :

ચણા ખાવાથી પાચન શક્તિ તો વધે જ છે. સાથે સાથે દિમાગ શક્તિમાં પણ વધારો જોવાં મળે છે. ચણા ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરામાં ચમક આવે છે. સાથે સાથે હિમોગ્લોબિનની માત્રમાં પણ વધારો કરે છે. કિડનીને પણ સાફ રાખવાનું કામ કરે છે.

ડાયાબિટિશ રોગમાટે છે લાભદાયક :

भुશેકેલાં ચણા ખાવાથી ડાયાબિટિશમાં ખૂબ લાભ થાય છે. શેકેલાં ચણા શરીરમાં જમા થતા ગ્લુકોઝને સોષી લે છે. જેનાથી વ્યક્તિનું ડાયાબિટિશ કંટ્રોલમાં રહેતું હોય છે.  ડાયાબિટિશનાં રોગીઓ જો શેકેલાં રાત્રે સુતી વખતે ચાવી ચાવીને ખાઈને પછી ઉપર થોડું હુંફાળું ગરમ દૂધ પીવે તો એમને ડાયાબિટિશમાં તો રાહત રહેશે સાથે સાથે શ્વાસ નળી સાથે જોડાયેલ રોગોમાં પણ આરામ મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.