બોલીવુડના આ 10 સિતારાઓ એક સમયે ચમકતા હતા બહુ ઉંચાઈ પર, એવું તો શું થયું કે તેમની આવી પરીસ્થિતિ થઇ ગઈ…

0

કહેવાય છે ને શૂન્યમાંથી સર્જન કરવું એ બહુ સહેલું નથી હોતું. સફળતા મેળવવામાં ક્યારેક આખી ઉંમર લાગી જાય છે. વિશ્વમાં એવા પણ લોકો છે જેમનામાં કાબેલિયત પણ છે અને તેઓ મહેનત પણ કરતા હોય છે પણ તેમ છતાં પણ તેમને સફળતા મળતી નથી. પણ આજે અમે તમને એવા થોડા વ્યક્તિઓ વિષે જણાવીશું જેમનામાં કાબેલિયત હતી, મહેનત પણ કરી અને સફળતાના શિખર પર પણ ચઢી ગયા. પણ સમય તેમનો એવો પલટાઈ ગયો કે તેઓને ભીખ માંગવાના દિવસો અને ચોરી કરવાના દિવસો આવી ગયા. તેમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા.

સફળતા મેળવવી જેટલી અઘરી છે એનાથી વધુ અઘરી છે એ સફળતાને ટકાવી રાખવી. બોલીવુડમાં અનેક એવા કલાકાર છે જે તેમના સમયમાં બહુ ફેમસ અને ધનિક હતા પણ અચાનક તેઓ ગરીબ થઇ ગયા અને ત્યાં જ આવ ગયા જ્યાંથી શરૂઆત કરી હતી.

જગદીશ માલી : અંતરા માલીના પિતા જગદીશને મુંબઈના રસ્તાઓ પર ભીખ માંગતા જોવા મળ્યા હતા. રસ્તા પર જયારે તેઓ ભીખ માંગી રહ્યા હતા ત્યારે એક મોડેલ કે જેનું નામ મિંક બરાર છે તેમને ઓળખી જાય છે અને તેમને ભરપેટ ભોજન કરાવે છે અને પછી સલમાન ખાનની ગાડી તેમને તેમના ઘરે મૂકી આવે છે. તેઓની માનસિક સ્થિતિ સારી નહોતી તેઓ ૧૩ મે, ૨૦૧૩ માં મૃત્યુ પામ્યા હતા.

ગીતાંજલિ નાગપાલ : મોડેલ ગીતાંજલિએ અનેક પ્રખ્યાત ડીઝાઈનર માટે મોડેલીંગ કર્યું હતું. ૩૨ વર્ષની આ મોડેલને વર્ષ ૨૦૦૭માં ભીખ માંગતી જોવા મળી હતી. ગીતાંજલિ એ દિલ્હીના પોશ એરિયામાં ભીખ માંગતી જોવા મળી હતી. તેને ડ્રગ્સની આદત હતી. ડ્રગ્સની આદતે તેને નોકરાણી પણ બનાવી દીધી હતી. ગીતાંજલિએ સુસ્મિતા જેવી હિરોઈન સાથે પણ કેટવોક કરેલ છે.

મિતાલી શર્મા : મિતાલીને એક વર્ષ પહેલા જ મુંબઈના એક એરિયામાં ભીખ માંગતી અને ચોરી કરતી પકડી હતી. મિતાલી શર્મા મૂળ રહેવાસી દિલ્હીની છે પણ તેઓ ભોજપુરી ફિલ્મોની સાથે મોડેલીંગ પણ કરતી હતી. પોતાનું નસીબ અજમાવવા તે પોતાનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી. ત્યાર બાદ તેના પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા.

પરવીન બાબી : દીવાર, નમક હલાલ, અમર અકબર એન્થોની અને શાન જેવી સુપરહીટ મુવીમાં કામ કરવાવાળી પરવીનનું મૃત્યુ એ મુંબઈમાં ૨૨ જાન્યુઆરી ૨૦૦૫માં થયું હતું. પરવીન બાબી એ ઘણા સમયથી મુંબઈમાં એકલી રહેતી હતી અને તેના કારણે તે ડીપ્રેશનમાં હતી. તેણે પોતાની જાતને દુનિયાથી અલગ કરી લીધી હતી.

