જયારે દીકરા અર્જુન અને મલાઈકા અરોરા ના સંબંધ વિશે ખબર પડી તો શું કહ્યું પિતા બોની કપૂર એ ? વાંચો

0

રિપોર્ટ અનુસાર બોની કપૂર અને સંજય કપૂર પરિવારે મલાઈકા અરોરા નો પોતાના પરિવાર માં સ્વીકાર કરી લીધો છે. ઇન્ડસ્ટ્રી માં બોની કપૂર ના દીકરા અર્જુન અને અરબાઝ ની પૂર્વ પત્ની મલાઈકા ના રિલેશન હવે કોઈથી છુપાયેલા નથી. આ વચ્ચે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કપૂર પરિવાર ને હવે તેઓથી કોઈ વિરોધ નથી.જેવી રીતે બૉલીવુડ માં એક પછી એક લગ્ન થઇ રહ્યા છે એવામાં બની શકે કે 2019 માં બને લગ્ન કરી શકે તેમ છે. જણાવી દઈએ કે મલાઈકા 45 વર્ષ અને અર્જુન માત્ર 33 વર્ષ ના છે. બંને એ લોખંડવાળા વિસ્તાર માં એક ફ્લેટ પણ ખરીદી રાખ્યો છે અને તેની ઇન્ટિરિયર ડિઝાઇન ચાલી રહી છે.
આગળના દિવસોમાં અર્જુને એક ટીવી ચેટ શો માં પોતાના અને મલાઈકા તથા પરિવાર વિશે દિલ ખોલીને વાત કરી હતી. પોતાની બહાને જ્હાન્વી ની સાથે શો માં પહોંચેલા અર્જુન ને માની લીધું કે તે હવે પોતાના જીવનમાં સિંગલ નથી.  તેણે જણાવ્યું કે આગળના અમુક દિવસો થી તેનું પરિવાર ઉતાર-ચઢાવ માંથી પસાર થઇ રહ્યું હતું. શ્રી દેવી ની મૃત્યુ પછી જીવનને લઈને ખુબ પરિવર્તનો જોવા મળી રહ્યા છે. શ્રી દેવી પર ક્યારેય પણ વાત કરવાનું પસંદ ન કરતા અર્જુન તેના નિધન પછી પિતા અને અને તેની બહેનો સાથે સાથે ઉભા રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે તે પોતાના પરિવાર વિશે જ વિચારે છે. હવે તેને લાગે છે કે પરિવાર બનાવામાં તમારે મજબૂત પકડ ની જરૂર પડે છે. તમે માત્ર કામ ની પાછળ દોડી ના શકો. અર્જુને એ પણ સ્વીકાર કર્યું કે તે હવે લગ્ન કરવા માટે માનસિક રૂપ થી તૈયાર છે. મીડિયા માં પણ મલાઈકા-અર્જુન ની તસવીરો લગાતાર આવી રહી છે. આગળના અમુક દિસવો માં કપૂર પરિવાર ના લોકો અને મલાઈકા-અર્જુન સાથે જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે બોની કપૂર પણ અર્જુન ની પસંદ ને મંજૂરી આપી ચુક્યા છે. હાલના દિવસો માં બંને ને મુંબઈ ના રેસ્ટોરેન્ટ અને પાર્ટીઓમાં એકસાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ની શૂટિંગ પુરી કર્યા પછી અર્જુન હવે પોતાની આગળની ફિલ્મ ની તૈયારીઓ માં લાગેલા છે. જે ફિલ્મ ‘પાનીપત’ છે. તેના માટે અર્જુને નવો જ લુક અપનાવ્યો છે અને મુંડન પણ કરાવ્યું છે. ફિલ્મ માં તે સદાશિવ રાવ ભાઉ નો કિરદાર નિભાવી રહ્યા છે.નિર્માતા-નિર્દેશક આશુતોષ ગોવારિકર એ આ લુક ને લીલી ઝંડી દેખાડી દીધી છે પણ એ પણ નિર્દેશ આપ્યો છે કે તે મીડિયા ની સામે પોતાના આ નવા લુક ને ના દેખાડે. આજ કારણ છે કે આજકાલ તે સાર્વજનિક જગ્યાઓ પર પોતાનો ચેહરો ઢાંકી ને રાખે છે. તે ન તો કોઈ ફોટોગ્રાફર ને પોઝ આપે છે અને ન તો કોઈ પત્રકારો સાથે વાત કરે છે. જોવાનું એ રહેશે કે આખરે આવું ક્યાં સુધી ચાલશે કેમ કે પાનીપત ની શૂટિંગ લાંબી ચાલશે અને કદાચ તે 6 ડિસેમ્બર 2019 માં રિલીઝ થાશે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here