બવાસીર ના દર્દ અને મસા નો ઘરેલુ ઉપચાર વાંચો અને શેર કરો

0

આ બવાસીર બે પ્રકાર ની હોય છે એક અંદર ની અને બીજી બહાર ની. અંદર ની બીમારી માં મસા દેખાતા નથી પરંતુ બહાર ના મસા ગુદા ની બહાર નીકળેલા દેખાય છે. આ રોગ ની અંદર જ્યારે મળ ત્યાગતી વખતે લોહી પડે છે ત્યારે તેને ખૂની બવાસીર કહે છે. આ લોહી એટલું હોય છે કે રોગી જ્યારે લોહી ને જુએ છે તો તે એકદમ ગભરાઈ જાય છે. જ્યારે બહાર ના મસા થાય ત્યારે તે સોજી ને મોટા થઈ જાય છે, જેનાથી આપણ ને દર્દ,જલન,ખુજલી વધારે થાય છે. બવાસીર ના મસા માં દર્દી ને ખૂબ જ તકલીફ થાય છે અને તે ન તો કઈ ખાઈ-પી શકે છે કે ન બેસી શકે છે. આ બહાર ના મસા નો ઈલાજ તો ડૉકટર અથવા આયુર્વેદ થી થઈ શકે છે, કેમ કે તે મસા ગુદા ની બહાર ની બાજુ હોય છે પરંતુ અંદર ના મસા નો ઈલાજ ખૂબ જ કઠિન છે કેમ કે આમાં મસા ગુદા ની અંદર ની બાજુ હોય છે.

બવાસીર ના મસા ના ઘરેલુ ઉપચાર

 1. જો ખૂની બવાસીર હોય તો દહીં કે લસ્સી સાથે કાચી ડુંગળી ખાવા થી ફાયદો થાય છે.
 2. ગમે તેવી બવાસીર હોય પણ જો કાચા મૂળા ખાવા અથવા તેનો રસ પીવો જોઈએ. આ રસ એક વાર માં 25 થી 50 ગ્રામ પીવો જોઈએ.
 3. કેરી કે જાંબુ ના ઠળિયા નો અંદર નો ભાગ સૂકવી તેને પીસી લો અને તેનું ચૂર્ણ બનાવી લો. પછી દરરોજ એક ચમચી પાણી કે લસ્સી સાથે ખાવા થી ખૂની બવાસીર માં આરામ મળે છે.
 4. શરીર માં જો કબજીયાત ની તકલીફ રહેતી હોય અને પેટ સાફ ના આવતું હોય તો ઈસબગુલ ને દૂધ કે પાણી માં પીવો.
 5. 50 થી 60 ગ્રામ મોટી એલચી લઈ તેને તાવડી પર શેકી લો અને પછી તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને દરરોજ સવારે ખાલી પેટે પાણી સાથે પીવા થી પાઇલ્સ ઠીક થઈ જાય છે.
 6. 100 ગ્રામ કિશમિશ રાતે સૂતા પહેલા પાણી માં પલાળી  મૂકી દો, અને સવારે આ પાણી માં કિશમિશ ને મસળી નાખો અને તે પીવો. થોડાક દિવસ નિરંતર આ પ્રયોગ કરવા થી બવાસીર માં ફાયદો થાય છે.
 7. 10 થી 12 ગ્રામ ધોયેલાં કાળા તલ ને તાજા માખણ સાથે ખાવા થી ખૂની બવાસીર માં લોહી આવવા નું બંધ થઈ જશે.

બવાસીર ના મસા ના રામબાણ ઉપાયો

 1. 80 ગ્રામ એરંડા ના તેલ ને ગરમ કરી લો, પછી તેમાં 10 ગ્રામ કપૂર ભેળવી ને રાખી મૂકો. હવે મસા ને સાફ પાણી માં ધોઈ, કપડાં થી લૂછી લો, પછી આ મસા ઉપર હળવા હાથે એરંડા ના તેલ થી માલિશ કરો. આ દેશી ઉપચાર ને દિવસ માં 2 વખત કરવું જેનાથી દર્દ, જલન, સોજા માં આરામ મળશે.
 2. સહજન ના પાન અને આક ના પાન નો લેપ બનાવી મસા પર લગાવવા થી જલ્દી છુટકારો થાય છે.
 3. કડવા તોરઈ ના રસ માં હળદર અને લીમડા નું તેલ ભેળવી તેનો લેપ બનાવી લો, અને મસા પર લગાવો. આ ઉપાય નો નિરંતર પ્રયોગ કરવા થી  મસા ખત્મ થઈ જશે.

ખૂની અને બાદી બવાસીર નો આયુર્વેદિક ઉપાય

અંજીરનું સેવન પાઇલ્સ ના ઈલાજ માટે ખૂબ જ લાભકારી છે. રાતે સૂતા પહેલા 2 સુકાયેલા અંજીર ને પાણી માં પલાળી સવારે ખાવા અને સવારે ફરી 2 અંજીર પલાળી તેને સાંજે ખાવા. અંજીર ખાધા પછી કે પહેલા અડધો કે પોણા કલાક માટે કઈ જ ખાવું કે પીવું નહીં. 10 થી 12 દિવસ આ પ્રયોગ કરવાથી ખૂની અને બાદી દરેક પ્રકાર ના બવાસીર માં આરામ મળે છે.

યોગ થી બવાસીર નો ઇયલ્જ કેમ કરવો

શરીર ને રોગ મુક્ત અન અનેક બીમાર થી દૂર રાખવા માટે યોગ એક સારો ઉપાય છે. બવાસીર માં અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ દિવસ માં 2 વખત કરવા. જો તમે પ્રાણાયામ કરવા ની સાચી રીત નથી જાણતા તો કોઈ યોગ ગુરુ ની મદદ લો.

બવાસીર માં શું ખાવું જોઈએ

 • કરેલા નો રસ, લસ્સી, અને ખૂબ પાણી પીવું.
 • દહીં-ભાત, મગ દાળ ની ખિચડી, દેશી ઘી.
 • જમ્યા પછી જમરૂખ ખાવું ઘણું સારું છે.
 • ફળ માં કેળાં, કાચા નારિયેળ, આંબળા, અંજીર, દાડમ, પપૈયું વગેરે.
 • શાકભાજી માં પાલક,ગાજર, ટમેટા ,મૂળા વગેરે.

બવાસીર થી બચવા ના ઉપાયો

 • ખાવા માં મસાલેદાર અને તેજ મરચાં વાળી વસ્તુ ખાવી નહીં.
 • કબજીયાત ની સમસ્યા બવાસીર થવા નું પ્રમુખ કારણ છે, માટે કબજીયાત ના થાય તેનો ખ્યાલ રાખવો.
 • પેટ થી જોડાયેલી બીમારી થી દૂર રહેવું.
 • ખાવા પીવા ની ખરાબ આદતો થી દૂર રહેવું જેવી કે ધૂમ્રપાન અને શરાબ થી.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here