બોર્ડર ફિલ્મના અસલી હીરોનું નિધન – સન્ની દેઓલે નિભાવ્યો હતો તેમનો દમદાર કિરદાર, વાંચો જાણવા જેવી માહિતી.

0

બોલીવુડમાં કોઈ મહાન વ્યક્તિના જીવન પર ફિલ્મો બનાવવાનો દોર એ અત્યારે નહિ બહુ પહેલાથી ચાલી રહ્યો છે. આવી જ એક મુવી આવી હતી ૧૯૯૩માં જે જે.પી. દત્તાએ નિર્દશક કરી હતી. એ મૂવીનું નામ છે બોર્ડર. આ મુવી એ વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ સમય દરમિયાન ભારતીય સેનાના જવાનોની જે પરીસ્થિતિ હતી એ દર્શાવતું મુવી હતું. આ યુદ્ધમાં સૌથી દમદાર સિપાહી હતા બ્રિગેડીયર કુલદીપ સિંહ ચંદપૂરી હતા તેમણે એકલા હાથે આશરે ૨૦૦૦ પાકિસ્તાની સૈનિકોને હરાવી દિધા હતા. બોર્ડર મુવીમાં આ ભૂમિકા એ સન્ની દેઓલે નિભાવી છે. ૭૭ વર્ષની ઉમરે તેમને મોહાલીની ફોકીટ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ હોસ્પિટલમાં તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. લોંગેવાલામાં કરેલ તેમના બહાદુર કાર્યથી તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે નથી રહ્યા આપણી વચ્ચે આ વીર. આજે જાણો થોડી જાણવા જેવી અને મહત્વની વાતો.

વર્ષ ૧૯૭૧માં કુલદીપ સિંહએ ચાંદપૂરીના રક્ષણ માટે તેઓએ ભારતીય આર્મી સેના સાથે મળીને પાકિસ્તાન પર જીત હાસિલ કરી હતી. તેમણે જે રીતે પાકિસ્તાની સેનાના જવાનોને મારી નાખ્યા હતા તે આજે પણ આપણે યાદ કરીએ છીએ. બોર્ડર ફિલ્મથી આજે તેઓ ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયા છે આજે નાનકડું બાળક પણ તેમને ઓળખે છે. મુવીમાં સન્ની દેઓલ દ્વારા નિભાવવામાં આવેલ પાત્ર એ જોઇને લોકોને તેમના જીવન અને તે જગ્યા વિષે જાણવાની તાલાવેલી લાગી હતી. ફિલ્મ પછી તેમના ઘણા બધા ઈન્ટરવ્યું પણ લેવામાં આવ્યા હતા. એ સમય દરમિયાન તેઓ મેજર હતા અને લોંગેવાલામાં તેઓએ ૯૦ સૈનિક મિત્રો સાથે મળીને પાકિસ્તાનના ૨૦૦૦ થી ૩૦૦૦ સૈનિકોને માત આપી દીધી હતી. વર્ષ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન મેજર ચાંદપૂરી પાસે ફક્ત ૧૨૦ લોકોનું ગ્રુપ હતું અને પાકિસ્તાનના ૨૦૦૦ થી ૩૦૦૦ સૈનિકો હતા. ૫ ડીસેમ્બર ૧૯૭૧ના દિવસની સવારે દુશ્મનોએ આપણી સેના પર હુમલો કરી દીધો હતો. અને ત્યારે પરીસ્થિતિ ઘણી વણસી ગઈ હતી ત્યારે મેજરના કારણે અને તેમની સૂઝબુઝથી આખી રાત ૧૨૦ લોકોની મદદથી તેમણે દુશ્મનોનો સામનો કર્યો હતો અને તેમને હરાવી દીધા હતા.

કુલદીપ સિંહ ચાંદપૂરીનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૪૦ના દિવસે થયો હતો. તેઓ પંજાબમાં જન્મ્યા હતા. આઝાદી પછી તેમનો પરિવાર એ પોતાના પિતૃક ગામ રૂડકી આવી ગયા હતા જે પંજાબ પાસે બલચોરમાં આવેલ છે. તેઓ પોતાના માતા પિતાના એકના એક સંતાન હતા. તેમણે વર્ષ ૧૯૬૨માં હોશિયારપુરની એક કોલેજમાંથી ડીગ્રી પૂરી કરી હતી. તેમના કોલેજકાળ દરમિયાન તેઓ એનસીસી જેવી અનેક એક્ટિવીટીમાં ભાગ લેતા હતા. વર્ષ ૧૯૬૨માં જ તેઓએ ભારતીય સેનામાં ભાગ લીધો હતો. તેમને ચેન્નઈના ઓફિસર્સ ટ્રેનીંગ એકેડમી તરફથી કમીશન પ્રાપ્ત થયું હતું અને પંજાબ રેજીમેન્ટની ૨૩મી બટાલિયનનો ભાગ બન્યા હતા. તેમણે વર્ષ ૧૯૬૫માં અને ૧૯૭૧માં યુદ્ધમાં ભાગ લીધો હતો અને એ યુદ્ધમાં તેમની બહુ પ્રશંસા થઇ હતી. આના પછી તેમને સયુંકત રાષ્ટ્ર દ્વારા આપાતકાલીનમાં એક વર્ષ પોતાની સેવા આપી હતી અને બે વર્ષ મધ્યપ્રદેશમાં મહુ ઇન્ફેંત્રી સ્કુલમાં ઇન્સ્ટ્રકટર પણ હતા.
સલામ છે આ જવાનને. તમે પણ કોમેન્ટમાં લખો જય હિન્દ.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here