જાણો, ચક દે ! ઇન્ડિયાની બહાદૂર સેના આજકાલ ક્યાં છે અને શું કરી રહી છે …વાંચો આર્ટિકલ

0

શાહરુખ ખાન ને બૉલીવુડ નો બાદશાહ , કિંગખાન ,કિંગ ઓફ રોમાન્સ અને ખબર નહીં શું શું કહેવા માં આવે છે. જો કે હમણાં હાલત સારી નથી ચાલી રહી અને ફિલ્મો પણ. પણ જે માણસ ને આટલી બધી પદવીઓ મળી છે એમને કંઈક તો કર્યું હશે ને. ચક દે ઇન્ડિયા , શાહરુખ ખાન ની એ સમય ની સૌથી વધુ કમાવવા વાળી ફિલ્મ હતી અને એ ફિલ્મ નો 17 મિનિટ વાળો ડાયલોગ ખૂબ ફેમસ થયો છે

એ સીન સમયે શાહરુખ ખાન

આ ફિલ્મ વિસે કેહવા માં આવે છે કે આ ફિલ્મ પેહલા સલમાન ખાન ને ઓફર થઈ હતી પણ એમને કોઈ કારણો સર ફિલ્મ ન કરી અને શાહરુખ એ બાજી મારી લીધી. અને હા બાજીગર પણ પેહલા સલમાન ને ઓફર થઈ હતી પણ એ સમય એ સલમાન ની બેડ બોય ની ઇમેજ હોવા ને કારણે એને એ ફિલ્મ ન કરવા નું વિચાર્યું પછી એમણે એક ઇન્ટરવ્યૂ માં કબૂલ્યું કે એમને એ ફિલ્મ ન કરવા નો અફસોસ છે.

ચાલો શાહરુખ સલમાન ઘણું થઈ ગયું હવે મુદ્દા ની વાત કરીએ.11 વર્ષ પહેલાં 2007 માં શાહરુખ ખાન એ ચક દે ઇન્ડિયા રિલીઝ થઈ હતી . આ ફિલ્મ માં શાહરુખ સિવાય બીજી 16 નવી છોકરીઓ હતી. એ ફિલ્મ માં હોકી પ્લેયર બનેલ છોકરીઓ ને ખૂબ પસંદ કરવા માં આવી હતી. તો ચાલો જાણીએ કબીર ખાન ની ટિમ ની એ છોકરીઓ ક્યાં છે અને શું કરે છે ?

કોમલ ચૌટાલા ની લક અને ફેશન તો જોઈ જ હશે.

શરૂઆત કરીએ સૌથી ચુલબુલી અને કડક હરિયાણા પ્લેયર કોમલ. એનું સાચું નામ છે ચિત્રશી રાવત. ચક દે ના એક્સપિરિયન્સ વિસે તે કહે છે એ ફિલ્મ એ લાઈફ ને લઈ એનો નજરીયો બદલી નાખ્યો.

ફિલ્મના એક સીનમાં ચિત્રાશી

જે ઇન્ડસ્ટ્રીને દૂર થી જોતી હતી ત્યાં ના લોકો એને જાણવા લાગ્યા ,ઈજ્જત આપવા લાગ્યા. એ કોઈ સામાન્ય છોકરી માટે ખૂબ મોટી વાત છે. એ ફિલ્મ પછી એને ઘણી ફિલ્મો ની ઓફર આવી.

લકમાં છોકરીનો લુક તો જુઓ.

પાછલા થોડાક વર્ષોમાં એ થિયેટર સાથે જોડાઈ ગઈ છે કેટલાય નાટકો અને ટીવી શો કરે છે તે. હાલ માં શંકર જય કિશન નામ એક ટીવી શો માં લીડ રોલ કરતા દેખાઈ હતી.

પ્રીતિ સબરવાલ તો વિદેશ જવા ની હતી.

.હવે વાત કરીએ મારી ફેવરેટ પ્રીતિ સબરવાલ ઉર્ફ સાગરિકા ઘાટગે . આ ફિલ્મ એમને બિલકુલ પ્લેન નહતી કરી. એમનો પ્લેન તો કોલેજ બાદ અબ્રોડ જઈ ને ભણવા નો હતો. પણ આ ફિલ્મ વચ્ચે આવી ગઈ અને તેમને કરી લીધી.

