બૉલીવુડ સાથે અટલજી ના રહ્યા છે ઊંડા સંબંધો ,આ 7 તસવીરો જોઈ નહીં હોય તમે

0

અટલ બિહારી વાજપેયી ન ફક્ત રાજનીતિ થી જોડાયેલ વ્યક્તિ છે પણ એમનો સાહિત્ય ,કવિતાઓ અને ફિલ્મો સાથે પણ સંબંધ છે.અટલ બિહારી વાજપેયી નો બૉલીવુડ સાથે એક અલગ જુડાવ રહ્યો છે. એ સમય સમય પર બૉલીવુડ સેલિબ્રિટી ને મળતા રહ્યા છે. આવો જોઈએ એમની થોડી દુર્લભ તસ્વીરો.

આ તસવીર માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હિંદી સિનેમા ના મશહૂર એકટર સંજીવ કુમાર અને એક્ટ્રેસ રાખી ગુલઝાર સાથે નજર આવે છે. સંજીવ કુમાર અટલ બિહારી વાજપેયી ને વાત કેહતા અને રાખી બંને ની વાત સાંભળતા નજર આવે છે.આ એક દુર્લભ તસ્વીર છે જે સાલ 2000 માં ખેંચવા માં આવી છે. એ સમય એ હમારા દિલ આપકે પાસ હૈ ની ટિમ તત્કાલીન અટલ બિહારી વાજપેયી ના ઘરે પહોંચી હતી. બોની કપૂર ફિલ્મ ના નિર્માતા હોવા ને કારણે શ્રીદેવી પણ હાજર હતી. ઐશ્વર્યા રાય પણ છે . બધા લોકો તસ્વીર માં ઘણા ખુશ નજર આવે છે.આ તસવીર માં અટલ જી હિન્દી સિનેમા ના લિજેન્ડરી એકટર દિલીપ કુમાર સાથે નજર આવે છે. બંને આરામ થી બેસી ને કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા કરે છે. જણાવી દઈએ કે અટલ જી ને સાહિત્ય પ્રત્યે અપાર પ્રેમ હતો. તો બની શકે બંને કોઈ સાહિત્ય ને લઈ ને ચર્ચા કરી રહ્યા હોય.અટલ બિહારી વાજપેયી હિન્દી સિનેમા ની મશહૂર એક્ટ્રેસ અને મથુરા થી બીજેપી ની સાંસદ હેમા માલિની ના ખૂબ મોટા ફેન છે. એમને સાલ 1972 માં રિલીઝ થયેલ સીતા ઔર ગીતા એટલી પસંદ આવી હતી કે એમને એ ફિલ્મ 25 વખત જોઈ હતી. આ તસવીર માં હેમા માલિની સાથે વિનોદ ખન્ના પણ નજર આવે છે.આ ફોટો માં અટલ બિહારી વાજપેયી બૉલીવુડ ના સદાબહાર એક્ટર દેવાનંદ સાથે નજર આવે છે. બંને ઘણા ખુશ નજર આવે છે. આ તસવીર કોઈ પાર્ટી ની હોઈ શકે કારણકે બંને ના ગળા માં માળાઓ નજર આવે છે.આ તસ્વીર માં અટલ બિહારી વાજપેયી મશહૂર નિર્દેશક યશ ચોપડા સાથે નજર આવે છે. તસ્વીર માં અટલ જી ખુરશી પર બેસી ને કોઈ લેખ વાંચે છે અને યશ જી એમને કંઈક સમજાવતા નજરે પડે છે. અને અટલ જી એમની વાત ધ્યાન થી સાંભળે છે.

અટલજી ને સમર્પિત વિડીયો:

https://www.facebook.com/GujjuRocks/videos/441106029713078/

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here