એક એવું ગામ જ્યાંની સુંદર મહિલાઓ તરસે છે છોકરાઓ સાથે લગ્ન કરવા માટે, વાંચો રસપ્રદ માહિતી

0

બ્રાઝીલનો આ એરિયા મહિલાઓ માટે કોઈ કામનો હવે રહ્યો નહી. અહીની દરેક મહિલાઓને હવે પ્રેમીને પામવાની તડપ જોવા મળે છે. આ ગામમાં હવે કોઈ પુરુષ જ નથી તો મહિલાઓને શું કામનો છે આ કસબો. બ્રાઝીલના નોઈવા દો કોરએડરોમાં 600 મહિલાઓ છે. આ ઇલાકામાં ગોતવા છ્તા ભાગ્યેજ કોઈ અવિવાહિત પુરુષ જોવા મળશે. અહીની છોકરીઓને લગ્ન કરવાના પોતાના અરમાન અધૂરા રહે છે.

પ્યાર અને લગ્નના સપના જોઈ રહી છે અહીની છોકરીઓ :
આ એરિયામાં રહેવા વાળી મોટાભાગની છોકરીઓની ઉંમર 20 થી 35 ની વચ્ચેની જ છે. આ જ એરિયામાં રહેનાર નેળમાં ફાર્નાંડીઝ જણાવે છે કે આ એરિયામાં જેટલા પણ પુરુષો છે એ બધા જ લગ્ન કરેલ હોય છે ને બાકીના હોય છે એ સગા સંબંધીઓ છે. આખરે લગ્ન કરવા તો કોની સાથે લગ્ન કરવા. ઘણી છોકરીઓ છે જે લગ્ન કરવા માંગે છે. પરંતુ તેઓ લગ્ન પછી આ એરિયા છોડવા નથી માંગતી. તેઓ ઈચ્છે છે કે છોકરો પણ અહીંયા જ રહેવા આવે અને તેમના કાયદા અને નિયમો અનુસાર તેની સાથે જીવન પસાર કરે.

લગ્ન કરેલ મહિલાઓના પતિ પણ રહે છે આ વસ્તીથી દૂર :
આ વસ્તીમાં જે મહિલાઓના લગ્ન થયા છે એ પણ એકલી જ રહે છે. મોટાભાગના પુરુષો અને તેમના 18 વર્ષથી મોટી ઉંમરના દીકરાઓ કામ કરવા અને રોજી મેળવવા માટે આ વસ્તીથી દૂર જ રહે છે. અહીંયા ખેતીથી માંડીને ટીવીના બધા પ્રોગ્રામ અને બીજા બધા કામ પણ મહિલાઓ જ સંભાળે છે. એ પણ હળીમળીને.

આ વસ્તીમાં મહિલાઓના સમુદાય હોવાની કહાની છે વર્ષો જૂની :
આ વસ્તીની પહેચાન મહિલાઓના સમુદાયને હિસાબે જ છે. આની શરૂઆત મારિયા ડીવ ની હોનાહલાવાએ નાખી હતી. જેને 1891 માં કોઈ કારણસર તેના ઘરમાથી અને ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવી હતી. 1940 માં ઈનીસિયા પરેરા નામના એક પાદરીએ અહીંયા વસતી વધતી જોઈને એક ચર્ચની સ્થાપના કરી હતી. એટલું જ નહી તેમણે અહીંયા રહેનાર વ્યક્તિઓને શરાબ ન પીવાના, વાળ ન કપાવવાના અને જુગાર ન રમવાના પણ નિયમો બનાવ્યા. 1995 માં એ પાદરીનું મૃત્યુ થાય છે. ને એ પછી અહીની મહિલાઓએ નક્કી કર્યું કે કોઈ પુરુષના નિયમો પર અમે રહેશું નહી અમે અમારા બનાવેલા જ નિયમો પર ચાલશું. ત્યારપછી આ વસ્તીની મહિલાઓની જીંદગીની નવી શરૂઆત થઈ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here