કેન્સર શરીર માં આવતા પહેલા આપે છે આ સંકેત, ભૂલ થી પણ નજર અંદાઝ ન કરે…વાંચો માહિતી

0

રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૬ સુધીમાં લગભગ ૧૬ લાખ ૮૫ હજાર ૨૧૦ અમેરિકન લોકોમાં કેન્સર થયેલ જોવા મળ્યું હતું. કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ રોજ બરોજ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ૩૯.૬ ટકા પુરુષો અને સ્ત્રીઓ પોતાના જીવન દરમિયાન કેન્સર તેમને થયું છે એવું જાણી શકે છે.

આમ તો ઘણી બધી પ્રકારના કેન્સર થતા હોય છે પણ આજે અમે તમને કેન્સરના થોડા સામાન્ય લક્ષણો જણાવીશું. તમારે રોજીંદા જીવનમાં થતા બદલાવ પર ધ્યાન આપવાનું છે. આવો તમને જણાવીએ સામાન્ય લક્ષણો.

આંતરડામાં તકલીફ :

આમ જોવા જઈએ તો આતરડામાં તકલીફ એ બહુ સામાન્ય વાત છે પણ જો આતરડામાં સતત સમસ્યા રહે તો તે કોલેન અથવા કોલોરેક્ટલ કેન્સરની શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. ડાયરિયા અને અપચાની સમસ્યા એ આનું લક્ષણ હોઈ શકે છે. આના કારણે પેટમાં ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે.

લોહી વહેવું :

સતત લોહીનું વહેવું એ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો કેન્સર થવાની સંભાવના હોય તો મળદ્વાર માંથી સતત લોહી નીકળતું રહે છે. આ લક્ષણ પણ કોલેન કેન્સરનું એક લક્ષણ છે. આની સાથે જયારે પેશાબ કે મળત્યાગ કરો ત્યારે બહુ જ દુખાવો પણ થતો હોય અને પેશાબમાં પણ લોહી આવતું હોય તો તેને પ્રોસ્ટેટનું કેન્સર અથવા ડીમ્બગ્રંથીનું કેન્સરના લક્ષણ માનવામાં આવે છે. જો કોઈ મહિલાને માસિક ચક્ર પૂર્ણ થયા પછી પણ રક્તસ્ત્રાવ રોકાય નહિ તો આના માટે પણ મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવાની જરૂરત છે.

રાત્રે પરસેવો થવો :

જો રાત્રે સુતા સમયે પરસેવો વધારે માત્રામાં થાય છે. તો આ કોઈ દવાનું શરીરમાં રિએકશન કે પછી શરીરમાં કોઈ ઇન્ફેકશન હોઈ શકે. જો આ સમસ્યા એ થોડા અઠવાડિયા સુધી રહે અને પરસેવો થવો બંધ ના થાય તો એકવાર ડોક્ટરની મુલાકાત અવશ્ય લેજો.

શરીરનો દુખાવો થવો કે નબળાઈ જેવું લાગવું.

વધારે કામ કરવાના કારણે કે પછી ખોટી રીતે બેસવાના કારણે શરીરમાં દુખાવો થવો સામાન્ય વાત છે પણ જો તમને સતત પીઠમાં દુખાવો થતો હોય તો તે કોલોરેકટલ કે પછી પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. આના સિવાય કમરની આસપાસ માંસપેશીઓમાં દુખાવો થતો હોય છે. વગર કામ કરીએ જો તમે વધુ થાક લાગવો તો આ પણ કેન્સર થવાનું એક શરૂઆતનું કારણ હોઈ શકે છે.

વજન ઓછું થવું :

જો કોઈપણ કારણ વગર તમારું વજન એ સતત ઘટી રહ્યું હોય તો આ એક કેન્સર થવાના લક્ષણ હોઈ શકે છે. ઓછી ભૂખ લાગવી, ખાવાનું સારી રીતે ના ખાઈ શકવું એ પણ આનું એક લક્ષણ હોઈ શકે. જો કોઈ કારણ વગર તમારું ચાર થી પાંચ કિલો વજન ઘટી જાય તો આ પણ કેન્સર થવાનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે.

