ચાલો માહિષ્મતિમાં મારીએ એક લટાર, બહુબલીનો મહેલ કરોડોના ખર્ચ તૈયાર થયો છે..

રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મ ‘બાહુબલી’ના માહિષ્મતિ સામ્રાજ્ય સિવાય અન્ય સેટ હવે ટૂરિસ્ટ્સ માટે ઓપન કરવામાં આવ્યા છે. ‘બાહુબલી’માં માહિષ્મતિનો સેટ 35 કરોડના ખર્ચે તૈયાર થયો હતો.

 

500 લોકોએ 50 દિવસમાં તૈયાર કર્યો હતો સેટઃ

ફિલ્મના ફર્સ્ટ પાર્ટમાં માહિષ્મતિ કિંગડમનો સેટ તૈયાર કરતાં 28 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. સિક્વલમાં નવા એલિમેન્ટ્સ ઉમેરાયા હતાં. આ સિવાય અન્ય એક રાજ્ય પણ બનાવવામાં આવ્યું હતું. જેની પાછળ 35 કરોડનો થર્ચ થયો હતો. આ સેટ 500 લોકોએ 50 દિવસમાં તૈયાર કર્યો હતો.

 

રોજના 10થી 15 હજાર ટૂરિસ્ટ લે છે મુલાકાત : દિવાળીની રજાઓમાં રામોજી ફિલ્મ સિટીને ખાસ રીતે સજાવવામાં આવશે. હાલમાં અત્યારે 10થી 15 હજાર ટૂરિસ્ટ આવે છે.

2000 એકરમાં ફેલાયેલી છે ફિલ્મસિટીઃ


રામોજી ફિલ્મસિટીના વાઈસ પ્રેસિડન્ટ એવી રાવે કહ્યું હતું કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ રામોજી ફિલ્મસિટી 2000 એકરમાં ફેલાયેલી છે. અહીંયા અત્યારસુધી 2500 ફિલ્મ્સનું શૂટિંગ થયું છે. ‘બાહુબલી’, ‘ડર્ટી પિક્ચર,’ ચેન્નાઈ એક્સપ્રેસ’ સહિતની ફિલ્મ્સનું અહીંયા શૂટિંગ થયું છે.

500થી વધુ સેટઃ

 

રામોજીમાં 500થી વધુ સેટ લોકેશન છે. વર્ષમાં અંદાજે 200 ફિલ્મ્સનું શૂટિંગ થાય છે. અનેક ગાર્ડન, 50થી વધુ સ્ટુડિયો ફ્લોર, ઓર્થરાઈઝ્ડ સેટ્સ, ડિજીટલ ફિલ્મ બનાવવાની ફેસિલિટી, આઉટડોર લોકેશન, હાઈ ટેકનોલોજી લેબ પણ આવેલી છે. આ સિવાય કોસ્ચ્યુમ ડિઝાઈન લોકેશન, મેક-અપ, સેટ-નિર્માણ, તૈયાર સાજ-સજ્જા, ફિલ્મ બનાવવાના ઈક્વિપ્મેન્ટ્સ, ઓડિયો પ્રોડક્શન, ડિજીટલ પોસ્ટ પ્રોડક્શન તથા ફિલ્મ પ્રોસેસિંગની ફેસિલિટી પણ છે. રામોજીમાં એક સાથે 20 વિદેશી તથા 40 ઈન્ડિયન ફિલ્મ્સનું શૂટિંગ શક્ય છે.

રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીઃ

રામોજી ફિલ્મસિટીમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, મંદિર, મહેલ, પોશ કોલોની, શહેર, ગામ, જંગલ, સમુદ્ર, નદી, બજાર, હોસ્પિટલ, કોર્ટ, ચર્ચ, ગુરૂદ્વારા, મસ્જીદ, સેન્ટ્રલ જેલ, રમતનું મેદાન તમામ છે.

Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!