તુલસીની સામે બોલો આ ગુપ્ત ચમત્કારી મંત્ર, થશે એવો ચમત્કાર કે જાગી જશે કિસ્મત તમારી…

હિન્દુ ધર્મમાં તુલસીનાં છોડનું ખૂબ મહત્વ છે અને તેને પવિત્ર માનવમાં આવી રહ્યું છે અને એની પૂજા પણ કરવામાં આવી કરવામાં આવે છે.  તેમજ તુલસીનાં પાન વિષે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તુલસીનાં પાન એ ખાલી પાન નથી પણ એક વરદાન છે. ચાહે તુલસીનાં પાનને જ્યોતિષ જોવો કે પછી આયુર્વેદની દૃષ્ટિમાં કે પછી પૂજામાં લેવાનાં હોય બધામાં મહત્વ તો એટલું જ છે.

તુલસી અને તુલસીનાં પાન વિષેની ઘણી બધી વાતોનો ઉલ્લેખ ઘણાં બધા ગ્રંથોમાં કર્યો જ છે અટેલે એ જ વાતથી તુલસીનાં છોડને એક ઔષધી તરીકેની પણ આયુર્વેદમા બેસ્ટ ઔષધીની સંજ્ઞા દેવામાં દેવામાં આવી છે. મોટાભાગનાં લોકો રોજ તુલસીનાં છોડનાં રોજ દર્શન તો કરે જ છે સાથે સાથે રોજ તુલસીનાં પાનનું પણ સેવન કરે છે.  આ ઉપરાંત તુલસીનાં પાનનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે. એથી વિશેષ તુલસીનાં પાનને અને છોડને મોક્ષ દાયક પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીનાં છોડની પૂજા કરવાથી મનને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. આપ તુલસીનાં પાનને પ્રસાદમાં કે લાડુમાં કોઈપણ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવતી વખતે થાળીમાં તુલસીનાં પાનને મૂકવું ફરજયાત માનવામાં આવે છે.

આમ જોઈએ તો તુલસીને ઘણાં બધા પ્રયોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તુલસીનાં પાન સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયક છે. એના સેવનથી આપણાં શરીરની કેટલીય બીમારીઓ દૂર રહે છે. આયુર્વેદમાં તો તુલસીના પાનની ઘણી બધી બાબતો વિશે વાત બતાવવામાં આવી છે.

જેનો પ્રયોગ કરીને આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. એ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીનો પ્રયોગ આપણે આપણી પરેશાનીને દૂર કરવા માટે પણ કરી શકીએ છીએ. આજે અમે આ લેખના મધ્યમથી તુલસી સાથે જોડાયેલ એવી બાબતો બતાવવા જઈ રહ્યાં છીએ. જેનાં ઉપાયને અજમાવીને તમે તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ અને કષ્ટોમાંથી છૂટકારો મેળવી શકો છો. જો તમે આ પ્રયોગને અજમાવશો તો તમને પણ તમારા જીવનમાં આવનાર મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી શકો છો ને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો.

તુલસીનાં છોડને રોજ જળ અવશ્ય ચડાવવું જોઈએ અને રોજ અવશ્ય તુલસીનાં છોડની પૂજા પણ કરવી જોઈએ. પરંતુ જ્યારે તમે તુલસીને જળ અર્પિત કરો ત્યારે એ સમય દરમ્યાન બે અક્ષરના આ મંત્રનું ઉચ્ચારણ જો કરવામાં આવે તો એ મંત્રથી ઘણાં બધા લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે તુલસીનાં પાનને તોડો ત્યારે પાન તોડતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ.  તુલસીનાં પાનને એવી રીતે ક્યારેય ન તોડવું જોઈએ. પાન તોડતી વખતે બે વાર ચૂટકી વગાડવી. ત્યારબાદ નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરવું

ૐ શુભદ્રાય નમ : | ૐ શુભદ્રાય નમ : , હ્રદયાનંદ કારીનીક નારાયણા નારાયના |

જો તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો છો અને પછી જ તુલસીનાં પાન તોડો છો. તો એવું માનવામાં આવે છે કે આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!