બુદ્ધ અને તેમના શિષ્ય વચ્ચે થયેલ આ વાતો દરેક પતિ પત્નીએ પોતાના ઘરમાં ફ્રેમ કરાવીને રાખવી જોઈએ…

0

બહુ પહેલાના સમયમાં એક યુવકનો તેની પત્ની સાથે વારંવાર ઝઘડો થતો હતો. રોજના ઝઘડાથી કંટાળીને એ યુવકએ બધું જ છોડીને જંગલમાં ચાલ્યો ગયો. થોડે દુર જઈને તેણે મહાત્મા બુદ્ધને પોતાના શિષ્યો સાથે જોયા. બુદ્ધ પોતાના શિષ્યોની સાથે એ જંગલમાં જ રહેતા હતા. તે યુવકે પણ બુદ્ધને પોતાના ગુરુ માન્યા અને તેમની સાથે જ રહેવા લાગે છે.

થોડા દિવસ પછી બુદ્ધે એ યુવકને કહ્યું કે મને તરસ લાગી છે, થોડે દુર જ એક નદીમાંથી પાણી લાવવા માટે તેને કહે છે. ગુરુની આજ્ઞા માનીને એ યુવક એ પાણી લેવા માટે નદી કિનારે જાય છે.

નદીએ પહોચીને તેણે જોયું કે જંગલી જાનવરોની પાણીમાં કરેલ મસ્તી ને કારણે પાણી બહુ ડોળૂ થઇ ગયું હતું. નીચે જામ થઇ ગયેલ માટી એ પાણીમાં ભળી ગઈ હતી. એટલે એ યુવકે વિચાર્યું કે આવું ગંદુ પાણી લઈને જવાનો કોઈ અર્થ નથી એટલે તે પરત આવે છે અને ગુરુજીને બધી વાત જણાવે છે. થોડીવાર પછી બુદ્ધ ફરીથી એ જ યુવકને પાણી લેવા માટે મોકલે છે.

ગુરુનો આદેશ માનીને એ યુવક એ ફરીથી નદી તરફ જાય છે. રસ્તામાં તેને વિચાર આવે છે કોઈપણ કારણ વગર ગુરુજીએ ફરીથી તેને પાણી લેવા માટે મોકલી આપ્યો, પાણી તો એટલું ગંદુ છે કે તેને પીવું શક્ય નથી. જયારે એ વ્યક્તિ એ નદી પાસે પહોચ્યો તો તેણે જોયું કે નદીનું પાણી એકદમ સાફ થઇ ગયું છે અને નદીની બધી ગંદકી નીચે બેસી ગઈ છે.

પાણી લીને એ યુવક એ બુદ્ધ પાસે પહોચે છે. તેને ગુરુને પૂછ્યું કે તમને કેવીરીતે ખબર પડી કે હવે પાણી ચોખ્ખું થઇ ગયું હશે. બુદ્ધે તેને સમજાવ્યું કે જાનવર પાણીમાં ઊછળ કુદ કરી રહ્યા હતા, એટલા માટે પાણી ખરાબ થઇ ગયું હતું. પણ થોડા સમય પછી બધા જાનવર એ ત્યાંથી ચાલ્યા ગયા અને નદીનું પાણી શાંત થઇ ગયું, ધીરે ધીરે બધી ગંદકી એ નીચે બેસી ગઈ.

બુદ્ધ આગળ જણાવે છે કે બિલકુલ આવું જ આપણી સાથે પણ થતું હોય છે જયારે આપણા જીવનમાં ઘણીબધી મુશ્કેલીઓ એકસાથે આવી જાય છે. આપણા મનમાં ઉથલ-પાથલ થવા લાગે છે, મનની શાંતિ જતી રહે છે. આવી પરીસ્થિતિમાં આપણે કોઈ ખોટો નિર્ણય લઇ લેતા હોઈએ છીએ. આપણે પણ આપણા મનની ઉથલ પાથલ શાંત થવાની રાહ જોવાની જરૂરત છે. ધીરજ રાખીને અને મન શાંત થાય પછી જ આપણે કોઈ નિર્ણય કરવો જોઈએ. જો આપણે આમ નથી કરતા તો ગુસ્સામાં અને ઉતાવળમાં આપણે કોઈ ખોટો નિર્ણય લઇ લઈએ છીએ.

ત્યારે આ યુવકને સમજાયું કે તેણે ઉતાવળમાં બહુ ખોટો નિર્ણય લઇ લીધો અને ઘર છોડીને અહિયાં ભાગી આવ્યો. તેણે બુદ્ધ પાસેથી ઘરે જવાની પરવાનગી લીધી અને પોતાની પત્ની પાસે ચાલ્યો ગયો.

શું કહેવા માંગે છે આ વાર્તા,

આ કથા એવું સમજાવે છે કે પતિ અને પત્ની વચ્ચે જો કોઈવાર ઝઘડો થઇ જાય તો એ સમયે બંનેએ બહુ શાંતિથી અને ધીરજથી કામ કરવું જોઈએ. જયારે બધું શાંત થઇ જાય ત્યારે વસ્તુઓને કે એ બાબતને સારી રીતે સમજવી જોઈએ, આમ કરવાથી તમે ખોટો અને ઉતાવળે નિર્ણય કરવાથી બચી જશો. ધીરજ અને શાંતિ એ પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને આરામથી સુલજાવી દેશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here