બોલીવુડના આ સુપરસ્ટાર એ ભવિષ્યવાણી કરી હતી કે ધીરુભાઈ 500 RS માંથી કરોડોનું સામ્રાજ્ય ઉભું કરશે..ધીરુભાઈ અંબાણી નિષ્ફળ જતા કોકિતલબેન જ્યોતિષ પાસે ગયા અને…

0

ધીરુભાઈ અંબાણીના નામ માટે કોઈને પણ ઓળખાણ આપવાની જરૂર હોય. તેમણે પોતાની હિંમત અને મહેનતથી એક બહુ જ મહાન સામ્રાજ્ય ઉભું કર્યું છે. તેમની કંપનીએ પૂરી દુનિયામાં આપણા દેશની એક અનોખી ઓળખાણ બનાવી છે. પણ એક એવો પણ સમય હતો જયારે ધીરુભાઈ અંબાણી એ સતત અસફળતાની સામે જજુમી રહ્યા હતા. એ સમયે તેઓ એક જ્યોતિષ પાસે જતા હતા. એ જ્યોતિષે એ જ સમયે તેમને કહી દીધું હતું કે એક દિવસ સફળતા તેમના કદમ ચૂમશે અને તેઓ બહુ મોટા વ્યક્તિ બનશે. આ જ્યોતિષ બીજું કોઈ નહિ પણ એક્ટર જૈકી શ્રોફના પિતા કાકુલાલ હીરાલાલ શ્રોફ હતા.

આ વાતનો ખુલાસો જૈકી શ્રોફે રાજ્યસભા ટીવી પર આપવામાં આવેલ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નાનપણમાં તેમના પરિવારની આર્થિક પરીસ્થિતિ બહુ ખરાબ હતી. તેમની પાસે કોલેજ જવાના પણ પૈસા નહોતા. પિતા જ્યોતિષ હતા જેમનું કામ ઘરેથી જ ચાલતું હતું.

આ સમયે ધીરુભાઈ અંબાણી, કોકિલાબેન અને તેમના ભાઈ નાટુલાલ અંબાણી એ જૈકી શ્રોફના પિતા પાસે આવતા હતા. જૈકીના પિતા કાકુલાલ શ્રોફએ ધીરુભાઈને એ જ સમયે કહી દીધું હતું કે તેમનું ભવિષ્ય બહુ ઉજળું છે. પણ ધીરુભાઈએ તેમની આ વાત પર ક્યારેય ભરોસો કર્યો હતો નહિ અને તેઓ આ સાંભળીને હસવા લાગતા હતા.

જૈકીએ જણાવ્યું કે તેઓ આજે પણ અંબાણી પરિવારને બહુ નજીકથી ઓળખે છે. જયારે તેઓ ધીરુભાઈના દિકરાઓ અને તેમના પરિવારને જોવે છે તો તેમને તેમના પિતાની ભવિષ્યવાણી દેખાતી હોય છે.

ધીરુભાઈનું નામ આવતા જ તેમના જીવનના દરેક પ્રસંગ મનમાં આવી જાય જેમાં કેવો એક ગામડાનો સામાન્ય યુવક એ પોતાના સપના કેવા સાકાર કરી બતાવ્યા અને ફક્ત દેશમાં જ નહિ આખી દુનિયામાં પોતાની એક અલગ છાપ છોડી.

ધીરુભાઈનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૨માં જુનાગઢના ચોરવાડ ગામમાં થયો હતો. આ એક નાનકડું ગામ છે, પણ ધીરુભાઈનું સપનું એ કશુક મોટું કરવાનું હતું. આર્થિક તંગીના કારણે તેઓ પોતાના હાઈ સ્કુલનું ભણવાનું પણ પૂરું કરી શક્યા નહોતા. ભણવાનું છોડીને તેઓ ભજીયા વેચવાનું કામ શરુ કરે છે. ગીરનારના પર્વતો પર તેમણે ભજીયા વેચવાનું કામ શરુ કર્યું હતું અને તેનાથી જ તેમને પહેલી કમાણી થઇ હતી.

આ પહેલો એવો પ્રસંગ હતો જયારે ધીરુભાઈમાં આત્મવિશ્વાસ વધે છે. આજે રિલાયન્સ કંપનીના કેપિટલ ૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઇ ગયું છે. આ એક દિવસમાં કરવું શક્ય નથી. આની પાછળ ધીરુભાઈ અંબાણીની કામ કરવાની લગન, તેમની મહેનત અને આત્મવિશ્વાસ હતો.

જૈકીના પિતાની ભવિષ્યવાણી બહુ તેજ હતી. તેમણે એક સમયે કહ્યું હતું કે જૈકી બહુ મશહુર અભિનેતા બનશે અને એ હકીકતમાં બન્યું. સાથે તેમના પિતાએ એવું પણ કહ્યું હતું કે તેમને તેમના સાંધાનું વધારે ધ્યાન રાખવાનું રહેશે. જૈકી અત્યારે જણાવે છે કે અત્યારે તેમના સાંધાઓમાં તકલીફ છે જ અને અત્યારે તેને ખરેખર બહુ કેર કરવી પડે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here