ટપુડો આ કારણથી નહીં મનાવી શકે રક્ષાબંધનનો તહેવાર – જાણો આર્ટીકલ વાંચીને

0

મુંબઈઃ ‘તારક મહેતા…’નો જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરી શકશે નહીં. ભવ્યને રક્ષાબંધનનો તહેવાર ઘણો જ પસંદ છે. જોકે, આ વખતે ભવ્ય મુંબઈમાં ના હોવાથી આ તહેવાર સેલિબ્રેટ કરી શકશે નહીં.

નવ બહેન વચ્ચે એક માત્ર બહેનઃ
ભવ્ય ગાંધી સહિત નવ કઝિન્સ વચ્ચે એક બહેન છે. તેઓ દર વર્ષે બહેનના ઘરે જઈને રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરે છે. આ અંગે ભવ્યે કહ્યું હતું કે તેઓ દર વર્ષે બહેનના ઘરે જઈને રાખડી બંધાવે છે. એક બહેન બધા ભાઈઓના ઘરે જઈ શકે નહીં.

બહેનને નથી આપતો ગિફ્ટઃ
ભવ્યે વધુમાં કહ્યું હતું કે તે ક્યારેય બહેનને ગિફ્ટ આપતો નથી. કારણ કે તેની બહેન પૈસા માંગતી હોય છે. તેથી જ તેઓ બધા ભાઈઓ ત્રણ-ત્રણ હજાર રૂપિયા ભેગા કરીને એક કવર બનાવીને બહેનને ગિફ્ટ કરે છે.

આ વખતે આવશે બહેનની યાદઃ
આ વખતે ભવ્ય ગાંધી પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ના પ્રમોશન અર્થે અમદાવાદમાં આવવાનો છે. તેની સાથે ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા, પ્રોડ્યુસર તથા કો-સ્ટાર્સ પણ અમદાવાદ આવશે. અમદાવાદથી પરત આવ્યા બાદ ભવ્ય બહેનના ઘરે જઈને રાખડી બંધાવશે.

 

 

 

 

 

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here