હનુમાન ચાલીસાની આ 5 ગુપ્ત ચોપાઈઓ, જેના માત્ર જાપ કરવાથી જ થશે ધનનો વરસાદ….

0

હનુમાનજી એક જ એવા દેવ છે. જે તૃદેવ અને ત્રીદેવીઓમાં લગભગ સૌ કોઈને પ્રિય છે. બધા જ નવગ્રહના પણ આશીર્વાદ એમને મળેલા છે. તેથી હનુમાન જીના ભક્તો લગભગ દરેક મુશ્કેલીમાથી મુક્ત રહે છે. હનુમાન ચાલીસાની કેટલીક ચમત્કારિક ચોપાઈ તમને બધા અને જીવનમાં આવતા અવરોધો તેમજ પૈસાની તકલીફથી દૂર કરવામાં મદદ કરે છે. તો આવો જાણીએ એ ચત્કારિક ચોપાઈના ઉયાયો વિષે.

એવું માનવામાં આવે છે કે જીવનની આવતી દરેક મુશ્કેલી એ તમારી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાનું પરિણામ છે. હનુમાનજીનું ધ્યાન ફક્ત નકારાત્મક ઊર્જાનો જ નાશ નથી કરતી પણ તમારા આસપાસ હકારાત્મક ઊર્જાનાઆવવાના દ્વાર પણ ખોલે છે.
તે તમારા જીવનમાં આવતા અવરોધોને દૂર કરીને પ્રગતિનો માર્ગ ખોલે છે. આ રીતે, આખા હનુમાન ચાલીસનો પાઠ કરવાથી જ તમે બધા જ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મેળવી શકો છો. તો પણ આ પાંચ ચોપાઈ વધારે ચમત્કારિક છે.
“ભૂત પિશાચ નિકટ નહી આવૈ, મહાબીર જબ નામ સુનાવૈ”
રોજ સવારે સૂર્યોદય ના સમયે અને સાંજે સૂર્યાસ્ત સમયે આ ચોપાઈના 108 વખત જાપ કરવા. આ તમને બધા પ્રકારના ડરથી મુક્ત કરે છે અને તમને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે. જેથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો.
“નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા ” મોટી અથવા લાંબા સમયથી ચાલતી બીમારીથી છૂટકારો મેળવવાનો આ ચોપાઈ રામબાણ ઉપાય છે. એ ઉપરાંત કામમાં આવનારા બિનજરૂરી અવરોધોને પણ રોકી રાખે છે ને કામને સફળ કરવામાં સહાય કરે છે. કોઈપણ ધંધા અથવા નોકરીમાં ધીરે ધીરે સફળતાના દ્વાર ખૂલી જાય છે. ધીરે ધીરે તમે સુખી સંપન્ન થવા લાગશો.
થોડા દિવસોમાં, તમે જોશો કે દરેક કાર્ય કોઈપણ મુશ્કેલી વિના થઈ રહ્યું છે અને જે લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે તે પણ સરળતાથી પૂર્ણ કરી શક્યા છો. સંપત્તિના ની કામના થી લઈને કોઈ બીજી વિશેષ આશાસાથે તમે જાપ કરો, જરૂર પૂર્ણ થશે.
“વિધ્યા બાણ ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર ” વિધ્યા , જ્ઞાન અને બુદ્ધિના સંચારને પામવો એ સંભવ નથી. એવામાં જો વ્યક્તિ જ ગરીબી અને ઉપેક્ષા શિકાર બને છે. વિધ્યા પ્રાપ્તિ માટે સવારમાં સ્નાન કર્યા પછી 108 વખત આ ચોપાઈનો જાપ કરો.
ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કા કાજ સંવેરે” નું રોજ જાપ કરવાથી વ્યક્તિના બગડેલા કામ સુધરે છે. અને સાથે સાથે કોઈપણ કામમાં રૂકાવટ નથી આવતી. વ્યાપારમાં અડચણ કે મુશ્કેલી હોય તો સવારે વહેલા ઉઠી રોજ 108 વાર જાપ કરવા.
જો હનુમાન જી પ્રસન્ન થઈ જાય, તો વ્યક્તિને કોઈ સમસ્યા અથવા જીવનમાં કોઈ જ ખામી રહેતી નથી. હનુમાનજીના પાઠની સાથે સાથે પ્રભુ રામનું સ્મરણ અને વાંદરાઓને ગોળ ચણા ખવડાવવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત જો શક્ય હોય તો, મંગળવાર અને શનિવારે હનુમાનજીનું વ્રત કરવું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here