બોલીવુડની આ 6 એક્ટ્રેસ પોતાના સ્લિમ ફિગરને લઈને થઇ હતી ટ્રોલિંગનો શિકાર…ન દેખાવાનું દેખાઈ ગયું

0

બૉલીવુડ એક્ટ્રેસેસ પોતાના ફીગરનું ખુબ જ ધ્યાન રાખતી હોય છે અને સ્લિમ ટ્રિમ રહેવા માટે ખુબ જ મહેનત પણ કરતી હોય છે. અભિનેત્રીઓના આવા ફિગરને લઇને માત્ર તેઓ જ નહીં પણ સામાન્ય લોકો પણ ખુબ જ સજાગ રહેતા હોય છે. થોડો એવો પણ વજન વધી જાય તો તેઓને નિશાના પર લેવામાં આવે છે સાથે જ જો વધુ પડતા સ્લિમ બની જાય તો ત્યાં પણ લોકો તેઓના પર કમેન્ટ કરતા જરા પણ વાર નથી કરતા. આજે અમે તમને બોલીવુડની એવીજ અમુક અભિનેત્રીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે પોતાના સ્લિમ ફિગરને લઈને નિશાના પર રહી ચુકી છે અને તેઓને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી.
1. મૌની રોય:નાગિન ફેમ ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રોય પોતાના સ્લિમ ફિગરને લઈને હંમેશા ટ્રોલ થતી રહે છે. અમુક દિવસો પહેલા તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખુબ જ સુંદર લહેંગા માં તસ્વીર શેઇર કરી હતી પણ લોકોએ તેના લહેંગાના વખાણ કરવાના બદલે તેના પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.અમુકે તેને ડ્રગ એડિક્ટ જણાવી તો કોઈએ તેને કુપોષણનો શિકાર જણાવી હતી, ઘણીવાર તેને ફેક બ્યુટી અને ‘અઢી હાંડકા’ જેવા કમેન્ટ પણ જેલવા પડ્યા હતા.

2. દીપિકા પાદુકોણ:બોલીવુડની જાણીતી અને ફેમસ અભિનેત્રી દીપિકાને પણ પોતાના સ્લિમ ફિગરને લઈને ટ્રોલ થવું પડ્યું હતું।. આ બોલિવુડ એક્ટ્રેસ પણ આગળના દિવસોમાં ખરાબ કમેન્ટ્સનો સામનો કર્યો પણ આ ટ્રોલિંગ પર દીપિકાએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. ફેન્સ તેને ડેડ બોડી જેવો ખિતાબ પણ સોશિયલ મીડિયા પર આપવા લાગ્યા હતા.

3. કરીના કપૂર ખાન:બૉલીવુડ ની બેબો એટલે કે કરીના પણ સ્લિમ અને પાતળી કમરને લઈને ટ્રોલ થઇ ચુકી છે. તેને ખુબ જ સુંદર પોસ્ટ પર એવા કમેન્ટ્સ મળ્યા કે તે તેણે ક્યારેય વિચાર્યા પણ ન હતા. તેના એક ફેન્સે તેને એવું પણ કહી દીધું હતું કે, ” कुछ खा तो लिया करो” .

3. લીસા હેડેન:આ બૉલીવુડ એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે સ્કૂલના દિવસોમાં તેના કલાસમેટ્સ તેના દુબળાપણાને લીધે ખુબ જ પરેશાન કર્યા કરતા હતા. લીસા ને ‘ટુથ પીક’ જેવા નામથી ચીઢવવામાં આવતી હતી.

4. અનેરી વૈજાનિ:ફેમસ ટીવી એક્ટ્રેસ અનેરી પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ નો શિકાર બની ચુકી છે. આગળના દિવસોમાં તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં તે લિંગરી પહેરેલી નજરમાં આવી હતી.આ પોસ્ટમાં તેને પોતાની સ્કિની બોડીને લઈને ખુબ જ ભદ્દા કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો.

5.તનિષા મુખર્જી:કાજોલની નાની બહેન તનિષાને પણ સોશિયલ મીડિયા પર પોતાના સ્લિમ ફિગરને લઈને ભદ્દા કૉમેન્ટ્સનો શિકાર થવું પડ્યું હતું. તેને સોશિયલ મીડિયા પર લોકોએ हड्डियों का ढांचा જેવા કમેન્ટ્સ આપ્યા હતા સાથે જ એ પણ સલાહ આપી કે,”તમારે તમારા સ્પેયર પાર્ટ રિપેયર કરવાની જરૂર છે, ખાસ કરીને ચેહરો”.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here