ચહેરાની સ્કીન ચમકશે અને થશે હાડકા મજબુત, સુકી કાળી દ્રાક્ષ કરશે અનેક સમસ્યાનું સમાધાન, વાંચો ફાયદાકારક માહિતી

0

કાળી કિસમીસ ખાવાથી કોઇ દિવસ બીમાર ના પડો. ડૉકટર ને ફ્રી ભરવા થી સારું આપણા શરીર ને બીમાર જ ન થવા દઇએ. કાળી કિસમીસ મા ભરપુર માત્રા મા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે થી રોગ પ્રતિકાર શક્તિ વધે છે, જેને કારણે આપણા શરીર મા બહાર થી પ્રવેશતા કિટાણુ સામે લડી શકાય.

કાલી કિસમીસ ના થોડા સ્વાસ્થ્ય વર્ધક ફાયદા

કાળી કિસમીસ મા પોલીફેનોલ્સ, એંન્ટીઓક્સીડેંન્ટ આ તત્વ ઘણી માત્રા મા હોય છે. આ તત્વ આપણા શરીર મા હ્રદય, મસ્તિષ્ક, યુરીન અને કિડની ની બિમારી થી બચાવે છે. આ કિસમીસ આપણી રોગ પ્રતીકાર શક્તિ વઘારે છે અને શરીર બિમાર થવા પહેલા જ રોકી દે છે. કાલી કિસમીસ થી શરીર ની બધી થકાવટ દુર થઇ જાય છે. કિસમીસ મા ફાઇબર ઘણી વઘારે માત્રા મા હોય છે, જે પાચનક્રિયા મા મદદ રૂપ થાય છે. કિસમીસ મા એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે, જે લીધે મોઢા મા આવતી દૂર્ગંધ ને દૂર કરે છે. કિસમીસ મા ઉચ્ચ માત્રા મા કેલ્શિયમ અને ન્યુટ્રઅન્ટ હોય છે, જે હાડકા ને મજબુત બનાવે છે. કિસમીસ મા આયર્ન ની માત્રા ઘણી વધારે હોય છે, જે પલાળી ને ખાવાથી લોહી વધે છે. કાળી કિસમીસ મા ગ્લુકોઝ ની માત્રા હોવાથી શરીર ને સ્ફૂર્તિ ભર્યુ રાખે અને પ્રમાણ મા સેવન કરવાથી શરીર નુ વજન વધે છે. રોજ નિયમીત માત્રા મા જો કાળી કિસમીસ લેવામા આવે તો પુરા શરીર ને સ્વસ્થ રાખવા ની શક્તિ મળે છે. કિસમીસ મા આવા અનેક તત્વ અને ફાયદા ઓ છે

કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ મા રાખવા માટે કિસમીસ

આજ કાલ નુ જીવન એવી રીત નુ છે કે શારીરીક શ્રમ ઓછો અને માનસીક શ્રમ વધારે કરવો પડે છે જેને લીધે કોલેસ્ટ્રોલ ની સમસ્યા થવી એક આમ બાબત બની ગઈ છે. આ સમસ્યા મા કિસમીસ કે ખાસ કરીને કાળી કિસમીસ વધારે ઉપયોગી થાય છે. કાળી કિસમીસ માં એવા ઘણા બધા ગુણ છે જે શરીર મા વધતા કોલેસ્ટ્રોલ ને રોકી શકે.

શરીર મા લોહી ની ઉણપ મા કાલી કિસમીસ ના ફાયદા

શરીર મા લોહી ની ઉણપ જ્યારે જોવા મળે છે, જે આયર્ન ની ઓછી માત્રા ને લીધે થાય છે. એટલા માટે આપણે એવો ખોરાક લેવો પડે કે જેમા આયર્ન ની માત્રા વધારે હોય સાથે સાથે બીજા પોષક તત્વો હોય, જે આપણા શરીર મા લોહી ની માત્રા વધારે. કાળી કિસમીસ મા આયરન ની માત્રા ભરપુર પ્રમાણ મા હોય છે, જે શરીર મા નવુ લોહી બનાવે છે. જો તમે લોહી ની ઉણપ થી પરેશાન હોવ તો કાળી કિસમીસ ને તમારા રોજીંદા ખોરાક મા અવશ્ય સમાવિષ્ટ કરો.

રક્તચાપ કે હાઈ બ્લડપ્રેશર મા કાળી કિસમીસ ના ફાયદા

જે લોકો ને બ્લડપ્રેશર ની બીમારી છે તેના માટે કિસમીસ એક ફાયદા કારક ખોરાક છે. જો તમે સવારે કિસમીસ નુ સેવન કરશો કે એને પાણી મા પલાળી ને ખાશો તો બ્લડપ્રેશર થી પીડાતા લોકો માટે આ ઉપચાર અવશ્ય ફાયદો કરાવશે. કારણ કે કાળી કિસમીસ મા રહેલા પોટેશીયમ અને મીનરલ રક્ત મા રહેલા સોડીયમ ની માત્રા ને નિયંત્રણ કરે છે. જેથી બ્લડપ્રેશર વધવા ની શક્યતા ઓછી થઈ જાય છે.

ત્વચા માટે કિસમીસ ના ફાયદા

કાલી કિસમીસ મા ભરપુર માત્રા મા એંન્ટી ઓક્સીડન્ટ હોવા થી જો રોજ એનુ સેવન કરી શકાય તો આ આપણી ત્વચા ને નવી ઉર્જા આપે છે. જેથી ત્વચા પર કાળાશ, સુખી ત્વચા, કરચલી જેવી સમસ્યા ઓછી થઈ જાય છે. સાથે સાથે તમે ઈચ્છો તો કિસમીસ ની પેસ્ટ બનાવી ને પણ તમારી ત્વચા ઉપર લગાળી શકો છો. જેના થી ચહેરા ને એક સારો ટોન્ટ મળે છે. રોજીંદા આહાર મા કાળી કિસમીસ લેવા થી ત્વચા ની સુંદરતા તો વધે જ છે સાથે તમારા ચહેરા ની ચમક પણ વધે છે.

હાડકા ને મજબુત કરવા માટે કિસમીસ

કાળી કિસમીસ રોજ લેવાથી ખાસ કરી ને બદામ સાથે લેવાથી હાડકા માટે ખુબ ફાયદા કારક સાબીત થાય છે. કાળી કિસમીસ મા સારી માત્રા મા ફાઈબર હોવા થી હાડકા માટે લાભકારી છે. આ ને સાચી માત્રા મા લેવાથી ઓસ્ટીપોરોસિસ જેવી હાડકા ની બીમારી થવા ની સંભાવના ઓછી થઈ જાય છે. સાથે સાથે કિસમીસ મા વિટામીન સી, કેલ્શિયમ હોય છે, જે હાડકા ને મજબુત કરે છે.
આ સીવાય પણ કિસમીસ ના ઘણા આરોગ્ય વર્ધક ફાયદા છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here