બોલીવુડ સ્ટાર એક્ટ્રેસ જુહી ચાવલાની દીકરી હાલ કરી રહી છે કઈક આવું કામ, લાઈમ લાઈટથી દુર બનાવી છે પોતાની અલગ દુનિયા, જાણો વિગતે…

0

જ્યાં એક બાજુએ સુહાના ખાન, જહાનવી કપૂર, સારા અલી ખાનથી લઈને ઘણા બોલીવુડ સ્ટારનાં બાળકો મીડિયાની સાથે સાથે ચર્ચામાં બની રહેતા હોય છે. સાથે જ ઘણા સ્ટાર કિડ્સ એવા પણ છે જેઓ લાઈમલાઈટ દુનિયાથી દુર રહેતા હોય છે.

તમે જુહી ચાવલાની દીકરી વિશે તો સાંભળ્યું જ હશે, પણ ક્યારેય તમે તેને કેમેરાની સામે નહિ જોઈ હોય. જ્યાં હાલના દિવસોમાં જ્યાં બોલીવુડ સ્ટારની દીકરીઓ સોશિયલ મીડિયા અને પાર્ટીઓમાં ખુબ નજરમાં આવતી હોય છે, જ્યારે જુહી ચાવલાની દીકરી લાઈમલાઈટથી દુર રહે છે.

વર્ષ 1986 માં ફિલ્મ ‘સલ્તનત’ થી ડેબ્યું કરનારી જુહી ચાવલાએ 1995 માં બીઝનેસ મેન ‘જય મેહતા’ સાથે લગ્ન કર્યા હતા. બંનેના બાળકોમાં દીકરી જહાનવી(2001) અને દીકરો અર્જુન મેહતા( 2003) સિનેમા જગતથી દુર જ રહ્યા છે. તેમના બંને બાળકોમાંના કોઈ પણ પાર્ટી કે ઇવેન્ટમાં નજરમાં નથી આવતા.

એક ઈન્ટરવ્યુંના સમયે જુહી પોતાની દીકરી જહાનવી વિશેની વાત કરતા જણાવે છે કે તે એક લેખક બનવા માંગે છે અને બોલીવુડમાં તેમની એન્ટ્રી લેવાનો કોઇજ ઈરાદો નથી.જુહીએ જણાવ્યું કે તેમની દીકરી લો પ્રોફાઈલ રહેવું પસંદ કરે છે.

સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહેવાનું બિલકુલ પણ પસંદ નથી કરતી.

જુહીની દીકરી જહાનવી અને દીકરા અર્જુને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ માંથી અભ્યાસ કરેલો છે. આગળનો અભ્યાસ બંને લંડનમાં કરી રહ્યા છે.

જુહી અને અજય મહેતાએ બંનેનું એડમીશન UK નાં બોર્ડીંગ સ્કુલ ચાર્ટર્ડ હાઉસમાં કરાવ્યું છે.

જુહીએ ભલે પોતાના બાળકોને લાઇમલાઈટથી દુર રાખ્યા હોય, પણ તેઓ પોતાના બાળકોનો ઉત્સાહ વધારવા, તેમને પ્રોત્સાહિત કરવામાં બીલકુલ પણ પાછળ નથી. વર્ષ 2017માં ઓગસ્ટ માં જુહીએ પોતાની દીકરીની ફોટો શેઈર કરી હતી, જ્યારે જ્હાનવીએ સ્કુલમાં ટોપ 10 માં પોતાની જગ્યા બનાવી હતી.

સાથે જ જહાનવી આપણી જેમ જ બોલીવુડની ખુબ જ પ્રશંસક છે અને સાથે જ દીપિકા પાદુકોણ અને વરુણ ધવનની ફેન પણ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!