બોલીવુડની આ 5 જોડીઓએ કર્યા આલીશાન લગ્ન, વાંચો કોણે સૌથી વધુ ખર્ચ કર્યો…એમાં પણ ચોથા નંબર ની જોડી બધા ની ફેવરિટ છે

0

દીપવીરના લગ્ન પછી હવે સૌથી વધુ ચર્ચા બીજા એક લગ્નની ચાલી રહી છે અને એ છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિની દિકરીના. હા એ બીજું કોઈ નહિ એ છે ઈશા અંબાણી. ઈશા અંબાણીના લગ્ન એ ૧૨ ડીસેમ્બરના દિવસે મુંબઈના એક ઉદ્યોગપતિ આનંદ પીરામલ સાથે થવાના છે. આ બંનેના લગ્ન પહેલા ગીફ્ટમાં મળેલ બંગલાની કિમત જાણીને તમારી આંખો ચાર થઇ જશે. ચાલો આજે તમને જણાવીએ ઈશા અંબાણીના લગ્નની તૈયારી વિષે અને બોલીવુડના બીજા સૌથી મોંઘા લગ્ન વિષે કે કોણે કેટલો ખર્ચ કર્યો.

ઈશા અંબાણી – આનંદ પીરામલ

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન એ ૧૨ ડીસેમ્બરના દિવસે થશે. લગ્નની તૈયારીઓ વિષે વાત કરીએ તો આ લગ્ન પર ઘણો બધો ખર્ચ કરવામાં આવવાનો છે. પહેલા ઇટલીના લેક કોમોમાં સગાઇ, પછી લગ્નની કંકોતરી અને હવે બંગલાની ગીફ્ટ આટલી વસ્તુઓ પરથી જ આપણે આ લગ્નના ખર્ચનો અંદાજ લગાવી શકીએ છીએ. ઈશાની સગાઇનું ફંક્શન એ ૩ દિવસ ઇટલીના લેક કોમો પાસે આવેલ Villa d’Este ચાલ્યું. ત્યાં એક રૂમ બુક કરવા માટે ૭૦ હાજર રૂપિયા થાય છે. અંબાણીએ આ આખી હોટલ બુક કરી હતી. જો હિસાબ કરવામાં આવે તો આ જગ્યાને બુક કરવામાં ૧ કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયો હતો. અત્યારે જે કંકોતરી આપણે બહુ વાઈરલ થઇ રહેલી છે તે એક કંકોતરીની કિમત એ ત્રણ લાખ માનવામાં આવે છે. આની સાથે જ એક સમાચાર પ્રમાણે ઈશાના સાસરિય તરફથી તેને ૪૫૨ કરોડ રૂપિયાનો બંગલો કે જે મુંબઈમાં સી-ફેસિંગ છે એ બંગલો ભેટમાં આપવામાં આવ્યો છે. આટલું ઓછું હોય તેમ તેમના લગ્નની વિધિ એ ઉદયપુરમાં અને લગ્ન મુંબઈમાં થશે. આ લગ્નના ખર્ચનું ટોટલ કરવામાં આવે તો તે આંકડો એ અરબથી પણ વધુ થઇ શકે છે.

દિપીકા – રણવીર

૧૪ અને ૧૫ નવેમ્બરના દિવસો દરમિયાન ઇટલીના લેક કોમો પાસે Villa ડેલ બાલબીયાનેલોમાં લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નની જગ્યાથી લઈને દિપીકા અને રણવીરના કપડાની કિમત એ આપણને ચોંકાવી દે છે. દિપીકાના લગ્નના કપડાની કિમત, વીંટીની કિમત અને ચુંદડી પર સોનાથી લખેલા મંત્ર બહુ ચર્ચામાં છે. એક સમાચાર પ્રમાણે દિપીકાના સિંધી લગ્નના કપડાની કિમત ૮.૯૫ લાખ સંભાળવામાં આવી રહી છે. દિપીકાની વીંટીની કિમત એ ૧.૩ થી ૨.૭ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. આની સાથે તેમના લગ્ન માટે જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તેની કિમત પણ બહુ વધારે છે. આ જગ્યાએ ૭૫ રૂમો, ૭ રેસ્ટોરન્ટ અને બાર પણ આવેલ છે. અહીયાના એક રૂમની કિમત એ ૪૦૦ યુરો એટલે કે ૩૦ હજાર રૂપિયા છે. જો ટોટલ ખર્ચનો હિસાબ કરવામાં આવે તો લગ્ન માટે ભાડે રાખેલ રૂમો માટે તેમણે ૨૪ લાખ ૭૫ હજાર રૂપિયા ચૂકવ્યા છે. આ સિવાય લગ્નની બીજી વિધિ અને હવે થવાના રિસેપ્શનના ખર્ચા તો અલગ.