ચક દે ના એક સીનમાં સાગરિકા

સાગરિકા એ ચક દે પછી ઘણી ફિલ્મો કરી જેવી કે ફોક્સ અને ઇમરાન હાશ્મી સ્ટાર્ટર રશ. અને અરશદ વારસી અને નસીરુદ્દીન શાહ ની ફિલ્મ ઈરાદા માં પણ નજર આવી હતી.

ફિલ્મ ઈરાદા ના પોસ્ટરમાં સાગરિકા

એના સિવાય એ ટીવી શો ખતરો કે ખિલાડી ના છઠ્ઠા સિઝન માં જોવા માં આવી હતી. એમને ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કરી લીધા છે. સાગરિકા અને ઝહીરના લગ્ન એ ખૂબ ખુશ કર્યા. સિવિલ સર્વિસીઝ માં જતા જતા બલવીર મૂવીઝ માં આવી ગઈ.

ચક દે ની વાત હોય અને હઠ્ઠી કાઠ્ઠી અને મૂંહફ્ટ પંજાબી છોકરીઓ ને યાદ કેમ ન આવે. બલવીર સાચા જીવન માં પણ પંજાબી જ છે અને એનું નામ તાન્યા અબરોલ છે. તાન્યા નું કહેવું છે કે ચકદે ને કારણે જ આજે એ મુંબઇ માં છે નહીં તો એમને સિવિલ સર્વિસ માં જવા માંગતી હતી. પણ ગ્રેજ્યુએશન માં જ એમને આ ફિલ્મ મળી ગઈ જેના પછી એ પાછી ન ગઈ. થોડા જ દિવસો માં તાન્યા એક ટીવી શો માં નજર આવશે તાન્યા અબરોલ

બિંદીયા એ તો બી.એ પાસ પણ કરી લીધી.

બિંદીયા નું કેરેકટર તો તમને યાદ જ હશે ને , એની પર્ફોમન્સ ના ખૂબ વખાણ થયા હતા. એનું સાચું નામ છે શિલ્પા શુક્લા. એમની ફિલ્મ બી.એ પાસ માં પણ એના ઘણા વખાણ થયા હતા. એને થિયેટર નો પણ ઘણો શોખ છે એટલે એમને મશહૂર નાટક લેખક મહેશ દત્તાની નું આસિસ્ટન્ટ નું કામ શરૂ કરી દીધું. એમને પોતાનો એક પ્લે પણ લખ્યો છે. એમને છત્તીસગઢી નામ નું એક હિન્દી નાટક પણ લખ્યું છે.

ફિલ્મ બી.એ પાસના એક સીનમાં શિલ્પા શુક્લા

અનૈથા એ બધાના વાળ પોતા જેવા કરી દેવા છે.

અરે સાચું કહીએ છીએ ભાઈ , અનૈથા કહો કે આલિયા બોસ જે પણ કહો એ પણ છોકરી એ ઘણું સારું કામ કર્યું છે. જ્યાં સુધી મન હતું ત્યાં સુધી ફિલ્મો કરી ,ચક દે , વેલ ડન અબ્બા , દમ મારો દમ વગેરે ,પણ જ્યારે ફિલ્મો થી મન ભરાય ગયું તો હવે પાછલા 6 વર્ષો થી હોંગકોંગ માં ફૂલ ટાઈમ હેયર ડ્રેસર નું કામ કરે છે. એક દમ હાઇ કલાસ હેયર ડ્રેસર. અને એની સાડા ત્રણ વર્ષ ની દીકરી પણ છે

લાગી રહી છે મમ્મી ટાઈપ…?

વિદ્યા ધ્યાન ધરવા નું નહીં ખેંચવા નું કામ કરે છે.

હવે લાસ્ટ, ગોલકીપર વિદ્યા જ એનું ઓરીજનલ નેમ છે. મેચ ના અંત માં કબીર ખાન સાથે થયેલ આંખ ની વાતચીત ને કોણ ભૂલી શકે. એમને જ મેચ જીતવ્યો હતો. પાછલા વર્ષો માં એમને વધુ કામ નથી કર્યું બસ 2-3 શોર્ટ ફિલ્મો કરી હતી એના સિવાય યોગા કલાસ અને દુનિયા ભર માં એક્ટિંગ વર્કશોપ ચલાવે છે. હાલ માં જ એમને એક મોટો પ્રોજેકટ સાઈન કર્યો છે જેના વિસે આવતા દિવસો માં એ જણાવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here