બોલીવૂડના સૌથી રંગીન મિજાજવાળા 7 અભિનેતાઓ, જેમણે પોતાની દીકરીની ઉંમરની છોકરીથી કર્યા છે લગ્ન….

0

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, જે ન જાતિધર્મ જોવે છે, ન ઉંમર અને કોઈ બંધન પણ નથી માનતો. બોલીવૂડના અભિનેતાઓ પણ માણસ જ છે અને પ્રેમ આમની જિંદગીમાં પણ આવે જ છે. પણ પોતાનાથી નાની ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરવા એ કોઈ મોટી વાત નથી, પણ કોઈ પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરે તો ચર્ચા તો થવાની જ. આજે અમે આપને બોલીવુડની એ નામચીન હસ્તીઓ વિશે જણાવીશું જેમણે આમ જ કંઈક કર્યું છે.

ઉંમરમાં પોતાનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવા વાળા અભિનેતાઓ

કબીર બેદી અને પરવીન:નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવાની બાબતમાં એકમાત્ર કબીર બેદી છે જેમણે પોતાના જીવનમાં 4 વાર લગ્ન કર્યા છે. એમણે પોતાના 70માં જન્મદિવસ પર ચોથીવાર લગ્ન કર્યા હતાં. ચોથા લગ્ન જેમની સાથે કર્યા હતાં એમનું નામ પરવીન ડોસાંજ છે અને જણાવી દઈએ કે પરવીનની કબીરની દીકરીથી પણ ચાર વર્ષ નાની છે.

કમલ હસન અને સારિકા:નાની છોકરીઓથી લગ્ન કરવામાં સાઉથના સુપરસ્ટાર કમલ હસન જેમને 1988માં અભિનેત્રી સારિકાથી લગ્ન કર્યા એ ઉંમરમાં ઘણી નાની હતી. આ પહેલા કમલ હસને વાણી ગણપતિથી લગ્ન કર્યા હતાં.

સની દેઓલ અને પૂજા દેઓલ:નાની છોકરીઓથી લગ્ન કરવામાં બૉલીવુડના સુપર સ્ટાર સની દેઓલનું દિલ પોતાનાથી 25 વર્ષ નાની પૂજા દેઓલ પર આવ્યું અને એમણે લગ્ન કરી લીધા.

સંજય દત્ત અને માન્યતા દત્ત:નાની છોકરીઓથી લગ્ન કરવામાં બૉલીવુડના અભિનેતા મુન્નાભાઈ એટલે કે સંજય દત્તે પોતાના ત્રીજા લગ્ન પોતાનાથી 19 વર્ષ નાની માન્યતા દત્ત સાથે કર્યા હતાં. જ્યારે માન્યતા સાથે સંજય દત્તના લગ્ન હતા ત્યારે સંજય દત્તની પહેલી દીકરી ત્રિશલાની ઉંમર 21 વર્ષ હતી.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડીયા:નાની છોકરીઓથી લગ્ન કરવામાં બૉલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડીયાની લવ સ્ટોરી પણ ચર્ચામાં હતી. ડિમ્પલને રાજેશથી જ્યારે પ્રેમ થયો ત્યારે એમની ઉંમર 16 વર્ષ હતી અને રાજેશની ઉંમર 31 વર્ષ હતી. બન્નેએ જલ્દી જ લગ્ન કરી લીધા હતાં.

સેફ અલી ખાન અને કરીના કપૂર:નાની છોકરીઓથી લગ્ન કરવામાં બોલીવુડના ક્યૂટ કપલ સેફ અને કરીનાના લગ્ન પણ ખૂબ જ ઠાઠ માઠથી થયા હતાં. તમને જણાવી દઈએ કે કરીના સેફથી દસ વર્ષ નાની છે અને જ્યારે સેફના પહેલા લગ્ન થયા હતા ત્યારે કરીનાએ અંકલ કહીને સેફને અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રકાશરાજ અને પોની વર્મા:નાની છોકરીઓથી લગ્ન કરવામાં બોલીવુડના નામી વિલન પ્રકાશ રાજે પણ પોતાનાથી ઘણી નાની પોની વર્માને પસંદ કરી હતી અને આ એમના બીજા લગ્ન હતાં.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here