બીઝનેસ વુમન છે અંબાણી પરિવારની થનારી ભાવી વહુ, કમાણી જાણીને રહી જાશો હૈરાન…અહેવાલ વાંચો

0

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયંસ ઇન્ડસ્ટ્રી નાં પ્રમુખ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે નક્કી કરવામાં આવેલા છે. 25 વર્ષના આકાશ અંબાણી રિલાયંસ Jio નો પૂરો કાર્યભાર સંભાળે છે, પણ તેની થનારી ભાવી પત્ની શ્લોકા પણ કઈ કમ નથી. શ્લોકા મેહતા હીરા વ્યાપારી રસેલ મેહતાની સૌથી નાની દીકરી છે. રસેલ મેહતાની દેશની મોટી હીરા કંપનીઓ માની એક રોજી બ્લ્યુ ઇન્ડીયાના પ્રબંધ નિદેશક છે.

સાલ 2014 માં શ્લોકા રોજી બ્લયુ બ્લ્યુ ફાઉન્ડેશન ની ડાયરેક્ટર બની હતી, જે રોજી બ્લ્યુ ગ્રુપનો એક ભાગ છે. સાથે જ શ્લોકા કેનકટ ફોર સંસ્થાની સહ સંસ્થાપક પણ છે. જે એનજીઓ ની મદદ કરવાનું કામ કરે છે. જાણકારી અનુસાર શ્લોકા મેહતાની નેટ વર્થ 180 લાખ અમેરિકી ડોલર લગભગ 120 કરોડ રૂપિયા છે. સાથે જ શ્લોકાને જ્વેલરી અને કારો નો પણ બહુ શોખ છે. તેની પાસે મીની કુપર, મર્સિડીઝ બૈન્જ અને બેન્ટલે જેવી કારો છે. તેની સાલાના આય 7 કરોડ રૂપિયા છે.

તેણે હાલમાં જ એક નવી બેન્ટલે ખરીદી છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. આગળના વર્ષોમાં શ્લોકાની આય માં લગભગ 24 ફીસદીનો વધારો થયો છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીના દીકરા અને રિલાયંસ Jio નાં માલિક આકાશ અંબાણી અને શ્લોકા મેહતા ની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની શનિવાર સાંજે ગોવામાં થઇ હતી. આ સેરેમનીમાં આકાશે પોતાની સ્કુલમેટ એટલે કે શ્લોકા મહેતાને પ્રપોઝ કર્યું હતું.

સાથે જ અંબાણી પરિવાર રામનવમીના મૌકા પર શ્લોકાની સાથે સિદ્ધિવિનાયક મંદિર દર્શન માટે પહોંચ્યા હતા. શ્લોકા અને આકાશની સાથે મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી, દીકરી ઇશા અને નાનો દીકરો અંનત પણ સાથે હતા. રીપોર્ટ અનુસાર અંબાણી અને મેહતા પરિવાર એકબીજા સાથે ખુબ સારી રીતે પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં એકસાથે ભણેલા છે. જાણકારી અનુસાર તેઓના લગ્ન આ વર્ષના અંત એટલે કે ડીસેમ્બર માં થવાની સંભાવના જ્તાવામાં આવેલી છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!