બ્રેકઅપ પછી વેલેન્ટાઇન ડે પહેલા જ નેહા કક્કડના જીવનમાં આવી ખુશીઓની બહાર, વાંચો શું ખુશખબરી છે…

0

મશહુર સિંગર નેહા કક્કડ હમણાં થોડા સમયથી બહુ ખરાબ સમયથી પસાર થઇ રહી હતી. ઘણા લાંબા સમયથી હિમાંશુ કોહલી સાથે તેનું અફેર હતું એ વાત આજે બધા જાણે છે પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. બ્રેકઅપ પછી નેહા તૂટી ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઘણીવાર કહ્યું હતું કે તે બ્રેકઅપ થયા પછી બહુ પરેશાન અને દુઃખી છે.

છેલ્લા કેટલાય વિડીયો નેહાના વાઈરલ થયા હતા જેમાં તે લાઈવ કોન્સર્ટમાં ગીત ગાતા ગાતા રડવા લાગી હતી. પણ હવે નેહા જૂની બધી યાદોને ભૂલી ગઈ છે અને તેને વેલેન્ટાઇન ડે પહેલા જ ઘણી બધી ખુશીઓ મળી ગઈ છે, આ ખુશીઓ ને કારણે તે અત્યારે ખુબ જ ચર્ચામાં છે અને તેના ફોટો પણ ઘણા વાઈરલ થઇ રહ્યા છે તમે જોયા કે નહિ?

નેહા કક્કડે પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે, તેની સાથે જ નેહાએ એક નવી મર્સિડીઝ ગાડી ખરીદી છે. તેના ફોટો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા હતા. નેહાના ભાઈ ટોની અને તેની બહેન સોનુંએ આ ખાસ અવસર પર એક બહુ મોટો કાર્યક્રમ રાખ્યો હતો. આ ગૃહપ્રવેશ દરમિયાન તેણે પૂજા પણ રાખી હતી અને તેમાં પૂરો પરિવાર તેની સાથે હતો. ગયા શુક્રવારે નેહાએ પોતાના આ ઘરમાં પ્રવેશ કર્યો હતો તેની સાથે આ અવસરે તેના માતા પિતા અને સંપૂર્ણ પરિવાર તેની સાથે હતો.

નેહાએ પોતાનું આ નવું ઘર ઉત્તરાખંડમાં ઋષિકેશમાં ખરીદ્યું છે. નેહાનું આ નવું ઘર બહુ શાનદાર લોકેશન પર છે. તેનું ઘર બે વીઘા જમીન પર ફેલાયેલ છે. આ ઘર ગંગાગલી નંબર ૫ માં આવેલ છે. નેહાનું આ ઘર સફેદ રંગની થીમ પર તૈયાર કર્યું છે અને આ બહુ જ સુંદર ઘર છે. આ કાર્યક્રમ દરમિયાન નેહાએ તેના ભાઈ અને બહેન સાથે ઘણી મસ્તી કરી હતી અને પોતાના ઘરના ઘણા બધા ફોટો શેર કર્યા હતા અને તે ઘણા વાઈરલ પણ થયા હતા.

શુક્રવારે રાજ્યપાલ બેબી રાની મોર્ય દ્વારા નેહાના આ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસર પર રાજ્યપાલ બેબી રાની મોર્યએ જરૂરિયાતમંદ લોકોને ઓઢવાની વસ્તુઓ ભેટમાં આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે “નેહાએ તીર્થનગરીની સાથે સાથે ઉત્તરાખંડનું નામ પણ રોશન કર્યું છે અને હવે તે સતત દેશનું નામ રોશન કરવાના પ્રયત્નમાં છે. તમને જાણીને નવાઈ લાગશે પણ યુટ્યુબ પર નેહા કક્કડ એ સૌથી વધુ સર્ચ કરવાવાળી વ્યક્તિ છે. હું આ દિકરીને જન્મ આપવાવાળા માતા પિતાને નમન કરું છું.”

નેહાએ નાનપણમાં અહિયાં વિતાવેલ પોતાના બાળપણના દિવસો યાદ કર્યા હતા અને તે ભાવુક થઇ ગઈ હતી. પોતાના જુના દિવસો યાદ કરીને તેના માતા અને ભાઈ બહેન પણ ભાવુક થઇ ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે પણ ત્યારે તેના પિતા પાસે કોઈ કામ નહોતું તેઓ કોઈપણ નાનું મોટું કામ કરી લેતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

નેહા પણ જણાવે છે કે આજે પોતે જે સ્થાન પર છે તેમાં તેના માતા પિતા અને ભાઈ બહેનનો બહુ મોટો હાથ છે. તેણે પોતાના જુના દિવસો યાદ કરતા કહ્યું હતું કે જયારે તે નાની હતી તો તે પોતાના ભાઈ અને બહેન સાથે માતા પિતા સાથે એક નાનકડા રૂમમાં રહેતી હતી, આ રૂમમાં એક રસોડું પણ હતું.

આજે પરીસ્થિતિ બદલાઈ ગઈ છે. પછી તેણે પોતાના માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. પછી આટલો સારો અવસર હોય અને નેહા ગીત ના ગાય એવું તો બને જ કઈ રીતે, તેણે પછી પોતાનું ગીત મિલે હો તુમ હમકો બડે નસીબો સે… ગાયું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here