કાર કે પ્લેન નહિ, આ બે મહિલાઓ ચલાવે છે ટ્રેઈન…વાહ ગર્વ લેવા જેવી વાત…વાંચો આર્ટીકલ

0

પુરા રાજ્યમાં માત્ર બે જ મહિલાઓ છે લોકો પાઈલટ, કોઇથી કમ નથી દેશની દીકરીઓ.   પુરા રાજ્યમાં માત્ર બે જ મહિલાઓ એવી છે જે લોકો પાઈલટ છે, એટલે કે તે બંને ટ્રેઈન ચલાવે છે. રાજકોટના નેક રૂટ્સ પર આ બંનેને એકસાથે ટ્રેઈન ચલાવતા જોઈ શકાય છે. થોડા સમય પેહલા જ દેશના યુદ્ધક જહાજ ઉડાળવાણી અનુમતિ મહિલાઓને મળી હતી. બીજી બાજુ દુબઈ માં માહીલાઓ ને કાર ચલાવાની મજુરી મળી હતી. હાલ મહિલાઓ દરેક સ્તર પર પુરુષોની બરાબરી કરી રહી છે.

ભાવના ગોમે-સરિતા કુશવાહ:

ભાવના ગોમે અને સરીતા કુશવાહ પશ્ચીમ રેલ્વેનાં રાજકોટ ડીવીજનમાં ચર્ચાનો વિષય છે. કેમ કે બન્નેએ હાલ માજ મહિલા લોકો પાયલટના રૂપમાં કામ શરુ કર્યું છે. પુરા રાજ્ય માં માત્ર બે જ મહિલા લોકો પાઈલટ છે. સરીતા અને ભાવના હાલના સમયે રાજકોટના ઘણા રૂટ્સમાં એક્સપ્રેસ ટ્રેઈન ચલાવે છે. ભાવના મૂળરૂપથી મધ્યપ્રદેશના ઉજ્જેન ની રહેનારી છે. તેણે કહ્યું કે તેના ઘરની નજીક રોજ ટ્રેઈન નીકળતી હતી, બસ ત્યારથી તે ટ્રેઈન ચલાવાનું સપનું જોવા લાગી હતી. બાદમાં આ સપનાને સાકાર કરવા માટે ખુબ મહેનત કરી. સરીતા સાત વર્ષથી રેલ્વે માં છે. આજ સુધીમાં  તે માલગાડી અને પેસેન્જર ટ્રેઈન ચલાવતી આવી છે. રેલ્વે જોઇન કર્યા બાદ બંનેએ પહેલા રતલામ અને બાદ ઉદયપુરમાં ટ્રેનીંગ લીધી હતી.

તમન્ના રાજધાની-શતાબ્દી ચલાવાની:


રાજકોટ ડીવીજનલ મેનેજર પ્રભાકર નીનાવે હાલના દિવસોમાં મહિલાઓના પરફોર્મન્સ થી ખુશ છે. બંનેનું એક જ સપનું છે કે તેઓ ભવિષ્યમાં રાજધાની કે શતાબ્દી ચલાવે. બંને રાજકોટથી જનારા ઘણા પેસેન્જર ટ્રેઈન ચલાવીને લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડી રહી છે.

Photo Courtesy: Bhaskar

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.