કેન્સર ના ચાલતા વારંવાર પોતાનો લુક બદલી રહી છે સોનાલી બેન્દ્રે, નવી તસ્વીરો માં જુઓ એકદમ બદલી ગયેલી….

0

સોનાલી બેન્દ્રે હાલના દિવસોમાં ન્યુયોર્ક માં પોતાનો ઈલાજ કરાવી રહી છે. સમય-સમય પર તે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો ની સાથે પોતાના સ્વાસ્થ્ય ની અપડેટ આપતી રહે છે. સોનાલી ના ફેન્સ તેના જલ્દી જ ઠીક થઇ જવાની દુવાઓ માગી રહ્યા છે.અમુક સમય પહેલા સોનાલી બેન્દ્રે એ કેન્સર ના ઈલાજ માટે મુંડન કરાવી નાખ્યું હતું. જેના પછીથી તેની ઘણી તસ્વીરો સામે આવી હતી. જેના પછી તેમણે પ્રિયંકા ચોપરા ના કહેવા પર વિંગ લગાવી હતી. ઘણીવાર તે માથા પર હૈટ લગાવેલી પણ જોવામાં આવી હતી.
હવે સોનાલી ની એક નવી તસ્વીર સામે આવી છે. જેમાં તેણે પોતાની હૅયર સ્ટાઇલ બદલાવી નાખી છે. આ સ્ટાઇલ માં પણ તે પહેલા કરતા વધુ સુંદર લાગી રહી છે, તેમણે પોતાની હેયરસ્ટાઇલ ની સાથે મીડિયા પર તસ્વીર પણ શેયર કરી છે.તેમણે ફોટો શેયર કરતા લખ્યું કે,”ઘણીવાર મુશ્કિલ સમયમાં પણ તમને શાનદાર લોકો મળી જાતા હોય છે. જેઓ અજનબી બનીને આવે છે અને તમારા મિત્ર બની જાતા હોય છે”. સોનાલી બેન્દ્રે એ પોતાની હેયર સ્ટાઇલિસ્ટ ને ધન્યવાદ આપ્યા છે”.આ તસ્વીરો ને જો ધ્યાન થી જોવામાં આવે તો સોનાલી પર કેન્સર ની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેની પહેલા સોનાલી એ પ્રિયંકા ચોપરા ને નવા વિંગ માટે ધન્યવાદ કહ્યું હતું. અમુક દિવસો પહેલા જ પ્રિયંકા, સોનાલી બેન્દ્રે ને મળવા માટે પહોંચી હતી.સોનાલી એ પ્રિયંકા ની સાથે સોશીયલ મીડિયા પર ફોટો શેયર કરી હતી. તેની સાથે લખ્યું હતું કે,”થોડું ડલ અને એકલાપણુ અનુભવ રહી હતી, ગોલ્ડી બહલ મુંબઈ ચાલ્યા ગયા છે. ખુબ જ ધન્યવાદ પ્રિયંકા મને ઉત્સાહિત કરવા માટે”. પ્રિયંકા સિવાય ઋષિ કપૂર પણ સોનાલી ને મળવા માટે પહોંચ્યા હતા.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here