બોની કપૂર માટે શ્રીદેવીએ તોડી હતી આવળી મોટી કસમ, ઈન્ટરવ્યુંથી થયો ખુલાસો….વાંચો શું કહ્યું Interview માં કહેલું

0

‘સદમા’, ‘ચાલબાજ’, ‘મિસ્ટર ઇન્ડીયા’, જેવી સુપરહીટ ફિલ્મો દેનારી અભિનેત્રી શ્રી દેવી આજે આપણી વચ્ચે નહિ રહી. એક સમારોહમાં શામિલ થવા માટે દુબઈ ગયેલી શ્રી દેવીનૂ હાર્ટએટેકને લીધે નિધન થઇ ગયું હતું. જણાવી દઈએ કે 2 જુન 1996 ના રોજ શ્રી દેવીએ બોની કપૂર સાથે લગ્ન કરીને દરેકની ચોંકાવી દીધા હતા.

માત્ર લગ્ન જ નહિ પણ લગ્ન પહેલા શ્રી દેવીનાં ગર્ભવતી હોવાની ચર્ચા પણ જોશમાં ચાલી હતી. શ્રી દેવી સાથે લગ્ન કર્યા બાદ બોની કપૂરે પોતાની પહેલી પત્ની મોના સાથે તલાખ લઇ લીધા હતા. તે દિવસોમાં શ્રી દેવીને જીતેન્દ્ર સાથે પણ લીંક કરવામાં આવી હતી.

વર્ષ 1984 માં શ્રી દેવીએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. એક ઈન્ટરવ્યુંમાં જ્યારે શ્રી દેવીને જીતેન્દ્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, ‘જીતેન્દ્ર બહુ સારા ઇન્સાન છે. શુટિંગના પહેલા દિવસથી જ તેણે મારી ખુબ મદદ કરી હતી. મારી પહેલી ફિલ્મ સફળ રહી ન હતી છતાં પણ જીતેન્દ્રએ મારો સાથ ક્યારેય પણ છોડ્યો ન હતો.

જ્યારે જીતેન્દ્ર સાથે લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે શ્રી દેવીએ કહ્યું કે, ‘હું ક્યારેય પણ કોઈ પહેલાથી જ મેરીડ યુવક સાથે લગ્ન નહી કરું. અમારા સાઉથ માં બીજી પત્ની બનવા જેવો કોઈ રીવાજ નથી’.

પણ આપણે બધા જાણીએ જ છીએ કે શ્રી દેવીને બોની કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો. બોની કપૂરે પોતાનાથી 8 વર્ષ નાની શ્રી દેવીને 1993 માં પ્રપોઝ કર્યો હતો અને શ્રી દેવીએ પણ પ્રેમમાં પાગલ થઈને એ વાતની પરવાહ ન કરી કે બોની કપૂર મેરીડ છે અને બે બાળકોના પિતા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