અનુષ્કા શર્મા – વિરાટ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન એ ગયા વર્ષે ૧૧ ડીસેમ્બરના દિવસે થયા હતા. ઇટલીના ટસકની શહેરમાં આવેલ પર્વતોની વચ્ચે બોર્ગો ફીનોશીટો રિસોર્ટમાં ભારતીય પરંપરાથી કરવામાં આવ્યા હતા. ફોર્બસ મેગેઝીન પ્રમાણે ક્રિસમસ હોય કે પછી નવા વર્ષ દરમિયાન આ જગ્યાનું ભાડું એ બહુ વધી જાય છે. અહિયાં એક અઠવાડિયા માટે એક રૂમની કિમત એ ૯૪ લાખ ૮૩ હજાર ની આસપાસ હોય છે. વિરાટ અને અનુષ્કાના લગ્નના સ્થળથી લઈને તેમના કપડા, સગાઇની વીંટી અને રિસેપ્શનમાં ઘણા પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા. એક રીપોર્ટ અનુસાર અનુષ્કાની સગાઇની વિનતીની કિમત ૧ કરોડ જણાવવામાં આવી રહી છે તો તેના લગ્નના કપડાની કિમતએ ૪૦ થી ૪૫ લાખ કહેવામાં આવે છે.

એશ્વર્યા – અભિષેક
એક વર્ષ ડેટ કર્યા પછી અભિષેક અને એશ્વર્યાએ ૨૦ એપ્રિલ ૨૦૦૭ના દિવસે લગ્ન કરી લીધા હતા. લગ્નની દરેક વિધિ એ બહુ અદ્ભુત રીતે કરવામાં આવી હતી. અભિષેકે લગ્નમાં અબુ જાની અને સંદીપ ખોસલાની શેરવાની પહેરી હતી. અને એશ્વર્યાએ લગ્નમાં ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. એશ્વર્યા અને અભિષેકના લગ્ન એ ભલે મુંબઈમાં થયા હતા પણ પૈસા ખર્ચ કરવામાં બીગ બીએ કોઈ કસર રાખી હતી નહિ. સમાચારની માનીએ તો ૧૧ વર્ષ પહેલા થયેલ આ લગ્નમાં ૬ કરોડ ખર્ચ થયો હતો. આ લગ્ન એ એ સમય’ના સૌથી મોંઘા લગ્ન હતા.

શિલ્પા શેટ્ટી – રાજ કુંદ્રા

શિલ્પા શેટ્ટીના લગ્ન એ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે ૨૨ નવેમ્બર ૨૦૦૯ના દિવસે થયા હતા. સગાઇમાં રાજ કુંદ્રાએ શિલ્પાને ૩ કરોડની વીંટી પહેરાવી હતી. તેણે લગ્નમાં જે પાનેતર પહેર્યું હતું તેની કિમત એ ૫૦ લાખ રૂપિયા સાંભળવામાં આવે છે.રાજ કુંદ્રાએ તેમના લગ્નની પહેલી વર્ષગાંઠ દરમિયાન દુબઈમાં સ્થિત બુર્જ ખલીફાના ૧૯માં માળે આવેલ એક એપાર્ટમેન્ટગીફ્ટમાં આપ્યો હતો. સમાચાર પ્રમાણે એ ફ્લેટની કિમત એ સમયમાં ૫૦ કરોડ રૂપિયા હતી. શિલ્પાના લગ્નના ખર્ચ વિષે બહુ માહિતી તો નથી પણ એટલું જરૂર સંભાળવા મળ્યું છે કે શિલ્પા અને રાજે તેમના લગ્નને વૈભવી અને આલીશાન બનાવવામાં કોઈ કસર બાકી રાખી હતી નહિ.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here