જાણો ગાજર ખાવાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદા અને નુકસાન, બચાવે છે અનેક ભયાનક બીમારીઓથી…

0

ગાજરનું વૈજ્ઞાનીનીક નામ ડોકસ કૈરોટ છે. આ મૂલ રૂપથી યુરોપ અને દક્ષિણ પશ્ચિમ એશિયામાં ઉગાડવામાં આવે છે. પરંતુ હવે આ આખી દુનિયામાં ઉગવામાં આવે છે. ભારતમાં આને અનેક નામથી ઓળખાવામાં આવે છે. સ્વાસ્થ્ય જાણકારો ના મતે તો ગાજર સ્વસ્થ માટે સવોતમ આહારમાથી એક છે. ગાજર અનેક પોષ્ટીક ગુણોથી ભરપૂર છે. આમાં વિટામિન ઇ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી8, પૈટોથેનિકએસિડ, ફોલેટ, પોટેશિયમ, આયન, તાંબા અને મૈગનીજ જેવા અનેક વિટામિન્સ જોવા મળે છે. ગાજરમાં ત્વચા સુધારવા ની, પ્રતિરક્ષ પ્રણાલીને વધારવાની, પાચનને સુધારવા ની અને મોખિક સ્વાસ્થ્યને સારું કરવાના ગુણ હોય છે.
ગાજરના ફાયદા;-
-ગાજર પ્રકૃતિની ખુબ કીમતી વસ્તુ છે જે શક્તિનું ભંડાર છે. ગાજર ફળ પણ છે અને શાકભાજી પણ તેમજ આની પેદાશ આખા ભારતવર્ષમાં કરવામાં આવે છે. મુળીની જેમ ગાજર પણ જમીનની અંદર ઉગાડવામાં આવે છે.
-ગાજરના સેવનથી શરીર સુંદર અને મુલાયમ બની રહે છે. તેમજ શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને વજન પણ વધે છે. -બાળકો ને ગાજરનો રસ પીવડાવવાથી તેમના દાંત આસાની થી નીકળે છે અને દૂધ પણ પચી જાય છે. બવાસીર, ક્ષયરોગ, પિત્ત વિગેરે માં ગાજરના સેવન કરવા થી ખૂબ જ ફાયદો થાય છે.
-ગાજરનો રસ મગજ માટે ખૂબ જ સારો માનવા માં આવે છે. ગાજર ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે અને શરીર માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.-ગાજર કફ ને ઓગાળીને બહાર કાઢે છે.
-આના સેવન થી પેશાબ ખૂલીને આવે છે.ગાજર પથરી ને ઓગાળી ને બહાર કાઢે છે.
-ગાજરનો રસ પાગલપન થી પીડિત રોગી ને પીવડવા થી રાહત થાય છે.
-આના સેવન થી મળ ની દુર્ગંધ તથા જેરીલા કીટાણુનો નાશ થાય છે.
-ગાજરમાં કેરોટિન નામ નો તત્વ હોય છે જે કેન્સરને ઠીક કરવા માં ઉપયોગી છે. જો લાંબી બીમારી થી પીડિત રહેલા દર્દીના શરીરમાં કમજોરી ઉત્પન્ન થઈ જાય તો તેમાં ગાજર નો રસ ખૂબ જ લાભદાયક થાય છે. આના સેવન થી રોગી ચુસ્ત, તરો તાજા અને શક્તિ મળે છે.-ગાજર નો રસ, શેકેલુ જીરૂ, સાકર અને મીઠું મેળવી પીવા થી વાત દોષ દૂર થાય છે.
-સ્વસ્થ દ્રષ્ટિ ગાજરના સૌથી મહત્તવ ના ઉપયોગો માથી એક છે. ગાજર માં વિટામિન એ નું પ્રમાણ વધારે જોવા મળે છે જેના થી આંખો નું સ્વાસ્થ્ય માં ખૂબ જ લાભદાયક છે. આના સિવાય ગાજર માં ઉપસ્થિત બીટા કૈરોટીન મોતિયાના દર્દીઓ માટે લાભદાયક છે.-ગાજર દિલ અને બ્લડ પ્રેશરના રોગીઓ માટે ખૂબ જ લાભદાયક છે. આ બીટા કૈરોટીન, અલફા – કૈરોટીન થી ભરપૂર છે જે ખૂબ જ સારી એંટિઓક્સિડેંટ છે અને કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેક થવા ના ખરતા ને ઓછો કરે છે.
ગાજરના નુકશાન:-
આમ તો ગાજર સ્વાદિષ્ટની સાથે-સાથે એક ખૂબ જ ઉતમ સ્વાસ્થ્ય-વધક આહાર પણ છે, તો આની સભાવના ખૂબ વધારે છે કે ગાજરનું સેવન વધારે કરો. પરનું આના વધારે સેવનથી દૂર રેહવું કારણ કે આના વધારે સેવનથી નુકશાન પણ થઈ શકે છે. જે નીચે પ્રમાણે છે.
-ગાજર બીટા-કેરોટિનનું એક ખૂબ જ સારો સ્રોત છે જે તમારા શરીરમાં વિટામિન એ ની કમી ની પૂરતી કરે છે પરંતુ જો તમે આનું સેવન વધારે પ્રમાણમા કરશો તો આનાથી તમારા શરીર નો રંગ ફિકો થઈ શકે છે.
-ગાજરમાં ખાંડનું વધારે પ્રમાણ હોય છે, એટલે જો તમને ડાયોબિટીસ હોય તો આનું સેવન કાચું ના કરતાં બાફીને કરવું જોઇયે.-ગાજરનું સેવન કરવામાં આવે તો તમને ગૈસ, ઝાડા, પેટ ફૂલવું, પેટ દર્દ, વગેરે જેવી પાચન સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
-વધારે પ્રમાણમાં ગાજર અથવા તેનું જ્યુસ પીવાથી સ્તનના દૂધનો સ્વાદ બદલાય જાય છે. એટલે સ્તનપાન કરાવતી માતાએ આનું સેવન સીમીત પ્રમાણમા કરવું જોઇયે.ઉપરોક્ત લખેલી વાતોનુ ધ્યાન રાખવું અને સ્વાદિષ્ટ ગાજરનું સેવન કરી બીમારીયોથી દૂર રહવું.
– માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here