દુનિયાના 5 એવા દેશ જે તમે ચાલીને પણ કલાકોમાં ફરી શકો છો આખો દેશ ! જાણવા જેવું કઈંક નવું વાંચો

0

વિશ્વમાં ઘણા દેશો ખૂબ જ મોટા છે. જેમકે ભારત, ચીન, રશિયા વગેરે જેનું ક્ષેત્રફળ વિસ્તારની દૃષ્ટિએ ખૂબ વિશાળ છે અને ઘણા દેશો નાના પણ છે. જો મોટા દેશો વિશે વાત કરવામાં આવે તો ભારતના એક ખૂણાથી બીજા ખૂણે જવું હોય તો, તમારે મુસાફરી કરવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપવું પડશે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે કેટલાક એવા પણ નાના દેશો જે માત્ર થોડી કલાકોમાં તો આખો દેશ ફરીને જોઈ શકશો ને એ પણ ચાલતા ચાલતા જ.

તો ચાલો આજે વિશ્વના 5 સૌથી નાના દેશો વિશે જાણીએ, જ્યાં હજારો લખો ટુરિસ્ટો દર વર્ષે ફરવા આવે છે, તેમ છતાં આ નાના દેશોનું સ્થાન ટુરિસ્ટ પેલેસ તરીકે ઘણું મોટું છે વિશ્વમાં

1. વેકટિન સીટી :

આ દેશ વિશ્વમાં સૌથી નાનો દેશ છે. તેનો સંપૂર્ણ વિસ્તાર 2 કિલોમીટરથી પણ ઓછો છે અને આખા દેશમાં લોકો પગે ચાલીને જ ફરી શકે છે. આ દેશમા આસ્થા અને વિશ્વાસનું ખાસ મહત્વ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ દેશમાં ફરવા માટે આવે છે. આ દેશમા ઘણા ઐતિહાસિક ચર્ચો આવેલા છે. જેના કારણે તે પૂરા વિશ્વમાં જાણીતો દેશ બન્યો છે. .

2. મોનાકો :

દેશનો બીજા નંબરનો સૌથી નાનો દેશ એટ્લે મોનાકો. જે ફ્રાન્સ દેશની સરહદ પર ફક્ત 2.02 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં આવેલો છે. આ દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને પ્રવાસીઓ અહીં મોજ મસ્તી કરવા માટે જ આવે છે. પર્યટન જ આ દેશની આવકનો મુખ્ય સ્રોત છે.

3. નૌરું :

ફક્ત 21 ચોરસ કિલોમીટર ફેલાયેલ આ દેશ વિશ્વમાં સૌથી નાનો ટાપુ દેશ છે.

4. તવલ :

આ દેશમાં 3 અલગ અલગ ટાપુઓ છે અને આખો દેશ 26 ચોરસ કિલોમીટરમાં જ ફેલાયો છે આ ત્રણેય ટાપુઓ પર પ્રવાસીઓ ચાલીને જ ફરી શકે છે.

5. સૈન મરીનો :

સેન મેરિનો દેશ ઇટાલીમાં બરોબાર મધ્યમાં જ વસેલો છે અને તેનું ક્ષેત્રફળ 61 ચોરસ કિલોમીટર છે. તેને વિશ્વનો સૌથી જૂનો દેશ કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!