Board 10 માં ધોરણની પરિણામની તારીખ જાહેર થઇ…. જાણો ક્લિક કરીને

માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ઇંતજારની પળ હવે ખત્મ થવા જઈ રહી છે. રીપોર્ટ અનુસાર 28 મેં નાં રોજ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડના અનુસાર ધોરણ 10 નું પરિણામ 28 મેં નાં રોજ ખુલ્લું કરવામાં આવશે.

સાથે જ પરિણામની ચકાસણી નેટ પર પણ કરી શકાશે. પરિણામને www.gseb.org તથા gipl.net પરથી જોઈ શકાશે, જેનાં પર સવારે 8 વાગે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જેના પર વિદ્યાર્થીઓ ઓનલાઈન પોતાનું પરિણામ ચકાસી શકશે.

જાણકારી અનુસાર ગણિતનાં પેપર થોડા વધુ પડતા ટફ હોવાને લીધે આ વર્ષે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ નાપાસ થઇ શકે છે સાથે જ જણાવી દઈએ કે આગળના 3 વર્ષથી ગણિત વિષયમાં ચાર લાખ થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે, માટે આ વર્ષે પણ સંભવાના એવી જ કઈક છે કે બીજા વિષયોની સરખામણીમાં ગણિત વિષયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થઇ શકે તેમ છે.

ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહ(આર્ટસ, કોમર્સ) નું પરિણામ તથા માધ્યમિક ધોરણ 10નું પરિણામ હવે ટુક સમયમાં જ જાહેર થાવની સંભાવના છે. જણાવી દઈએ કે કુલ મિલાવીને બંને પ્રવાહમાં ટોટલ 18.75 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  જણાવી દઈએ કે 2012 ના વર્ષમાં 75.81 પ્રતિશત વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે 2015 માં આ રેશિયો નીચે આવીને 55.05 પ્રતિશત પર અટક્યો હતો. એટલે કે ગણિતમાં નાપાસ થનારા વિધ્યાર્થીઓની સંખ્યા 2015 નાં વર્ષમાં વધી ગઈ હતી.

આ વર્ષની વાત કરીએ તો 40 થી 45 પ્રતિશત વિદ્યાર્થીઓ જ ગણિત વિષયમાં પાસ થઈ શકે તેમ છે સાથે જ તેઓને પાસીંગ માર્ક્સ સુધી પહોંચાડવા માટે તેઓને ગ્રેડ માર્ક્સ આપીને 65 ટકા સુધી લાવવા પડે તેમ છે. જોઈએ 28 મેં એ કે શું આવે છે આ વિદ્યાર્થીઓ નું પરિણામ..

મિત્રો બને તો આ પોસ્ટ શેર કરજો જેથી વધારે વાલીઓ અને વિદ્યાર્થી સુધી પહોચે…

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!