60 વર્ષની ઉમરમાં થયું કેન્સર, પરંતુ કોઈપણ પ્રકારના ઈલાજ વગર જીવ્યા તંદુરસ્ત લાઈફ 120 વર્ષ સુધી …

0

કેન્સરને જીવલેણ રોગ માનવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ આ રોગ થાય છે તેનું મૃત્યુ ટૂંક સમયમાં જ થઈ શકે છે. પરંતુ યુ.એસ.ના સ્ટેમેટીસ મોરાઇટિસે તેની જીવનશૈલીમાં કેટલાક ફેરફારો લાવીને આ હકીકત સાવ ખોટી સાબિત કરી છે. મોરાઇટિસને 60 વર્ષની ઉંમરે તેને ફેફસાનું કેન્સર થયું હોવાની જાણ નિદાન કરાવ્યુ ત્યારે થઈ હતી. એ સમયે ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે જો મોરાઇટિસને કીમોથેરાપીની જરૂર છે. જો તેને એ સારવાર ન કરાવવી હોય તો તે માત્ર 6 થી 9 મહિના સુધી જ જીવી શકશે.

પરંતુ તેઓએ હાર માની નહી, આ ભયંકર ગણાતી બીમારી સામે લડવા તે તૈયાર થઈ ગયો. તેને સહારો લીધો કુદરતનો. તે ઈલાજ કરાવવાની જગ્યાએ પર્વતીય વિસ્તારમાં ખેતી કરવા માટે ચાલ્યો ગયો. ત્યાં જઈને એણે એનું ધ્યાન માત્ર ખેતી કરવા પર જ કેન્દ્રિત કર્યું. બીમારીને એ ભૂલી જ ગયો. અને અહીં કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી જેનાં કારણે તે 100 નહી પણ 102 વર્ષ સુધી હેલ્ધી જીવન જીવી શક્યો.અને એ પણ કેન્સર જેવી બીમારીને હરાવીને.

તો ચાલો જોઈએ મોરાઇટિસની દિવસભરની પ્રવૃતિઓ વિશે :

મોરાઇટિસ આખા દિવસ દરમિયાન ખેતી જ કરતોપોતાનો બધો જ સમય ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશમાં જ ગાળવા લાગ્યો. ત્યારે એ સમય દરમ્યાન તેણે તેનાં શરીરમાં ઘણાં ફેરફારો જોયાં.

મોરાઇટિસ આખા દિવસ દરમ્યાન માત્ર માત્ર તાજા શાકભાજી અને ફળો જ ખાતાં હતા. એ ઉપરાંત તે બીમારીને ભૂલી ગયાં ને એકદમ ટેન્શન મુકત લાઈફ જીવતાં ને ખુશ રહેતાં.

કુદરતમાં છુપાયેલો છે કેન્સરને મટાડવાનો ઈલાજ :

સિનિયર કેન્સરના સર્જન ડો. દીગપાલ ધારકરનું કહેવું છે કે, કુદરતી ઉપચારથી કેન્સર જેવા રોગને દૂર કરી શકાય છે. પરંતુ વૈજ્ઞાનિક સારવારને પ્રાધાન્ય આપવું જોઈએ.

ડૉક્ટર કહે છે કે જો કોઈ વ્યક્તિને કેન્સર હોય અને જો તેને સ્વચ્છ વાતાવરણ મળે તો તે જરૂર આ રોગથી લડી શકશે. અને સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ પણ તેટલી જ મહત્વપૂર્ણ હોય છે જેટલો કે ઇલાજ હોય છે.

એટલે વ્યક્તિએ રોજ કસરત કરવી અને સવારે વૉકિંગ અથવા કોઈપણ શારીરિક પ્રવૃત્તિમાં જ તેનું દૈનિક કાર્ય કરવું આવશ્યક છે.

આવું કરવાથી આખું શરીર એન્ડોર્ફિન કેમિકલ્સને મુક્ત કરે છે જે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. જે શરીરની રોગપ્રતિકારકતા વધારે છે જેથી વ્યક્તિને કોઈ મોટી બિમારી સામે લડવાની શક્તિ મળી રહેતી હોય છે.

જો કોઈ વ્યક્તિ શુદ્ધ શાકાહારી રહે અને કુદરત સાથે સંતુલન જાળવી રાખે છે, તો પછી તે કોઈપણ રોગથી લડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.