બુધનું વૃષિક રાશિમાં પરિવર્તન, આ 5 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય. વાંચો તમારી રાશિ છે આ લીસ્ટમાં…

0

શિક્ષણનો પ્રતિનિધિ બુધ ગ્રહ એ આજે વૃષિક રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ એ આજે રાત્રે ૮ વાગીને ૫૫ મીનીટે વૃષિક રાશિમાં પ્રવેશ કરશે અને પહેલી જાન્યુઆરી ૨૦૧૯ સવારે ૧૦ વાગ્યા સુધી વૃષિક રાશિમાં જ રહેશે. બુધ ગ્રહનું આ પરિવર્તન એ બધી રાશિઓ પર પોતાના સ્વભાવ પ્રમાણે અસર કરશે. બુધ ગ્રહને બુદ્ધિ અને વિવેકનો ગ્રહ માનવામાં આવે છે. બુધ ગ્રહની કૃપાથી વ્યક્તિ એ બુદ્ધિશાળી બને છે અને તેની વિચારશક્તિ મજબુત બને છે. બુધના શાસનથી વ્યક્તિની વાણી પર પણ અસર થાય છે માટે જેમની પણ રાશિમાં બુધનું સ્થાપન હોય તેમણે પોતાના વાણી અને વર્તન પર કાબુ રાખવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકની કુંડલીમાં બુધ એ શુભ સ્થાન પર હોય તેની પર શિક્ષા, ગણિત વગેરે જેવી બાબતો પર અસર થાય છે. આવો જાણીએ બુધના આ રાશિ પરિવર્તનથી કઈ રાશિમાં શું બદલાવ આવશે.

મેષ રાશિના જાતકો માટે બુધ એ આઠમાં સ્થાને છે તો તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમય દરમિયાન કોઈ મોટી બીમારી એ તમારા શરીરમાં ઘર કરી જઈ શકે છે. બુધના આ પરિવર્તનથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને દરેક સમસ્યાનો અંત આવશે.

વૃષભ રાશિના જાતકો માટે બુધ એ સાતમા સ્થાને છે તો જો તમારે લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે તો તેનો અંત આવશે અને જે લોકો પ્રેમમાં છે કે પછી જુના સંબંધો છૂટી ગયા છે તેમની સામે અનેક નવા રસ્તા ખુલશે. તમે સ્થાયી મિલકત ખરીદી શકશો. તમે તમારી મહેનત અને લગનથી પ્રમોશન પણ મેળવી શકશો.

મિથુન રાશિના જાતકો માં બુધ એ છઠા સ્થાનમાં છે તો તેમને જો કોઈ લાંબા સમયથી બીમારી ચાલી રહી છે તો તેમાંથી તેમને મુક્તિ મળશે. તમારા દુશ્મનોનો નાશ થશે અને આર્થિક સ્થિતિ પણ સારી થશે સાથે સાથે તમારે તમારા ખર્ચ પર કન્ટ્રોલ કરવાની જરૂરત છે.

કર્ક રાશિના જાતકો માટે બુધ એ પાંચમાં સ્થાને છે તો તેના કારણે વેપાર કરતા મિત્રોને સારા લાભ મળશે અને નોકરી કરતા મિત્રોએ મહેનત કરતા રહેવાનું છે. તમારા સંતાનો તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ અણબનાવ ના બને તેની તકેદારી રાખજો.

સિંહ રાશિના જાતકો માટે બુધ એ ચોથા સ્થાને છે તો આના કારણે તમારું જીવન એ બહુ સુખમય થઇ જશે તમને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થશે. તમારા દરેક કામમાં તમને માતા પિતા અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને હવેના આવનારા સમયમાં પ્રમોશન મળવાના યોગ પણ બની રહ્યા છે.

કન્યા રાશિના જાતકો માટે બુધ એ ત્રીજા સ્થાનમાં છે આના કારણે આ સમય દરમિયાન તમે જે પણ નિર્ણય કરશો તેમાં તમારે મક્કમ રહેવાનું છે તમારા સારા કામમાં તમને ફાયદો જરૂર મળશે. નવા મિત્રો બનશે પણ જુના મિત્રો સાથે વાદ વિવાદમાં પડશો નહિ. સમાજમાં તમારી અને તમારા જીવનસાથીની નામના થશે.

તુલા રાશિના જાતકો એ બુધ એ બીજા સ્થાને છે તેના લીધે જો કોઈ જમીન કે મિલકતનો કેસ ચાલી રહ્યો છે તો તેમાં તમને સફળતા મળશે. તમાર વ્યક્તિત્વમાં આકર્ષક વધારો થશે. જે પણ મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેમના લગ્ન થશે. તમારી મીઠી બોલીથી તમે લોકોને ઈમ્પ્રેસ કરી શકશો. ઘર અને પરિવારમાં તમારું માન વધશે.

વૃષિક રાશિના જાતકોના લગ્ન સ્થાનમાં બુધ છે જેના કારણે જાતકને શારીરિક અને માનસિક તાકાત મળશે. જો ભવિષ્ય માટે પૈસા બચાવવા માંગો છો તો આજથી જ બચત કરવાની શરૂઆત કરો. તમારા સામાજિક કામોના વખાણ થશે. કોઈપણ કામ દરમિયાન ગુસ્સે થવું નહિ તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવો.

ધન રાશિના જાતકોના બારમાં સ્થાને બુધ છે તો આ એ ખર્ચ વધારવા વાળો સમય હશે તો તમારે કોઈપણ ખરીદી સમયે કોઈ નાહકના ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રોએ બીજાના કામમાં માથું મારવાની આદત બદલવી જોઈએ આના લીધે તમે ક્યારેક મુસીબતમાં મુકાઈ શકો છો.

મકર રાશિના જાતકો માટે બુધ એ ૧૧માં સ્થાનમાં છે તો તેના કારણે તમને ધનલાભ થવાના ચાન્સ છે. તમારા અટકેલા કામ હવે પૂર્ણ થશે. તમે નક્કી કરેલા કામને પુરા કરવા માટે અપાર આત્મવિશ્વાસ વધશે અને શક્તિ પણ મળશે. આવકના નવા નવા રસ્તાઓ ખુલશે. ઘર અને વાહન લેવાના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિના જાતકો માટે બુધ એ દસમાં સ્થાનમાં છે આના લીધે તમારી સાથે અમુક એવી ઘટના બનશે જેનાથી તમને દુખ થશે તમારા બાળકોનું વિશેષ ધ્યાન રાખો. વિદ્યાર્થી મિત્રોએ વધારે મહેનત કરવાની જરૂરત છે.

મીન રાશિના જાતકો માટે બુધ એ નવમાં સ્થાને છે તેના કારણે તમને ધાર્મિક કાર્યોમાં રસ જાગશે. વિદેશ યાત્રા કરવાના યોગ પણ બની રહ્યા છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. વેપારી મિત્રોને ભાગીદારીથી ફાયદા મળશે પણ ભાગીદારીમાં ચીટીંગ કરવી નહિ.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here