સામાન્ય દેખાતી નાની એવી વનસ્પતિ ‘બ્રામ્હિ’ ના અઢળક ફાયદા વિશે જાણો, અનેક રોગોની વિનાશક છે….

0

હિમાલયની તળેટીમાં હરિદ્વારથી બદ્રિનારાયણ સુધી ખુબજ પ્રમાણમાં જોવા મળે છે. જે ખુબજ ઉત્તમ કક્ષાની હોય છે. એમ તો બ્રામ્હિ આખા ભારત દેશમાં ભીની જમીન, અને નાના મોટા જળાશયો ના કિનારે સામાન્ય રીતે જોવા મળે છે. બ્રામ્હિના પાન નીચે જમીન સુધી ફેલાયલ છે અને તેની સાથે લાગેલી ડાળિયો સાથે મૂળિયાં જમીનમાં અંદર સુધી જાય છે અને પછી ત્યારબાદ તેની ઉપર પાન અને પછી ફૂલ અને પછી ફળ આવે છે.બ્રામ્હિ ની કિનારી થોડી ચીકણી થોડી વૃત્તાકાર અને અને થોડી ગોળ હોય છે અને ૭ થી ૮ રેખાવાળી પાંદડીઓ એક ઇંચ લાંબી અને ૧૦mm જેટલી પહોળી હોય છે. પાંદડીઓ સ્વાદમાં કડવી અને નાના નાના કાણાં ના ચિન્હો વાળી હોય છે. ફૂલ નાના, સફેદ, લીલા કે ગુલાબી રંગના હોય છે. ફળોનો આકાર ગોળ, અને લંબાઈમાં અને આગળથી અણી વાળી હોય છે, જેમાં નાના નાના પીળા રંગના બી નીકળે છે અને તેના મૂળિયાં નાની અને પાતળી દોરા જેવા હોય છે. ફૂલો ની બહાર ગ્રીષ્મઋતુ માં આવે છે એના પછીજ ફળ લાગે છે.
બ્રામ્હિના સુક્વેલા પંચાંગ(પાંદડા, ફૂલ, ફળ, બી, અને મૂળિયાં)કરિયાણા વાળની દુકાને ઉપલબ્ધ થાય છે. ઔષધિના રૂપમાં પંચાગ અને પાંદડા નો વધારે પડતો ઉપયોગ થાય છે. જે નીચે મુજબ તેના ઉપયોગ જોઇએ.

ઉપયોગો : યાદશક્તિ વધારવામાં બ્રામ્હિ ખુબજ ઉપયોગી છે અને યાદશક્તિ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે.
જે વ્યક્તિ અનિદ્રા ની બીમારીથી પીડિત હોય તેને બ્રામ્હિ ના ઉપયોગ થી રાહત મળે છે ને ઊંઘ આવે છે અનિદ્રા દૂર કરે છે.– મગજ ને લગતી તકલીફ માં બ્રામ્હિ અગત્યનો ભાગ ભજવે છે, અને મગજની નબળાઈઓ દૂર કરે છે અને મગજ ને મજબૂત બનાવે છે.
-સફેદ ડાઘા દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, રોજ બ્રામ્હિ ના સેવનથી સફેદ ડાઘ દૂર થાય છે.-મળ મૂત્ર ને લગતી બીમારી કે તકલીફ માં બ્રામ્હિ અગત્યનો ભાગ ભજવે છે, મૂત્ર માં તકલીફ થતી હોય કે, મૂત્ર માર્ગ માંઅવરોધ થતો હોય તો બ્રામ્હિના રોજિંદા વપરાશ થી આ બીમારી કે તકલીફ દૂર કરી શકાય છે.

-લોહીના બગાડ ને લગતી બીમારીમાં પણ અગત્યનો ભાગ ભજવે છે, બ્રામ્હિ ના સેવનથી લોહીમાં થતો બગાડ અટકાવે છે અને લોહીને શુધ્ધ બનાવે છે અને તેના થી થતાં વિકાર થી બચાવે છે.

-ઉચ્ચ રક્તપાત એટલેકે(High B.P.)માં પણ અગત્યનો ભાગ ભજવે છે, જે લોકો બીપી ની બીમારીથી પીડાતા હોય છે. તેને માટે અકસીર ઉપાય છે, બ્રામ્હિ ના ઉપયોગથી લોહી પાતળું થાય છે હદય ને મજબૂત રાખે છે, અને બીપી જેવી બીમારીથી રાહત આપે છે.-પાગલ માણસ ને સાજો કરવામાં પણ બ્રામ્હિ અગત્યનો ભાગ ભજવે છે, માણસ ને સાજો કરે છે અને મગજ સ્થિર કરે છે અને પાગલ પણું દૂર કરે છે.

-ઉધરસ અને ગળું બેસી જવાના કેસમાં પણ બ્રામ્હિ અગત્યનો ભાગ ભજવે છે. સવારે ને સાંજે રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી ઉધરસ માં રાહત આપે છે, અને ગળું સાફ અને મુલાયમ બનાવે છે. બીજી પણ ગળાને તકલીફ થી રાહત આપે છે.-તાવની બીમારીમાં પણ અગત્યનો ભાગ ભજવે છે, અને તેને શરીર માં ફેલતો રોકે છે શરીર ને સ્વસ્થ બનાવે છે.
-ખરતા વાળ જેવી તકલીફમાં પણ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે, જે વાયક્તિ ના નાની ઉમરમાં વાળ ખરવાની તકલીફ હોય કે વાળ નબળા પડી ગયા હોય તો બ્રામ્હિ નુ તેલ નાખવાથી વાળ કહરવની તકલીફથી રાહત આપે છે અને વાળને મજબૂત ઘાટા ને લાંબા અને કાળા બનાવે છે અને સફેદ થતાં રોકે છે. આ રીતે બ્રામ્હિ નો અલગ અલગ ઉપયોગ થાય છે, અને ઉપયોગી બને છે.-આયુર્વેદિક ના મતાનુસાર બ્રામ્હિ સ્વાદમાં કડવી, તીખી, ગળી અને વજનમાં હલકી, અને તાસીરમાં ઠંડી અને વિપાકમાં મધુર, રસાયણ, સ્વર ખોલનાર, શક્તિ પુર્ણ, ત્ર્ર્ણેય દોષો એટલે કે વાત, પીત, અને કફ ને દૂર કરનારી, હદય ને મજબૂત બનાવા વાળી, આયુષ્ય અને બુદ્ધિ વધારવા વાળી, મૂત્ર શરીરની દુર્ગંધથી બચાવવા વાળી અને મગજ ને શાંતિ દેવા વાળી હોય છે. કમળો, કોઢ, ભૂલી જવાની બીમારી, ડાયાબિટીસ, શરીરીના સોજામાં,વગેરે જેવા રોગોમાં પણ રાહત આપે છે અને જડમૂળ માથી કાઢે છે.મહર્ષિ ચરકે તો આને આશીર્વાદ રૂપ ઔષધિ કીધી છે અને એક અગત્યની વાત એ જાણવાની કે જે બાળકને જન્મજાત જીભ જલાતી હોય કે ચોખૂ નો બોલતા હોય તો તે બાળક ને રોજિંદા સેવનથી તે બાળક ની આ તકલીફ જડમૂળ માથી દૂર કરે છે અને જીભ જલાતી રોકે છે અને શબ્દ પણ ચોખા બોલવા લાગે છે. આ રીતે બ્રામ્હિ ના વિવિધ ઉપયોગ થાય છે અને ફાયદા મેળવે છે.

Author: GujjuRocks Team(માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here