बल्‍जिंग डिस्क ની બીમારીથી પીડિત છે અનુષ્કા શર્મા, જાણો આખરે કઈ છે વળી આ બીમારી….

0

અનુષ્કા શર્મા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘સુઈ-ધાગા’ ના પ્રમોશન માં બીઝી છે. ફિલ્મમાં અનુષ્કાનો એકદમ સાધારણ એવો લુક લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બનેલો છે. અનુષ્કા નો લુક ને સોશિયલ મીડિયા પર મજાક પણ થઇ રહ્યો છે, પણ આવી રીતે ફિલ્મની પબ્લિસિટી પણ થઇ રહી છે. અનુષ્કા ફિલ્મમાં એટલી વ્યસ્ત છે કે તેને પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી, અનુષ્કા ને હાલના દિસવોમાં દર્દ માંથી પસાર થવું પડી રહ્યું છે અને ડોકટર્સ ના કહેવા છતાં પણ આરામ ને બદલે બસ કામ જ કરી રહી છે. અનુષ્કા શર્મા ને છે बल्‍जिंग डिस्क:

અનુષ્કા ને बल्‍जिंग डिस्क ની સમસ્યા છે અને તેને લીધે તેને ખુબ જ દર્દ પણ થાય છે. આ બીમારીના લીધે તે એક જ જગ્યા પર વધુ સમય સુધી બેસી નથી શકતી. હંમેશા ફિટ દેખાતી અનુષ્કા ને ડોકટરે બેડ રેસ્ટ માટે કહ્યું છે, પણ તે કામને લઈને એટલી ગંભીર છે કે બીમારી છતાં પણ તે પોતાની આવનારી ફિલ્મ સુઈ-ધાગા ના પ્રમોશન માટે શહેર-શહેર માં ફરી રહી છે.

આખરે શું છે આ બીમારી?:बल्‍जिंग डिस्क ની બીમારી ઇન્ટેસિવ ફિઝિયોથેરાપી ને લીધે થાય છે. આ રોગમાં શરીરના પ્રભાવિત હિસ્સા માં ખુબ જ દર્દ પીડા થાય છે અને આ પીડા ત્યારે વધારે થાય છે જ્યારે વ્યક્તિ એક જ જગ્યા પર વધુ સમય સુધી બેસી રહે કે પછી વધુ સમય સુધી ઉભા રહે.અનુષ્કા પોતાની આ બીમારીનો ઈલાજ કરાવી રહી છે અને તેને ઠીક થવામાં 3 થી 4 અઠવાડિયા નો સમય લાગી શકે છે. કહેવામાં આવે છે કે આટલી તકલીફો હોવા છતાં પણ અનુષ્કા પોતાની ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે અને પ્લાનના આધારે લગાતાર શો પર જઈ રહી છે. તે નથી ઇચ્છતી કે તેના લીધે ફિલ્મની માર્કેટિંગ પર કોઈપણ પ્રકારની અસર પડે.

કામને લઈને આ સમર્પણ તો સારું જ છે, પણ સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. તેના છતાં અનુષ્કા શર્મા લગાતાર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ-ધાગા 28 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. બંને પહેલી વાર એક સાથે કામ કરી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here