કૈપ્સુલનો ઉપરનો હિસ્સો પ્લાસ્ટીકથી નહિ પણ, આ પદાર્થ માંથી બને છે કારણ જાણી લેશો તો ક્યારેય પણ નહિ ખાવ….

0

માનો કે તમે બીમાર છો. ડોકટર પાસે પણ ગયા. તેણે અમુક દવાઓ લખી આપી. તેમાંની અમુક કૈપ્સુલ પણ છે. બીમાર છો માટે તમે આ દવાઓ ખાઈ પણ લેશો. પણ આજે અમે તમને જણાવીશું કે કૈપ્સુલ જેને તમે એક દવા તરીકે ખાઈ રહ્યા છો, તેની અંદર તો દવાનો પાઉડર જ હોય છે પણ તેનો બહારનો ભાગ જેને તમે પ્લાસ્ટિકનું કવર સમજી રહ્યા છો, ખરેખર તે પ્લાસ્ટિક હોતું જ નથી. તેની હકીકત જાણીને તમે કદાચ કૈપ્સુલ જ નહિ ખાવ.

1. તે પ્લાસ્ટિક નહિ પણ, જીલેટીન છે: કૈપ્સુલનો જે હિસ્સો તમને પ્લાસ્ટિકનો બનેલો નજરમાં આવે છે, હકીકતે તે પ્લાસ્ટિક હોતું નથી, પણ તે આવરણ જીલેટીનનું બનેલું હોય છે.

2. કેવી રીતે બને છે: કૈપ્સુલનું પેકેટ કે તેના ડબ્બા પર મોજુદ મેડીસીન કંટેન્ટની જાણકારી તો હોય જ છે. પણ, મોટાભાગે કંપનીઓ તમને તે નથી જણાવતી કે કૈપ્સુલ કવર જીલેટીનનું બનેલું હોય છે. હકીકતે આ જીલેટીન જાનવરોનાં હાડકાઓ કે પછી હાડકાની સ્કીન ઉકાળીને નીકાળવામાં આવે છે. તેના પર પ્રોસેસ કરીને તેને ચમકદાર અને લચીલું બનાવવામાં આવે છે.

3. મેનકા ગાંધી એ કર્યો હતો વિરોધ:

આગળના વર્ષ માર્ચ માં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ હેલ્થ મીનીસ્ટ્રીને એક લેટર લખ્યો હતો. તેમાં કહ્યું કે જીલેટીનની જગ્યાએ છોડની છાલ કે તેમાંથી નીકળતા રસ થી કૈપ્સુલ કવર તૈયાર કરવું જોઈએ. જેને સેલ્યુલોજ કહેવામાં આવે છે.

મેનકા એ કહ્યું કે તેમાંથી લોકોની ધાર્મિક ભાવનાઓ પણ જળવાઈ રહશે. છોડની ચાલ અને રસને કેમિકલ પ્રોસેસની મદદથી આસાનીથી સેલ્યુલોજ બનાવી શકાય છે. મેનકા એ કહ્યું કે ઘણા શાકાહારી લોકો જે કૈપ્સુલની હકીકત જાણે છે તેઓ બીમાર હોવા છતાં પણ તેને ખાવનું ટાળે છે.

અમુક દિવસો પહેલા યુંનીયન હેલ્થ મિનીસ્ત્ર જેપી. નાડા એ જૈન ધર્મના લોકો સાથે મુલાકાત કરી હતી. તે સમયે તેઓએ કહ્યું કે જીલેટીનથી બનેલા કૈપ્સુલ પર રોક લગાવી દેવો જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