બુધવારના દિવસે જો કિન્નરોને કરશો આ 3 ચીજો દાન તો થઇ જશો માલામાલ…..

0

કિન્નરોને સમાજનું ત્રીજું લિંગ માનવામાં આવે છે અને તેઓની રહેણી-કરણી સામાન્ય લોકોની જીવન શૈલી કરતા એકદમ અલગ જ હોય છે. કિન્નર સમાજ માટે કહેવામાં આવે છે કે તેઓને ભગવાન દ્વારા વરદાન મળ્યું છે કે તેઓ દ્વારા આપવામાં આવેલી દુઆ પણ લાગે છે અને અને જો તે કોઈને બદદુઆ આપી દે તો પણ તે લાગે છે, માટે કિન્નરોને બને ત્યાં સુધી દાન જરૂર કરવું જોઈએ.
કહેવામાં આવે છે કે કિન્નરોને ક્યારેય પણ ગુસ્સો અપાવવો ન જોઈએ.તેઓને દાન કરવાથી ખુબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. લોકો સમારોહ કે ખુશીના અવસર પર કિન્નરોને બોલાવે છે અને દાન કરે છે અને જેનાથી ખુશ થઈને તેઓ અઢળક દુવાઓ આપે છે.
કિન્નરોને દાન કરો અને ચમકાવો કિસ્મત:તે ભવિષ્ય માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર કિન્નર બુધ ગ્રહનો પ્રતીક હોય છે અને બુધ ગ્રહ ને શાંત કરવા માટે જો બુધવારના દિવસે કોઈ કિન્નરને દાન આપીને તેનો આશીર્વાદ લેવામાં આવે તો બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે.પણ તમને જણાવી દઈએ કે કિન્નર ને દાન કરવાના પણ ઘણા નિયમો છે જેને જાણવું ખુબ જ જરૂરી છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે યોગ્ય તરીકો અને વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર કિન્નરો ને દાન કરવા માટે બુધવારનો દિવસ ખુબજ શુભ હોય છે.

1. પૂજાની સોપારી અને સિક્કા:આ દિવસે જો કોઈ કિન્નર ખુશ થઈને તમને દુવાઓ આપી જાય તો સમજી જાવ કે દરેક બગડેલા કામ પણ બની જાશે. જો તમને લગાતાર ઘનની કમી બનેલી છે તો બુધવારના દિવસે કિન્નરને પૂજાની સોપારી સિક્કાની ઉપર રાખીને દાન કરી દો અને આવું કરવાથી કિન્નરની દુવાની અસર અનેક ગણી વધી જાય છે.

2. સુહાગનનો નો સામાન:કિન્નરોને સાજ શણગાર નો ખુબ જ શોખ હોય છે અને એવામાં જો તમે તમારા વિવાહિત જીવનમાં પરેશાનીઓ નો સામનો કરી રહ્યા છો તો તમે કિન્નરોને સુહાગનની ચીજો દાન કરો. જેમ કે બંગળીઓ, લાલ સાડી, કંકુ, લિપસ્ટિક વગેરે દાન કરો.

3. પૂજા ના ચોખા:ધન સંપત્તિમાં નુકસાનને જેલી રહ્યા છો તો તમે શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી ની પુરી શ્રદ્ધા સાથે પૂજા કરો. સાથે જ પૂજાના ચોખા પણ કિન્નરને દાન કરો. આવું કરવાથી વ્યાપારમાં હાનિ થવી બંધ થઇ જાશે, સાથે જ ઉત્તમ ફળ ની પણ પ્રાપ્તિ થશે.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here