આ કારણે કપડાં કાઢી રોડ વચ્ચે ટોપલેસ થઈને બેસી ગઈ આ અભિનેત્રી, જાણો વિગતો શું છે મામલો? દંગ રહી જશો

0

ફિલ્મોની રંગીન દુનિયામાં જવા માટે હર કોઈ ઇચ્છતું હોય છે. અને એ પણ કેમ નહિ..અઢળક પૈસાની સાથે-સાથે દેશભરમાં વિખ્યાતનામ મળે છે.હવે તમે જ જોઈ લો જ્યારે કોઈ એઈરપોર્ટ કે અન્ય જગ્યા પર જ્યારે કોઈ સેલીબ્રીટી જોવા મળે તો તેઓના ફેંસની ભીડ સેલ્ફી લેવા માટે ઉમટી પડતી હોય છે.પોતાના ફેંસનો આવો પ્રેમ કોણ ન ઇચ્છતું હોય. પણ આ રંગીન દુનિયાની પાછળ એક અંધકાર પણ છુપાયેલો હોય છે જે લોકોના નજરમાં નથી આવતો. દરેક સેલીબ્રીટી પોતાના મુકામ સુધી ઘણી એવી પરીસ્થીઓનો સામનો કરીને પહોંચ્યા હોય છે. પછી તે હોલીવુડ હોય, બોલીવુડ કે પછી સાઉથ ઇન્ડસ્ટ્રી હોય.

તમે તો જાણતા જ હશો કે આજ-કાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવર-નવાર કોઈ એક્ટ્રેસના ટ્રોલ થવાની કે કાસ્ટિંગ કાઉચનો શિકાર થવાની ખબરો આવતી રહે છે. અને આજ આ બાબત જાણે કે સામાન્ય બની ગઈ છે. કાસ્ટિંગ કાઉચની વાત કરીએ તો તેમાં બોલીવુડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાઈ બચ્ચન, જૈક્લીન ફર્નાડીઝ જેવી અભિનેત્રીઓ પણ તેની જપેટમાં આવી ગઈ છે. હાલ માં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અદાકારા પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. અને તેના વિરોધ કરવાની સાથે કઈક આવી હરકત કરી હતી. જણાવી દઈએ કે સાઉથ એક્ટ્રેસ ‘શ્રી રેડ્ડી’ અન્યની જેમ પોતાની કામિયાબી તેને સ્ટ્રગલ કરીને જ મળી હતી. શ્રી રેડ્ડીએ કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર અને સાથે જ ઇન્ડસ્ટ્રીમાં થતા જાતીય શોષણના મુદ્દા પર ચોંકાવનારું પગલું ભર્યું હતું. તેમણે આ બાબત પર મૌન સાધવાનો અને ટોપલેસ થઈને રોડ પર બેસી રહેવાની યોજના બનાવી.

શ્રી રેડ્ડી એ હેદ્રાબાદમાં શોષણના વિરોધમાં હૈદરાબાદ સ્થિત ફિલ્મ ચેમ્બર ઓફિસ બહાર સડક પર ટોપલેસ થઈને ધરણા યોજ્યા. આ વિસ્તાર હૈદરાબાદના પોશ જુબલી હિલ્સમાં છે

શ્રી રેડ્ડીએ ઘણા એવા નિર્માતાઓ, નિર્દેશકો અને એક્ટર્સ પર કામ કરવાના ભાને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્રી રેડ્ડીનું કહેવું છે કે આજે અભિનેત્રીની છાપ પણ કઈક આવી જ બની ગઈ છે, પણ વાસ્તવમાં તેવું હોતું નથી. તે એ પણ કહે છે કે અન્ય ઇન્ડસ્ટ્રીની જેમ તેલુગુ એકટ્રેસેસને પણ ચાન્સ મળવો જોઈએ અને કામની સાથે સાથે સભ્યતા પણ મળવી જોઈએ ના કે જાતીય શોષણ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તો આવા બખેડા તો રહેવાના જ છે. અમુક દિવસ પહેલા જ શ્રી રેડ્ડીએ એક જાણીતા એવા ડાયરેક્ટર, એક્ટરને કાસ્ટિંગ કાઉચ અને જાતીય શોષણના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જણાવી દઈએ કે શ્રી રેડ્ડી સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ રહે છે અને પોતાની ફોટોસ શેઈર કરતી રહે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.