ભારત ભૂષણ : ૧૯૪૦ના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક ભારત ભૂષણનું મૃત્યુ એ ૧૯૯૨માં એક ભાડાના ઘરમાં થયું હતું. આનંદ મઠ, મિર્જા ગાલીબ, બરસાતકી રાત અને જહાં આરા જેવી સુપર હીટ ફિલ્મો આપવા વાળા ભારત ભૂષણનું અફેર મીના કુમારી સાથે હતું અને આને જ તેમના જીવનનું સૌથી ખરાબ પગલું માનવામાં આવે છે. તેમની પાસે ખાધાખોરાકીના પણ પૈસા નહોતા. તેમણે એક ફિલ્મસ્ટુડીઓના વોચમેન તરીકેનું કામ પણ કર્યું હતું.

અચલા સચદેવ : તેમનું મૃત્યુ એપ્રિલ ૨૦૧૨માં થયું હતું. ૨૦૦૨માં જયારે તેમના પતિ મૃત્યુ પામ્યા પછી તેઓ એકલા જ પુણેમાં રહેતા હતા. તેમના એક મિત્રની વાત માનીએ તો તેઓ જણાવે છે કે અચલાએ તેમના સ્વાસ્થ્યની પરીસ્થિતિ વિષે અનેક મોટી હસ્તીઓને ફોન પર જણાવ્યું હતું પણ કોઈ તેમની ખબર કાઢવા આવ્યું હતું નહિ. તેમનો દિકરો અમેરિકામાં અને દિકરી મુંબઈમાં રહેતા હતા પણ તેઓ પણ તેમના સંપર્કમાં નહોતા.

એ.કે.હંગલ : મશહુર અભિનેતાનું મૃત્યુ ૯૫ વર્ષની ઉંમરે ૨૬ ઓગસ્ટ ૨૦૧૨માં થયું હતું. તેમનો અંતિમ સમય બહુ ખરાબ રીતે પસાર થયો હતો. તેમની પાસે ઈલાજ કરાવવાના પણ પૈસા નહોતા. તેમનો દિકરો પણ પૈસાની વ્યવસ્થા કરી શકે એમ નહોતો.

રાજ કિરણ : અર્થ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલ રાજ એ છેલ્લા કેટલાય સમયથી અમેરિકાના એટલાન્ટાના એક પાગલખાનામાં હતા. ઋષિ કપૂરે પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન તેમને શોધ્યા હતા. પણ પછી શું થયું એ ક્યારેય જાણવામાં આવ્યું નથી.

ઓપી નય્યર : આ પ્રખ્યાત સંગીતકારનું મૃત્યુ એ ૮૧ વર્ષની ઉંમરે ૨૦૦૭માં થયું હતું. તેમના અંતિમ દિવસ બહુ તંગીમાં વીત્યા હતા. પરિવારથી અલગ થઈને તેઓ પોતાના એક ફેનના ઘરે રોકાયા હતા. તેમને દારૂ પીવાની બહુ ખરાબ આદત હતી. જયારે કોઈપણ તેમનું ઈન્ટરવ્યૂ લેવા માટે જતું તો તેમની પાસેથી તેઓ દારૂની માંગ કરતા હતા.

ભગવાન દાદા : ભગવાન દાદાને તેમની કોમેડી મુવી અલબેલાને લીધે જાણવામાં આવે છે. ક્યારેક મોટા મોટા સિતારાઓને પોતાના ઈશારા પર નચાવવા વાળા ભગવાન દાદાનું કરિયર એ ધીરે ધીરે નીચે પડતું રહ્યું હતું. આર્થિક તકલીફના કારણે તેમને નાના મોટા રોલ નિભાવવા પડ્યા હતા. તેમના અંતિમ સમય દરમિયાન તેમના ગણ્યાગાંઠ્યા મિત્રો જ તેમને મળવા આવતા હતા. ૪ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે તેઓએ આ વિશ્વમાંથી વિદાઈ લીધી હતી.

સતીશ કોલ : પંજાબી સિનેમામાં અમિતાભના નામથી ઓળખાતા હતા તેઓ. તેઓ હજી પણ જીવે છે. ડોકટરોનું માનીએ તો તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે પણ આજ સુધી તેમને તેમના પરિવારમાંથી કોઈ મળવા આવેલ નથી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here