સતત ઉધરસ આવવી :

કોલ્ડ ફ્લ્યુ સિવાય ધુમ્રપાન કરવાવાળા લોકોને ઉધરસ આવતી હોય છે. પણ વગર કારણ તમને ઉધરસ આવે તો લંગ કેન્સરના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે. પણ જો તમને ઉધરસ માં લોહી પણ આવતું હોય તો તરત ડોક્ટરની મુલાકાત લેજો. ગળામાં તકલીફ થાય ત્યારે, ખાવનું ગળેથી નીચે ઉતારો ત્યારે તકલીફ થાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરો.

છાતીમાં બળતરા અને અપચો :

છાતીમાં બળતરા થવી અને અપચો આ બંને સમસ્યા આમ તો સામાન્ય જ છે. પણ જયારે તમે વધારે ખાવાનું કે પછી મસાલેદાર ખાવાનું આરોગો છો ત્યારે આવું થતું જ હોય છે. પણ જયારે સતત આવું થાય તો આ લક્ષણ એ ચિંતાનું કારણ બની શકે છે.

બચવા માટે ખાવ કારેલા.

ફળ, શાકભાજી, અનાજ એ આપણી માટે સંતુલિત ખોરાક છે. જરૂરી વિટામિન્સ અને મિનરલ એ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. પણ તમને નવાઈ લાગશે કે આ બધાયમાં એક વસ્તુ એવી છે જે કેન્સરને માત આપી શકે છે. એ વસ્તુ છે કારેલા. કારેલા ખાવામાં ભલે કડવા લાગે પણ તેના ફાયદા એ અનેક છે. જો તમે ભોજનમાં કારેલાનો ઉપયોગ કરો છો તો તે કેન્સરના ઈલાજ માટે સારા રહેશે.

રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી કેન્સર પેદા કરવાવાળી કોશિકાઓ નાશ પામે છે. અગ્નાશયી કેન્સર મટાડવા માટે ૭૨ ટકા અને ૯૦ ટકા સુધી સકારાત્મક પરીવામ મળે છે. આનાથી બનેલ જ્યુસ એ કેન્સર કોશિકાઓને આપણા શરીરમાંથી દુર કરવામાં મદદરૂપ થાય છે.

ઉંદર પર કરવામાં આવેલ રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કરેલાના સેવનથી ઉંદરમાં ૬૪ ટકા ટ્યુમર ઓછું થઇ ગયું જે કેન્સરના ઉપાયમાં કિમોથેરાપીથી પણ વધુ અસરકારક છે. ચિકિત્સા જગતમાં આ શોધને કેન્સરની કોશિકાઓને નાશ કરવા માટે માનવામાં આવી છે, આ એક મહત્વપૂર્ણ માહિતી છે.

આટલું જ નહિ કારેલાના સેવનથી બીજા ઘણા બધા ફાયદા થાય છે. દમની બીમારીમાં મસાલા વગર વઘારેલું કરેલાનું શાક ખાવું જોઈએ. જે મિત્રોને પેટ સંબંધિત તકલીફ હોય જેવી કે ગેસ, અપચો આ બંને માટે પણ કારેલાનું જ્યુસ પીવું જોઈએ. કારેલાનું જ્યુસ દરરોજ પીવાથી પાચનશક્તિ વધે છે અને જેમને ભૂખ ના લાગવાની સમસ્યા હોય તેમને પણ ફાયદો થશે. ઉલટી અને ઝાડા જેવી તકલીફમાં કારેલાના રસમાં થોડું પાણી અને સંચળ ઉમેરીને પીવાથી તરત લાભ મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here